મે મહિનામાં બેયર્ડ/એસટીઆર હોટેલ સ્ટોક ઈન્ડેક્સમાં 2.8 ટકાનો વધારો

સમરટાઇમ ટ્રાવેલમાં વધારો થવાની સંભાવનાને કારણે રોકાણકારોના વિશ્વાસમાં વધારો

0
633
ધી બેયર્ડ/એસટીઆર હોટેલ સ્ટોક ઈન્ડેક્સ એપ્રિલમાં 3.2 ટકા વધ્યો પછી મે મહિનામાં 2.8 ટકા ઘટ્યો હતો. એસટીઆર અનુસાર હાલના સમય સુધીમાં ઈન્ડેક્સમાં 12.6 ટકા સુધીનો ઉતારચઢાવ જોવા મળ્યો હતો.

ધી બેયર્ડ/એસટીઆર હોટેલ સ્ટોક ઈન્ડેક્સ મે મહિનામાં થોડોક ઘટ્યો હતો, એસટીઆર અનુસાર તેમાં 2.8 ટકાનો ઘટાડો થયો હતો. રોકાણકારોને આશા છે કે આ ઉનાળે ફરવા આવનારાઓની સંખ્યામાં વધારો થવાને પગલે લેઝર ટ્રાવેલમાં વધારો જોવા મળી શકશે.

આ વર્ષે અત્યાર સુધી આ ઈન્ડેક્સ 12.6 ટકા ઉપર રહ્યો હતો તેમ એસટીઆર જણાવે છે. મે મહિના દરમિયાન ધી બેયર્ડ/એસટીઆર ઈન્ડેક્સમાં એસએન્ડપી 500માં કડાકાને પગલે ઘટાડો જોવા મળ્યો હતો, જે 0.5 ટકા વધ્યો હતો. એમએસસીઆઈ યુએસ આરઈઆઈટી ઈન્ડેક્સ, જે 0.8ટકા વધ્યો હતો. હોટેલ બ્રાન્ડ સબ ઈન્ડેક્સ એપ્રિલથી લઇને અત્યાર સુધાં 2.2 ટકા ઘટ્યો, જે સરેરાશ ઈન્ડેક્સમાં 3.2 ટકાનો વધારો દર્શાવે છે. હોટેલ આરઈઆઈટી સબ ઈન્ડેક્સ 4.5 ટકા ઘટ્યો હતો.

“હોટેલ સ્ટોક્સમાં મે મહિનામાં ઘટાડો જોવા મળ્યો હતો અને તેઓ પોતાની સમકક્ષ બેન્ચમાર્કમાં સળંગ ત્રીજા મહિને નરમ દેખાવ કરી રહ્યા હતા, તેમ માઇકલ બેલીસારીઓ, સિનિયર હોટેલ રીસર્ચ એનાલિસ્ટ અને ડિરેક્ટર, બેયર્ડ કહે છે. તેમણે ઉમેર્યું હતું કે વ્યાપકપણે ફરી શરૂ થવાને પગલે પણ હોટેલ શેર્સમાં અનેક ઉતારચઢાવ જોવા મળી રહ્યાં છે. આ વર્ષે પ્રવાસીઓ ફરી શરૂ થતાં વેપાર વધતા વચગાળાનો લાભ મળવાની આશા રહી છે.

ઉનાળાના આવનારા અઠવાડિયાઓમાં અમેરિકાની હોટેલો કેવો વેપાર કરે છે તેની પર રોકાણકારો સહિતના અનેક લોકોનો આશાવાદ ટકી રહ્યો છે, તેમ અમાન્ડા હિતે, એસટીઆરના પ્રમુખે કહ્યું હતું.

“વિવિધ માર્કેટમાં લેઝર ડિમાન્ડમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે અને મેમોરીયલ ડેની પહેલાનો શનિવાર તો દેશમાં સૌથી વધારે ઓક્યુપન્સી લેવલવાળો, 83 ટકા, રહ્યો હતો. જે 2019ના ચતુર્થ ત્રિમાસિકગાળા પછીનો સૌથી ઉંચો વધારો હતો. હાલના સમયે મોટાભાગના હોટેલવાળાઓને આશા છે કે ઉનાળા દરમિયાન ફરવા નિકળી પડનારાઓની સંખ્યામાં વધારો થવાને પગલે હોટેલ ઉદ્યોગને વધારે વેપાર મળવાની આશા રહી છે. દેશના મેટ્રો અને ટોચના બજારોમાં પણ ઓરડાઓની માંગમાં વધારો થવાની ધારણા રહેલી છે, તેમ હિતેએ જણાવ્યું હતું.