Skip to content

Search

Latest Stories

ચોઇસ હોટેલ્સ કન્વેન્શને ફ્રેન્ચાઇઝીઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યુ

કંપનીના એક્ઝિક્યુટિવ્સનું કહેવું છે કે તેઓ ફેર ફ્રેન્ચાઇઝિંગ માટે AAHOA’sના 12 સ્ટેપ્સનો અભ્યાસ કરી રહ્યા છે

ચોઇસ હોટેલ્સ કન્વેન્શને ફ્રેન્ચાઇઝીઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યુ

લાસવેગાસના ગયા સપ્તાહે ચોઇસ હોટેલ્સ ઇન્ટરનેશનલ્સના 66માં વાર્ષિક સમારંભમાં ફ્રેન્ચાઇઝીઓની મજબૂતાઈ અને તેની મજબૂતાઈ પર વધારે ફોકસ કરવામાં આવ્યુ હતુ. આ થીમને ધ્યાનમાં રાખને કન્વેન્શન ખાતેની પત્રકાર પરિષદમાં ચોઇસની કોર્પોરેટ લીડરશિપે જણાવ્યું હતું કે તેઓ AAHOA સાથે એસોસિયેશને તાજેતરમાં અપડેટ કરેલા ફેર ફ્રેન્ચાઇઝિંગના 12 સ્ટેપ્સનો અમલ કરવાનો વિવિધ માર્ગો પર કામ કરી રહ્યા છે.

આ કોન્ફરન્સમાં લગભગ 5,200થી વધુ લોકોએ હાજરી આપી હતી અને તેમા ફ્રેન્ચાઇઝીસ અને તેમના કુટુંબો હતા. આ ઇવેન્ટના બીજા સમાચારોમાં જોઈએ તો હોટેલ્સમાં મહિલાની માલિકીને વેગ આપવાના નવા કાર્યક્રમની અને બે નવા ફ્રેન્ચાઇઝ ડેવલપમેન્ટ ડિરેક્ટરને લેવાની જાહેરાત કરવામાં આવી છે.


આગળ વધો

કન્વેન્શનની થીમ હતી “GO” એટલે કે આગળ વધો. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ચોઇસ ફ્રેન્ચાઇઝીએ રોગચાળા અને આર્થિક મંદીનો સામનો કરવા માટે જે પ્રકારના સંઘર્ષ કરવો પડ્યો છે તેને ધ્યાનમાં રાખીને આ થીમ આપવામાં આવી હતી. કંપની આ પડકારોમાંથી બહાર આવી છે, નવા કારોબારો દ્વારા વૃદ્ધિને વેગ આપ્યો છે, સરકારી મદદે મહત્વની ભૂમિકા ભજવી છે અને ફ્રેન્ચાઇઝીઓનો કાર્યકારી ખર્ચ ઘટ્યો છે, એમ ચોઇસના પ્રેસિડેન્ટ અને સીઇઓ પેટ્રિક પેસિયસે જણાવ્યું હતું. આ સાથે તેણે સિસ્ટમ વાઇડ પર્ફોર્મન્સ સ્તરે 2019નું સ્તર વટાવી દીધું છે.

પેસિયસે જણાવ્યું હતું કે માલિકો, સ્ટાફ અને અમારા એસોસિયેટ્સના અસાધારણ પ્રયત્નોના લીધે આપણે આજે સામૂહિક રીતે 2019માં છેલ્લે લાસવેગાસમાં મળ્યા હતા તેના કરતાં વધારે મજબૂત બન્યા છીએ અને આપણે હવે આગળ વધવા તૈયાર છીએ.

