Skip to content

Search

Latest Stories

કોરોનાની કટોકટીમાં સંવાદના કૌશલ્યનું મહત્ત્વ

કર્મચારીઓ માટે પ્રામાણિકતા અને કંપનીના નેતૃત્વનું આયોજન જરૂરી

કોઇપણ કટોકટીપૂર્ણ સંજોગોમાં નોકરીદાતા અને કર્મચારીઓ વચ્ચે સંપર્ક કે ચર્ચા ખૂબજ મહત્ત્વના હોય છે અને તેનાથી સફળતા મેળવી શકાય છે. આ કોરોનાની કટોકટીનો સમય અર્થતંત્રની મંદીનું કારણ છે એ સાચું, પરંતુ જ્યારે તમે સામાજિક અંતર જાળવતા હો ત્યારે સંપર્કમાં પણ સમસ્યા આવી શકે છે. ઘણા હોટેલ માલિકો અને સંચાલકો માટે અલગ અલગ સ્થળેથી તેમની મિલકતોનું સંચાલન કરવાનું ફરજિયાત બન્યું છે.

મેરીલેન્ડમાં કોલમ્બિયા ખાતે બેવૂડ હોટેલ્સના પ્રેસિડેન્ટ એ આઇ પટેલ કહે છે કે, અમારા કર્મચારીઓ સાથે સંપર્ક માટેનો મુખ્ય સ્ત્રોત ટેકનોલોજી આધારિત હોવાથી અમે તેના પર નિર્ભર છીએ. અમારા વિસ્તારો અને વિભાગોમાં સંયોજન માટે દરરોજ અને અઠવાડિક વીડિયોથી સંભવ બને છે. અમારા રોજબરોજના કાર્યોમાં ફોન મહત્ત્વની ભૂમિકા ભજવે છે.


હ્યુસ્ટનમાં ડેવલપમેન્ટ ફોર પેલેસ ઇન ફ્રેન્ચાઇઝિંગના વાઇસ પ્રેસિડેન્ટ રાજ દાસ પણ સ્થિતિ આવી જ છે. તેઓ કહે છે કે, ‘શક્ય હોય ત્યાં સુધી અમે અમારા કર્મચારીઓ સાથે સીધા સંપર્કમાં આવવાનું ટાળીએ છીએ. કર્મચારીઓ અને ફ્રેન્ચાઇઝીની સુરક્ષા એ પાછળની નીતિ છે. અમારું કામ વધતા અમે અમારા કર્મચારીઓની પાસે સુરક્ષા માટે યોગ્ય સાધનો અને સલામતી માટે ઉપયોગી વસ્તુઓ હોય તે બાબત ખાતરી રાખીએ છીએ. આ ઉપરાંત તેઓ માર્ગદર્શિકા પ્રમાણે તાલિમબદ્ધ, સલામત અને સ્વસ્થ રહે તે પણ એટલું જ જરૂરી છે. અમારા મોટાભાગના ફ્રેન્ચાઇઝી માલિક-સંચાલકો જ છે, તેઓ જે તે પ્રોપર્ટીના સ્થળે જ રહે છે અને તેમના કર્મચારીઓ સ્વસ્થ રહે તે માટે અંગત રસ દાખવી રહ્યા છે.’

પ્રત્યક્ષ સંપર્કની પદ્ધતિઓનું પણ મહત્ત્વ તો છે જ. પરંતું જે રીતે મેસેજ બનાવાય, તે માટાન શબ્દોની પસંદગી કરાય, તે પણ એટલું જ મહત્ત્વનું છે, ખાસ કરીને હોટેલ માલિકો ઉપર તેમના કર્મચારીઓને છૂટા કરવાનું દબાણ હોય તેવા સંજોગોમાં. મોબાઇલ હોટેલ પ્રોપર્ટી મેનેજમેન્ટ સોફ્ટવેર ડેવલપર StaynTouch.comના આર્ટિકલ મુજબ, કર્મચારીઓ જ્યારે પોતાની જોબ્સ વિષે અસલામતી અનુભવતા હોય તેવા સમયે પ્રમાણિકતા તેમની સાથે અસરકારક રીતે સંપર્કનું મુખ્ય પાસુ છે.

