સીડીસી રસી લેનારા મુસાફરોને વધુ છુટ આપે છે

આહોઆ કહે છે કે નવી ગાઇડલાઇન્સથી વધુ પ્રવાસને વેગ મળશે, જેનો લાભ સંઘર્ષ કરતી હોટેલ્સને મળશે

0
897
માર્ચમાં શિકાગો ખાતેની હોટેલ હિલ્ટન શિકાગો ઓહારે એરપોર્ટ હોટેલ ખાતેના વેક્સિનેશન સેન્ટર ખાતે રજીસ્ટર્ડ નર્સ જીના રીડથી કોવિડ-19 રસી લઇ રહેલી મહિલા.

નવી ફેડરલ ગાઇડલાઇન્સ અનુસાર જેમણે કોવિડ-19 મહામારી સાથે સંપૂર્ણ રસીકરણ કરાવ્યું છે તેમના માટે હવે પ્રવાસ કરવો વધારે સરળ બન્યો છે. હોટેલ ઇન્ડસ્ટ્રી માટે સારા સમાચાર હોવાનું ઇન્ડસ્ટ્રીના અગ્રણીઓનું માનવું છે.

જેમણે રસીનો છેલ્લો ડોઝ લઇ લીધો છે અને બે અઠવાડિયાનો સમય પણ પસાર કરી દીધો છે તેવી વ્યક્તિઓ અને સમગ્ર અમેરિકામાં કોવિડ-19 ટેસ્ટીંગ વગર સરળતાથી પ્રવાસ કરી શકે છે અને તેમને પ્રવાસ પછી ક્વોરન્ટાઇન રહેવાની પણ જરૂર નથી, તેમ સેન્ટર ફોર ડિસીસ કંટ્રોલ એન્ડ પ્રીવેન્સન દ્વારા શુક્રવારે જાહેર કરવામાં આવેલી નવી માર્ગદર્શિકામાં જણાવાયું છે. તેમણે તકેદારીનાં પગલાં તો લેવાના છે જેમ કે માસ્ક પહેરવું, ભીડવાળી જગ્યામાં જવાનું ટાળવું, સામાજીક અંતર જાળવવું અને નિયમિતપણે હાથ ધોવાનો સમાવેશ થાય છે.

કેડીસી ડિરેક્ટર ડૉ.રોચેલ વેલેન્સ્કી કહે છે કે દરરોજ લાખો અમેરિકન નાગરિકો રસી મુકાવી રહ્યાં છે. હાલના સમયે વિજ્ઞાનની રીતે દરેક નાગરિકોને તે જણાવવું જરૂરી છે કે રસી લેનાર વ્યક્તિ સલામતીથી કામ કરી શકે છે અને હવે તો તેઓ સલામત પ્રવાસ પણ કરી શકે તેમ છે. તેઓ ઉમેરે છે કે અને દરેક અમેરિકન નાગરિકોને રસી લેવા માટે પ્રોત્સાહિત કરી રહ્યાં છીએ, અને તેમનો વારો આવે ત્યારે તેઓ અચૂક રસી મુકાવે તે પણ જણાવીએ છીએ.

અન્ય દેશોમાં નવા પ્રકારના કોરોનાનું સંક્રમણ વધ્યું હોવાને કારણે સાવચેતીનાં પગલાંરૂપે સંસ્થા દ્વારા આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે કેટલાક વધારાના નિયંત્રણો સાથેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. રસી લેનાર વ્યક્તિ હવે આંતરાષ્ટ્રીય મુસાફરી કોવિડ-19 ટેસ્ટ કરાવ્યા વિના પોતાના ગંતવ્ય સ્થળે પહોંચી શકે છે અને તેમણે હવે અમેરિકા પરત આવ્યા પછી સેલ્ફ-ક્વોરન્ટાઇન રહેવાની પણ જરૂર નથી સિવાય કે સ્થાનિક પ્રશાસનને જરૂર લાગે તો.

જોકે, સંસ્થાએ એ પણ જરૂરી બનાવ્યું છે કે અમેરિકા આવનારાઓએ વિમાનમાં બેસતા અગાઉ પોતાનો કોવિડ-19નો નેગેટિવ ટેસ્ટ રીપોર્ટ સાથે રાખવો પડશે અને પાછા જતાં અગાઉ ત્રણથી પાંચ દિવસ દરમિયાન અન્ય ટેસ્ટ પણ કરાવવો પડશે. પોતાના પ્રવાસ દરમિયાન તેમણે કોવિડ માર્ગદર્શિકાનું પાલન પણ કરવું પડશે.

નવી ગાઇડલાઇન્સને કારણે પ્રવાસ કરનારાઓની સંખ્યા વધશે અને તેનો લાભ અમેરિકાની હોટેલોને મળશે તેમ આહોઆના પ્રેસિડેન્ટ અને સીઈઓ સેસિલ સ્ટાટને એક નિવેદનમાં જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું કે એક વર્ષ કરતાં વધારે સમયથી મહામારીને કારણે લોકડાઉન, કર્ફ્યુ અને ક્વોરન્ટાઇનને કારણે ટ્રાવેલ અને ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને ભારે સહન કરવું પડ્યું છે કારણ કે લોકોએ દરેક પ્રકારના પ્રવાસ કરવાનું બંધ કર્યું છે. બાઇડન તંત્રે રસીકરણને વેગવંતુ બનાવ્યું છે અને તાજેતરના અભ્યાસ દર્શાવે છે કે રસીકરણને કારણે લોકોમાં આત્મવિશ્વાસ વધ્યો છે અને મહામારી અગાઉના સમયની જેમ પરિસ્થિતિ સામાન્ય બની શકે તેમ છે.

આ અઠવાડિયે જીસિક્સ હોસ્પિટાલિટી દ્વારા જાહેર કરવામાં આવેલા એક અહેવાલમાં જણાવાયું છે કે આ વર્ષે પ્રવાસ કરનારાઓની સંખ્યા વધી શકે તેવી આશા રખાઈ રહી છે. તે માટે કરાયેલા એક સર્વેમાં 2000 પુખ્ત, 49 ટકાએ જણાવ્યું કે કોવિડ-19 રસીને કારણે તેઓ હવે પ્રવાસ કરવા માટે વધારે સલામતી અનુભવી રહ્યાં છે.