કોન્ફરન્સ દરમિયાન પેસિયસ અને કંપનીના અન્ય આગેવાનોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે કંપની તરીકે અમારી સિદ્ધિ નવા રોકાણો, માર્કેટિંગ અને વિતરણ ચેનલોની કામગીરીમાં જબરજસ્ત સુધારા તથા રેવન્યુ મેનેજમેન્ટ સિસ્ટમ્સમાં વૃદ્ધિ સહિતના પરિબળોને આભારી છે. આ બધાથી ફ્રેન્ચાઇઝીને ફાયદો મળ્યો છે. પેસિયસે જણાવ્યું હતું કે અમે ચોઇસ તરીકે જે પણ પગલું ભરીએ છીએ તે બધાના કેન્દ્રસ્થાને અમારી ફ્રેન્ચાઇઝીઓ જ હોય છે.

શા માટે 12 કારણો

પેસિયસે ચોઇસના ચીફ માર્કેટિંગ ઓફિસર રોબર્ટ મેકડોવેલ, ચીફ ડેવલપમેન્ટ ઓફિસર ડેવિડ પેપર અને એન્ટરપ્રાઇઝ ઓપરેશન્સ એન્ડ ટેકનોલોજીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ જોન બોન્ડ્સની સાથે મીડિયા રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં હાજરી આપી હતી.

બધા ચારેય એક્ઝિક્યુટિવ્સે જણાવ્યું હતું કે તેઓ AAHOAના ફેર ફ્રેન્ચાઇઝિંગ માટેના 12 મુદ્દાના કાર્યક્રમથી માહિતગાર છે. આ મુદ્દો છેલ્લા કેટલાક સપ્તાહોથી AAHOAના પોતાના કન્વેન્શનમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે.

“હું દરેક બ્રાન્ડ AAHOAના ફેર ફ્રેન્ચાઇઝિંગ માટેના 12 મુદ્દાના કાર્યક્રમનો અમલ કરે તેના પર ધ્યાન આપીશ,” એમ કોન્ફરન્સ દરમિયાન સેક્રેટરી કેન્ડિડેટ્સની ચર્ચા દરમિયાન AAHOAના નવા સેક્રેટરી કેલિફોર્નિયા સ્થિત સાન્તા ક્રુઝના કમલેશ ઉર્ફે કેપી પટેલે જણાવ્યું હતું. “વૃદ્ધિ માટે આપણા નફા પર અસર કરે તેવા બિનજરૂરી કોઈપણ પ્રકારના પ્રોત્સાહનોની જરૂર નથી. તેની સાથે ખર્ચ બમણો કે ત્રણ ગણો કરી નાખતા પ્રોત્સાહનોની પણ કોઈ જરૂર નથી.”

AAHOAના ભૂતપૂર્વ ચેરમેન માઇક પટેલે જણાવ્યું હતું કે AAHOA સંગઠન સભ્યો અને બ્રાન્ડ્સ વચ્ચે તટસ્થ રહેવા પ્રયત્ન કરી રહ્યુ છે, તે દરેક વલણને સન્માન આપે છે. પણ તેમણે જણાવ્યું હતું કે હોટેલ કંપનીઓએ તેમના સભ્યોની ચિંતાઓને ધ્યાનમાં લેવી જોઈએ, તે તેમના શ્રેષ્ઠ હિતમાં છે.

તેમણે જણાવ્યું હતું કે લોકો પસંદગી છે કે તેઓ બ્રાન્ડ ખરીદે કે ન ખરીદે અથવા વેન્ડરો પાસે ન જવુ કે તેમની પાસેથી ન ખરીદવું.

માઇક પટેલે જણાવ્યું હતું કે બ્રાન્ડ માટે જરૂરી સુધારામાંથી એક્ઝિટ થવા માંગતી ફ્રેન્ચાઇઝીઓ પાસેથી એક્ઝિટ ફી લેવી જોઈએ, તેને લિક્વિડેટેડ ડેમેજિસ પણ કહી શકાય. હાલમાં તો કોન્ટ્રાક્ટમાંથી બહાર નીકળી જવાની તેઓની પ્રતિ રૂમ સરેરાશ 2,000થી 3,000 ડોલરની વચ્ચે છે. આ ઉપરાંત મહત્વની વાત અને 12 મુદ્દામાં દર્શાવાયું છે તે મુજબ કેટલીક બ્રાન્ડ્સ પ્રીફર્ડ કરાય છે અથવા તો વેન્ડરો માટે તે ફરજિયાત હોય છે. માઇકે જણાવ્યું હતું કા આ મેન્ડેટ્સના લીધે ફ્રેન્ચાઇઝીઓએ આ ખર્ચ તે બહારના વેન્ડરો પર પાસ કરવો પડે છે જે માલસામગ્રી કે સર્વિસિસ માટે સારા ભાવ પૂરા પાડે છે.

