સીબીઆરઇઃ સને 2021ના બીજા ભાગમાં હોટેલમાં ભોગવટાનું પ્રમાણ 55 ટકાથી ઉપર રહેશે

દેસના રસીકરણ કાર્યક્રમ અને નવા આર્થિક પેકેજ સહાયથી નવી આશાનો સંચાર સર્જાયો

0
837
સીબીઆરઇ હોટેલ રિસર્ચના હોટેલ હોરિઝન્સના ફેબ્રુઆરી 2021ના અંકમાં એવુ અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે કે 2021ના પહેલા અડધા ભાગમાં હોટેલ્સમાં રાષ્ટ્રીય ભોગવટાનું સ્તર 43 ટકા સુધી પહોંચશે અને બીજા અડધામાં તે વધીને 55.1 ટકા સુધી પહોંચવાની ધારણા છે. જો કે કાર્યક્ષમતા બદલાતા જતાં બજાર પરિબળો પર આધારિત છે, અને કેલિફોર્નિયાના સેન બર્નાન્ડિનોના માનવા પ્રમાણે, તે સૌથી ઉંચુ રેવપાર હશે.

સને 2021માં  યુએસ હોટેલ ઉદ્યોગની સ્થિતિમાં સુધારો થઇ રહ્યો છે અને તેઓ વર્ષના બીજા ભાગમાં  કંઇક સારૂ મેળવશે એમ સીબીઆરઇ હોટેલ્સ રિસર્ચનું માનવુ છે. કોવિડ-19થી બચવા માટે ચાલી રહેલી રસીકરણની ઝડપી પ્રક્રિયા અને  ફેડરલ સરકાર દ્વારા તાજેતરમાં જ પસાર કરાયેલા રાહત પેકેજ યોજનાને કારણે રિસર્ચ કરનારી સંસ્થાને આ ઉજ્જવળ ભવિષ્યની આગાહી માટેનું સબળ કારણ આપ્યું છે.

સંસ્થાના ફેબ્રુઆરી 2021ના  હોટેલ હોરીઝોન્સના અંકમાં જણાવ્યાં પ્રમાણે, સીબીઆરઇ હવે એવી અપેક્ષા રાખે છે કે વર્ષના પહેલા અડધા ભાગમાં  નેશનલ ઓક્યુપન્સી એટલે કે રાષ્ટ્રીય ભોગવટાનું પ્રમાણ 43 ટકા સુધી પહોંચે તેમ છે. અને બીજા અડધા દરમ્યાન તે વધીને 55.1 ટકા સુધી પહોંચશે.  કેમ કે રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમની કામગીરીને જોતાં રોજના 2 મિલિયન લોકોને રસી મૂકવામાં આવી રહી છે અને બીજી તરફ 1.9 ટ્રલિયન ડોલરના અમેરિકન રેસ્ક્યૂ પ્લાન એક્ટ પસાર થતાં તેનો લાભ પણ જે તે લાભાર્થીઓ સુધી પહોંચી રહ્યો છે, એમ સીબીઆરઇના હોટેલ્સ રિસર્ચ એન્ડ ડેટા એનાલિસિસના રિશેલ રોઠમન દ્વારા જણાવવામાં આવ્યું છે.

“અમારી આ ધારણા-અનુમાનને આધારે ટોચરેખાના ઘટાડાની ભયાનક્તા હવે અમારી પાછળ છે. એર ટ્રાવેલ ડેટા, બુકિંગ પેટર્ન અને રેવપારને જોતા,  થઇ રહેલો સુધારો  લીલીબત્તી સમાનની એક સારી શરૂઆત છે”, એમ રોઠમને જણાવ્યું હતું.

કામગીરીનો દેખાવ અલગ અલગ હોઇ શકે એમ કહીને સીબીઆરઇએ કહ્યું કે, તે સ્થળ, મિલકતોનો પ્રકાર અને સાંકળ ધોરણ પર આધારિત છે.

સરળ સરખામણી અને બિઝનેસ તથા આરામદાયક પ્રવાસમાં વધારાને જાતાં ઉંચી કિંમતની મિલ્કતો 2021માં ખૂબ ઝડપથી  વૃધ્ધિ જોશે અને  ચાલકબળ પૂરુ પાડશે.આમ છતાં મધ્ય અને ઓછા સ્તરની મિલ્કતોમાં ભોગવટાનું પ્રમાણ હજુ પાછળ પાછળ ઢસડાય તેમ છે.

વર્ષ દરમ્યાન વિવિધ બજારો જેવા કે મિનેપોલિસ, બોસ્ટન, શિકાગો અને ફિલાડેલ્ફિયા રેવપરમાં સફળતા 50 ટકા કરતાં વધારે રહેવાની આશા છે.જો કે  અગાઉના ટોચ કરતાં તે હજુ પણ ઓછો રહેશે. વર્ષના અંતે નાના શહેરો જેવા કે સેન બરનાર્ડિનો, ડેટોન, ઓકલાહોમા સીટી, વર્જિનિયા બીચ અને સવન્નાહ અન્ય બજારો કરતાં  2019ના રેવપર સ્તરે પહોંચશે.

સીબીઆરઇ  આગાહી કરે છે કે 2021ની આગળ 2024માં, 2019 રેવપર સ્તરે પરત પહોંચશે. સામાન્ય રીતે, ઓછા ભાવની મિલકતો  ઉંચા ભાવની હોટેલો  કરતાં જલ્દી  લાભ મેળવશે.

સીબીઆરઇએ એક અખબારી યાદીમાં જણાવ્યું કે, “આ વર્ષના બીજા ભાગમાં જે એક પરિબળ સહાય કરશે તે છે લોજિંગ દેખાવ અને  તેની આગળ પારંપારિક લેજિંગ પુરવઠામાં ઘટાડો થશે” “ કાયમી બંધ અને કેટલાક પ્રોજેક્ટના નિર્માણની શરૂઆતનું સંમિશ્રણના પરિણામે 2021ના સીબીઆરઇના હોટેલ પુરવઠા આગાહીમાં ઘટાડો  જોવા મળે છે અને  વર્ષમાં માત્ર 0.9 ટકાની સફળતા દર્શાવે છે. સીબીઆરઇનો અંદાજ છે કે  2023 સુધી પુરવઠા વૃધ્ધિ 1 ટકા કરતાં નીચે રહે તેમ છે.  અને તે પુરવઠામાં લાંબાગાળાના સરેરાશ બદલાવ 1.4 ટકા કરતાં ઓછો છે. “.

સીબીઆરઇનું આ તાજેતરનું ભોગવટા અનુમાન વાસ્તવમાં  તેના ડિસેમ્બરમાં કરાયેલા અનુમાન કરતાં સહેજ ઓછો છે. તે વખતે, રાષ્ટ્રીય ભોગવટા સરેરાશ વર્ષના પ્રથમ અડધામાં 44.4 ટકા અને તે પછીના અડધા ભાગમાં 55.7 ટકા રહેવાની આશા હતી.