ચોઈસ હોલ્ડિંગ દ્વારા કમ્ફર્ટ બ્રાન્ડની વર્ષગાંઠને અનુલક્ષી ઓફર

જુલાઈ મહેમાનોને 40000 ચોઇસ પ્રીવિલેજીસ પોઇન્ટના 40 ઈનામ જીતવા નોંધણી કરાવી શકશે

0
1081
જુલાઈમાં ચોઈસ હોટેલ્સ ઈન્ટરનેશનલ હોટેલ્સ ખાતે આવનારા ગેસ્ટ 40000 ચોઇસ પ્રીવિલેજ પોઇન્ટના 40 ઈનામ જીતવા માટે ઓનલાઇન નોંધણી કરાવી શકશે, બ્રાન્ડની 40મી વર્ષગાંઠની ઉજવણીને અનુલક્ષીને આ તક આપવામાં આવી રહી છે.

ચોઈસ હોટેલ્સ ઈન્ટરનેશનલ દ્વારા તેની કમ્ફર્ટ હોટેલ્સ બ્રાન્ડની 40મી વર્ષગાંઠની ઉજવણીની તૈયારી કરવામાં આવી રહી છે. જેને અનુલક્ષીને મહેમાનોને 40,000 ચોઇસ પ્રીવિલેજ પોઇન્ટના 40 ઈનામ જીતવાની તક મળશે.

મહેમાનોએ સ્વીપસ્ટેક્સ માટે ઓનલાઇન નોંધણી કરાવવી પડશે અને સ્પર્ધામાં ભાગ લેવા માટે તેમણે જુલાઈ મહિના દરમિયાન કમ્ફર્ટ પ્રોપર્ટીમાં રોકાણ કરવું પડશે. તેઓ 31 એન્ટ્રી માટે દરરોજ રાત્રે પ્રવેશ કરી શકે છે.

અમે અમારા નવા અને જૂના મહેમાનોને કમ્ફર્ટ બ્રાન્ડની 40મી વર્ષગાંઠની ઉજવણીમાં સામેલ થવાની તક આપીએ છીએ. સ્વીપસ્ટેક્સના માધ્યમથી આ ઉનાળામાં યાદગાર 40 વર્ષ બદલ આભાર માનવાનો પ્રયાસ છે, તેમ ચોઈસ વાઈસ પ્રેસિડેન્ટ ફોર બ્રાન્ડ મેનેજમેન્ટ, ડિઝાઇન અને કોમ્પ્લાઇન્સ મેગન બ્રુમાજીમે કહ્યું હતું. કમ્ફર્ટ આજે પણ અપર મિડસ્કેલ ચેઇન સ્કેલમાં વિશ્વાસપાત્ર લીડર છે અને તે પોતાના મહેમાનોના આદરસત્કારભર્યા સ્વાગતથી મહેમાનોને યાદગાર અનુભવ આપે છે. અમારા 40 વર્ષના સફળાપૂર્વકના સફરમાં મહેમાન અમારા માટે મહત્વપૂર્ણ ભાગ છે. આ ઈનામ જીતવાની તકથી તેમને લોયલ્ટી પોઇન્ટ મળશે જેનો ઉપયોગ તેઓ ફ્રી સ્ટે અને અન્ય માટે વાપરી શકશે.

માર્ચ દરમિયાન,  કમ્ફર્ટની 40મી વર્ષગાંઠને ધ્યાનમાં રાખીને, ચોઈસ દ્વારા બ્રાન્ડ માટે ન્યુ રાઇઝ એન્ડ શાઇન પ્રોટોટાઇપની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં દરેક હોટેલમાં વિવિધ કાર્યક્રમો માટે ફ્લેક્શ-રૂમનું નિર્માણ, થ્રી કલર સ્કીમ સિટી, સી એન્ડ સન સામેલ છે.

એચડીજી હોટેલ્સના સીઈઓ અને પ્રેસિડેન્ટ અઝિમ સજુ પણ ડિઝાઇન પસંદ કરનારા અનેક માલિકો પૈકી એક છે.

તમે દરરોજ બ્રાન્ડની નવી પ્રોડક્ટથી સીધું દબાણ ના કરી શકાય, પરંતુ કમ્ફર્ટ પ્રોટોટાઇમ એ તેનો એક ઉદાહરણ છે કે ચોઈસ હોટેલના માલિકો તથા ડેવલપર્સ સાથેના જોડાણને તથા રોકાણને દર્શાવે છે. હું જાણું છું કે ચોઈસ પણ તેમાં છે. મને ગર્વ છે કે આ અતૂલ્ય પ્રોજેક્ટનો હિસ્સો બની શક્યા છીએ.

ધી કમ્ફર્ટ બ્રાન્ડનો પ્રારંભ 1981માં ચોઈસના ઈનિશિયલ ઈમ્પ્લીમેન્ટેશન ઓફ બ્રાન્ડ સેગમેન્ટેશનના ભાગરૂપ શરૂ કરાયો હતો. આજે સમગ્ર અમેરિકામાં 1600થી વધારે હોટેલ્સ 2.5 બિલિયન ડોલરના ગેસ્ટ રૂમ અને પબ્લિક સ્પેસ તથા નવા લોગો અને સાઇનએજ ધરાવે છે.