બોન્ડ્સે જણાવ્યું હતું કે ચોઇસે AAHOAના જનરલ કાઉન્સેલ સાથે 12 મુદ્દાને સારી રીતે સમજવા માટે વાત કરી છે. તે અને મેકડોવેલ ટીમ તેની શક્ય તેટલી મર્યાદાની અંદર રહીને કેવી રીતે કામ કરી શકાય તે જોશે.

બોન્ડ્સે જણાવ્યું હતું કે અમે તેની સમીક્ષા કરી રહ્યા છે કે હું માનું છુ કે તેઓએ લગભગ બધા મુદ્દાને આવરી લીધા છે. આ મુદ્દાઓની યાદી ઘણી લાંબી છે અને અમારે પણ તે જોઈ જવાની છે. અમે સમજી રહ્યા છીએ કે આ મુદ્દા ક્યાંથી આવી રહ્યા છે. અમારા માટે તેમની સાથે સહયોગ સાધવાનો અને તેમની જોડે વધુને વધુ ગાઢ રીતે કામ કરીને અમારી ફ્રેન્ચાઇઝીઓના વાર્ષિક રોકાણની વૃદ્ધિ કઈ રીતે વધારી શકાય તે જોવાની તક છે.

લિક્વિડેટેડ ડેમેજિસ અંગે બોન્ડસે જણાવ્યું હતું કે ચોઇસે 12 મુદ્દાના કાર્યક્રમના અમુક હિસ્સાનો અમલ કર્યો છે. તેઓએ પૂછેલા સવાલોમાં એક એ છે કે અમે ચર્ચા કરી છે અને અમે કહ્યું છે કે અમે લિક્વિડેટેડ ડેમેજિસને કઈ રીતે જોવા કે તેની સમીક્ષા કરવી તેની ચર્ચા કરવા માટે તૈયાર છીએ.

વેન્ડર મેન્ડેટ્સ અંગે મેકડોવેલે જણાવ્યું હતું કે અહીં મૂલ્ય ચૂકવવુ પડે છે અને ગુણવત્તા માટે હંમેશા મૂલ્ય ચૂકવવુ પડે છે. ગુણવત્તાના મોરચે જોઈએ તો હું તે સુનિશ્ચિતપણે કહીશ કે આ બાબત મહત્વની છે. હું માનું છું કે બીજું પાસુ એ છે કે અમે તે સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે વેન્ડરો અમેરિકામાં અમારી બધી હોટેલ્સોને સપ્લાય કરે. અમે અમારા મહેમાનો માટેની બ્રાન્ડ્સમાં કેટલીક સાતત્યતા ઇચ્છીએ છીએ. અમે ઘણા વેન્ડરો સાથે ભાવ અંગે વાટાઘાટ કરી છે. છેવટે તેના આધારે જ અમે અમારો ક્વોલિફાઇડ વેન્ડર પ્રોગ્રામ્સ તૈયાર કર્યો છે.

મેકડોવેલે આ ઉપરાંત જણાવ્યું હતું કે ચોઇસ પાસે બહારના વેન્ડરોના ઉપયોગને માફી આપવાનો વિકલ્પ પણ છે. તેની વિગતો ખરીદાયેલી બ્રાન્ડ્સ અને આઇટેમ્સ મુજબ જુદી-જુદી હોય છે. ફ્રેન્ચાઇઝી ખાસ વેન્ડરોનો જ ઉપયોગ કરે તેના માટે કેટલાક કારણો છે. આ બાબત વોલ્યુમ, ગુણવત્તા અને ભાવના સંદર્ભમાં છે, એમ મેકડોવેલે જણાવ્યું હતું. આ ત્રણ ચાવીરૂપ બાબતો છે અને અમે હંમેશા તેના પર ધ્યાન આપીએ છીએ.

