Skip to content

Search

Latest Stories

DHSએ 60,000થી વધારે H-2B વિઝા જારી કર્યા

પ્રોગ્રામમાં વર્કર્સની સલામતીને લગતી ચિંતાઓ સંબોધવા નવી ટાસ્ક ફોર્સ રચાશે

DHSએ 60,000થી વધારે H-2B વિઝા જારી કર્યા

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી નાણાકીય વર્ષ 2023 માટે 64,000 થી વધુ વધારાના H-2B કામચલાઉ બિન-કૃષિ કામદાર વિઝા ઉપલબ્ધ કરાવશે. યુએસ ટ્રાવેલ એસોસિએશનના જણાવ્યા અનુસાર વધારાના વિઝા હોટલ અને ટ્રાવેલ ઉદ્યોગોને સતત કામદારોની અછતને પહોંચી વળવામાં મદદ કરશે.

DHS તેના 66,000 H-2B વિઝા તેમજ 64,716 વધારાના વિઝાની સામાન્ય ફાળવણી પણ કરશે. આ વિઝા,  જે નોકરીદાતાઓને યુ.એસ.માં ચોક્કસ શ્રમ કરવા માટે અસ્થાયી ધોરણે બિન-નાગરિકોને નોકરી પર રાખવાની પરવાનગી આપે છે,  તેનો પ્રારંભ ઓક્ટોબરથી થઈ ચૂક્યો છે. ઉપરાંત, એજન્સીએ H-2B વિઝા કામદારોનું શોષણ ન થાય તે સુનિશ્ચિત કરવા માટે નવા વર્કર પ્રોટેક્શન ટાસ્કફોર્સની રચના કરી છે.


હોમલેન્ડ સિક્યુરિટીના સેક્રેટરી એલેજાન્ડ્રો મેયોર્કાસે જણાવ્યું હતું કે, "ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી અમેરિકન વ્યવસાયોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે અભૂતપૂર્વ ઝડપે આગળ વધી રહ્યુ છે." “નોકરીમાં વિક્રમી વૃદ્ધિના સમયે, નાણાકીય વર્ષની શરૂઆતમાં આ આખા વર્ષની ફાળવણી એ સુનિશ્ચિત કરશે કે વ્યવસાયો તેમની પીક સીઝનની શ્રમિક જરૂરિયાતો માટે આયોજન કરી શકે. અમે એવા લાલચુ માલિકોથી પ્રોગ્રામની અખંડિતતાને સુરક્ષિત રાખવા માટે કામદારોના રક્ષણને પણ પ્રોત્સાહન આપીશું જેઓ નબળા વેતન ચૂકવીને અને અસુરક્ષિત કામની પરિસ્થિતિઓ જાળવી રાખીને કામદારોનું શોષણ કરવાનો પ્રયાસ કરે છે."

“છેલ્લા ડિસેમ્બરમાં, DHS અને શ્રમ વિભાગે નાણાકીય વર્ષ 2022 માટે વધારાના 20,000 H-2B વિઝાને અધિકૃત કર્યા હતા. બંને વર્ષ દરમિયાન લેવાયેલા આ પગલાં ટ્રાવેલ ઉદ્યોગ માટે ફાયદાકારક હતા, એમ યુએસટીએના પ્રમુખ અને સીઈઓ જ્યોફ ફ્રીમેને એક નિવેદનમાં જણાવ્યું હતું.

“યુએસટીએ તરફથી મહિનાઓ સુધીની જોરદાર હિમાયત પછી વિઝા અંગે કરવામાં આવેલી આ જાહેરાત અત્યાર સુધીની સૌથી મોટી સપ્લીમેન્ટલ વિઝા રિલીઝ છે. આ જાહેરાત એવા ઉદ્યોગ માટે જીવનરેખા છે કે જેની કર્મચારીઓની અછત એક મિલિયન ઓપન પોઝિશન્સ પર છે. આ જાહેરાત ટ્રાવેલ ઉદ્યોગને પીક ટ્રાવેલ સીઝન પહેલા હજારો કામદારો પૂરા પાડશે, જે વ્યવસાયોને માંગમાં વધારા માટે પૂરતી તૈયારી કરવાની મંજૂરી આપશે," એમ ફ્રીમેને જણાવ્યું હતું.

H-2B કામદારોની શોધ કરતા એમ્પ્લોયરોએ બતાવવું જોઈએ કે એવા પર્યાપ્ત યુ.એસ. કામદારો નથી જેઓ સક્ષમ, ઈચ્છુક, લાયકાત ધરાવતા અને કામચલાઉ કામ કરવા માટે ઉપલબ્ધ છે જેના માટે તેઓ સંભવિત વિદેશી કામદારની શોધ કરે છે. તેઓએ એ પણ પ્રમાણિત કરવું આવશ્યક છે કે H-2B કામદારોને રોજગારી આપવાથી સમાન રીતે કાર્યરત યુએસ કામદારોના વેતન અને કામ કરવાની પરિસ્થિતિઓ પર પ્રતિકૂળ અસર થશે નહીં.

નવી વર્કર પ્રોટેક્શન ટાસ્કફોર્સ H-2B પ્રોગ્રામની અખંડિતતા માટેના જોખમો, પ્રોપર્ટીમાં સામેલ કામદારોની મૂળભૂત તકલીફો અને નોકરી આપનારાઓ દ્વારા નીતિના ઉલ્લંઘન પર ધ્યાન કેન્દ્રિત કરશે. DHS અને DOL મુદ્દાઓને ઉકેલવા માટે વિવિધ નીતિઓ પર વિચાર કરશે અને નજીકના ભવિષ્યમાં DHS H-2B કામદારો માટેની સુરક્ષાને મજબૂત કરવા વિઝા કાર્યક્રમો સંબંધિત સૂચિત નિયમોની નોટિસ જારી કરવાની યોજના ધરાવે છે.

More for you

AAHOA, Kalibri Labs Partner on New Tech Service

AAHOA, Kalibri partner on tech service

Summary:

  • AAHOA and Kalibri to partner on providing tech services.
  • Members get tools for data-driven decisions and exclusive access to Kalibri platforms.
  • Discounts will be available on Kalibri's platform.

AAHOA AND KALIBRI will provide hotel owners and operators access the technology, data and training needed to improve profit margins and long-term asset performance. Members will receive exclusive pricing on Kalibri's Profit Platform and first access to the Certified Hotel Profit Strategist Program.

Kalibri’s offerings combine technology and training to help hotel owners identify opportunities that traditional metrics like RevPAR or ADR do not show, AAHOA said in a statement.

Keep ReadingShow less