આ આર્ટિકલમાં જણાવ્યું છે કે, ‘તમે ખોટું કામ કરવા અથવા તમારા હિતધારકો નારાજ થાય તેવું કરવાના હો કે કઈંક ખોટું કરવાનો ડર હોય ત્યારે તમે કદાચ એવું ઈચ્છો કે કોઈ માહિતી જાહેર નહીં કરવી અથવા તો એને કૃત્રિમ રીતે રજૂ કરવી. આવી ઈચ્છાને તાબે થશો નહીં, એવું જણાવતા આર્ટીકલમાં વધુમાં કહેવાયું છે કે તમે પારદર્શક અને સંવેદનશીલ રહો તે જરૂરી છે. તમે કટોકટીની સ્થિતિ અંગેની શક્ય એટલી વધુ માહિતી અને તે સ્થિતિ પ્રત્યેનો તમારો પ્રતિભાવ રજૂ કરો તે મહત્ત્વનું છે. ભૂલો હોય તો એ ઝડપથી સ્વીકારવા અને સુધારવાનું જરૂરી છે, તેના સંભવિત પ્રત્યાઘાતો વિષે તમે જાણતા હો તો પણ.

એ પણ મહત્ત્વનું છે કે, કર્મચારીઓને કંપનીના મુખ્ય હિતધારક જૂથ તરીકે ધ્યાનમાં રાખવા જોઇએ અને તેમને કંપનીના આયોજનોથી માહિતગાર કરતા રહેવા જોઇએ.

આર્ટીકલમાં જણાવાયું છે કે, હોટેલિયર્સ અવારનવાર તેમના ગ્રાહકો સાથે સીધા સંપર્કમાં આવતા હોય છે અને તેથી સ્વચ્છતા તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા હોય છે. તેમને તમારી બ્રાંડના કોરોના વાઇરસ અંગેના મેસેજીંગ, પ્રતિભાવની સ્ટ્રેટેજી કે પ્રોટોકોલ્સ વિષે જાણ નહીં હોય તો બહારના લોકો સાથેનો સંવાદ વધુ મુશ્કેલ બનશે અને તેના કારણે લોકો જોખમમાં મુકાઈ શકે છે.

આ સમગ્ર ઉદ્યોગમાં કર્મચારીઓને છૂટા કરવાના અને તેમને લાંબી રજા પર મોકલવાના અનેક કિસ્સાઓના કારણે તેઓ નિરાશ, હતાશ થયા હોય ત્યારે તેઓ કંપનીના નેતૃત્વ પાસે ભરોસાની અપેક્ષા રાખે છે.

આર્ટિકલમાં જણાવાયું છે કે, અત્રે એ મહત્વનું છે કે તમે તમારા કર્મચારીઓ સાથે વ્યાપક રીતે વહેલાસર અને વારંવાર સંપર્કમાં રહો, અને સાથે શક્ય હોય તો તમામ બાબતે પારદર્શક રહો. પછી ભલે તમારે સમસ્યારૂપ કે ખરાબ સમાચાર કેમ આપવાના ન હોય.

આ આર્ટીકલમાં મેરિયટ ઇન્ટરનેશનલના સીઇઓ આર્ન સોરેનસનના કપંનીના કર્મચારીઓ મોકલવામાં આવેલા વીડિયો મેસેજનો ઉલ્લેખ કરાયો છે, જેમાં આ મહામારીને કારણે કંપનીના બિઝનેસ પર પડેલી અસરની વિસ્તૃત વિગતો અપાઈ છે.

આ વીડિયોમાં સોરેનસને આ મહામારીની અસર અંગેની વાતો જરા પણ હળવાશથી નથી કરી. તેણે જણાવ્યું છે કે, સામાન્ય સંજોગોમાં હોય તેના કરતા કંપનીની આવકો 75 ટકા ઓછી થઇ છે. તેમણે મેરિયટના બે તૃતિયાંશ જેટલા કર્મચારીઓને પગાર વિના લાંબી રજા પર મોકલવાની જરૂર અંગે જણાવ્યું છે. અને આ મહામારી 9/11ની ઘટના તથા 2008ની આર્થિક મંદી, બન્નેને સંયુક્ત રીતે ગણો તો તેના કરતા પણ વધુ ગંભીર હોવાનું આર્ટીકલમાં કહ્યું છે. જોકે, તેમણે પોતાની વાત ખરી સંવેદનશીલતા અને સમજપૂર્વક કરીને મેરિયટને આગળ લઇ જવા માટે આકરા પગલા તથા વધુ લોકોને લે-ઓફ આપવાનું નિવારવા પોતે પોતાનો પગાર જતો કર્યાનું પણ જણાવ્યું હતું. સોરેનસનના અવાજમાં પ્રામાણિકતાના રણકાએ તેમની બ્રાંડની પ્રતિષ્ઠા અને વિશ્વસનિયતાને વધુ મજબૂત બનાવી હતી અને તેના સંબોધનને કટોકટીના સંજોગોમાં સારૂં નેતૃત્ત્વનું એક મહત્ત્વનું ઉદાહરણ ગણાવાયું છે.

More for you