વૈવિધ્યતા પર ફોકસ

કન્વેન્શન દરમિયાન ચોઇસે “HERtels By Choice” પ્રોગ્રામની જાહેરાત કરી હતી કે મહિલા સાહસિકોને તે તાલીમ, શિક્ષણ, મેન્ટરશિપ અને નાણાકીય સહાય પૂરી પાડશે જેથી તેઓને ચોઇસની સફળ ફ્રેન્ચાઇઝી બનવામાં મદદ મળે.

નાણાકીય સમર્થનમાં લોન અરજીમાં મદદ અને સમાન ફાઇનાન્સિંગ ટર્મ્સ અંગે શિક્ષણનો સમાવેશ થાય છે. આ તાલીમ સભ્યોને ચોઇસ યુનિવર્સિટીની ચોઇસ સિસ્ટમ દ્વારા પૂરી પાડવામાં આવે છે, તેના કાર્યક્રમોમાં ઓનબોર્ડિંગ અને ઓપરેટિંગ જર્નીને ઇષ્ટતમ રીતે ડિઝાઇન કરેલી ખાસ તાલીમ છે. મેન્ટરશિપમાં ઉદ્યોગના પીઢ અને ચોઇસના વર્તમાન માલિકો દ્વારા એક્ઝિક્યુટિવ કોચિંગ તથા શ્રેષ્ઠ રીતરસમો અને આત્મવિશ્વાસ પ્રેરવાનો સમાવેશ થાય છે.

ગયા માર્ચથી મહિલા માલિકી વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવાના ભાગરૂપે HERtels દ્વારા પાયાની કામગીરી કરવામાં આવી છે. કંપનીએ મહિલા સાહસિકોને 25 કોન્ટ્રાક્ટ પૂરા પાડ્યા છે.

ચોઇસના ઇમર્જિંગ માર્કેટ્સ, ફ્રેન્ચાઇઝ ડેવલપમેન્ટ અને ઓનર રિલેશન્સના વાઇસ પ્રેસિડેન્ટ જોન લેન્કેસ્ટરે જણાવ્યું હતું કે HERtels અમારા માલિકોનો બેઝ વૈવિધ્યસભર બનાવવાના અને નાના કારોબારોને સફળ બનાવવા અમારા આગામી મિશનનું મહત્વનું પગલું છે.

ચોઇસે જેકવેલીન પીટરસન અને માર્કસ થોમસની ફ્રેન્ચાઇઝી ડેવલપમેન્ટ ડિરેક્ટર તરીકે હાયર કરવાની જાહેરાત પણ કરી હતી. બંને ઇમર્જિંગ માર્કેટ્સ ડિરેક્ટર છે. પીટરે પીઢ અને મહિલા ઉદ્યોગસાહસિકો તથા હોટેલની માલિકી વચ્ચે ગેપ દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. જ્યારે થોમસ કંપનીની આફ્રિકન અમેરિકન, લેટિન અમેરિકન અને નેટિવ અમેરિકમ ઇમર્જિંગ સેગમેન્ટ્સના ડેવલપમેન્ટનું કાર્ય જોશે.

More for you

Boston Hotels Tops Global Prices at $375 a Night

Boston tops global hotel prices at $375 a night

Summary:

  • Boston and New York are the priciest cities for hotel stays, Cheaphotels.org reported.
  • Detroit ranked sixth globally, followed by Washington, D.C.
  • Mumbai ranks 49th out of 100 cities.

BOSTON AND NEW York are the most expensive cities for hotel stays, according to a Cheaphotels.org survey. Phnom Penh, Cambodia, is the least expensive and Mumbai, India, ranks 49th out of 100 cities.

Keep ReadingShow less