AHLA અને ક્વેસ્ટેક્સનો ધ હોસ્પિટાલિટી શો માટે સહયોગ

ઉદ્યોગના બધા હિસ્સેદારો ઇવેન્ટમાં હાજરી આપે તેવી સંભાવના

0
957
ધ અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિયેશન એન્ડ ઇન્ફોર્મેશન સર્વિસિસ(AHLA) અને ઇવેન્ટ કંપની ક્વેસ્ટેક્સ ધ હોસ્પિટાલિટી શોનું આયોજન કરવાની છે. આ ત્રણ દિવસનો શો 27થી 29 જુન 2023 દરમિયાન લાસવેગાસમાં યોજાશે.

ધ અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિયેશન ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની ક્વેસ્ટેક્સ સાથેના સહયોગમાં ધ હોસ્પિટાલિટી શોનું આયોજન કરવાની છે. આ શોમાં નિષ્ણાત સ્પીકરોનું સેશન્સ હશે, પર્સનલાઇઝ્ડ બિઝનેસ મેચમેકિંગ ઉપરાંત ઘણી બધી નેટવર્કિંગની તકો પણ મળશે, એમ એએચએલએ જણાવ્યું હતું.

AHLA 27થી 29 જુન 2023 દરમિયાન લાસ વેગાસમાં ધ વેનેટિયન હોટેલ એન્ડ કેસિનો ખાતે ધ હોસ્પિટાલિટી શોનું આયોજન કરશે. આ ત્રિદિવસીય ઇવેન્ટમાં ઉદ્યોગના બધા હિસ્સેદારો હાજરી આપે તેમ મનાય છે.

AHLAના પ્રમુખ અને સીઇઓ ચિપ રોજર્સે જણાવ્યું હતું કે AHLA સમગ્ર હોટેલ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરે છે. અમે AHLA ખાતે અમારા બધાના અવાજને એક પ્લેટફોર્મ આપીએ છે અને તેમની તકલીફો સાંભળીએ છીએ. તેની સાથે ઉદ્યોગના આગેવાનો ઉદ્યોગની વૃદ્ધિ માટે માર્ગદર્શન આપે છે. ધ હોસ્પિટાલિટી શો સંપૂર્ણપણે નવી હોસ્પિટાલિટી ઇવેન્ટ અનુભવવાળો હશે, તે હોસ્પિટાલિટી ઉદ્યોગની જરૂરિયાતો માટે વન સ્ટોપ શોપ હશે. તેમા વિવિધ હિસ્સેદારોને એકબીજા સાથે મળવાની, શીખવાની અને કારોબાર કરવાની તક મળશે. અમે આ શોને વર્ષની અત્યંત મહત્વની હોટેલ ઇવેન્ટ બનાવવા માંગીએ છીએ અને તેથી ક્વેસ્ટેક્સ સાથે ભાગીદારી કરતા રોમાંચિત છીએ અને આ અત્યંત મહત્વનું કાર્ય સોંપ્યું છે.

ક્વેસ્ટેક્સ હોસ્પિટાલિટી ગ્રુપના પ્રમુખ એલેક્સી ખજવીએ જણાવ્યું હતું કે કંપની આ પ્રકારના શોના આયોજનની યજમાન બની તે બદલ ગૌરવ અનુભવી રહી છે. હોસ્પિટાલિટી શો ઉદ્યોગના બધા જ પ્રકારના હોસ્પિટાલિટી પ્રોફેશનલ્સને એક જ મંચ પર લાવશે, રિલેશનશિપ વિકસાવશે અને ધંધાકીય તકો પણ વધારશે. ઉદ્યોગની ઇવેન્ટ યોજવાનો સમયગાળો પણ એકદમ યોગ્ય છે. સમગ્ર ઇકોસિસ્ટ એક જ સ્થળે હશે.

ક્વેસ્ટેક્સ આ ઉપરાંત ઇન્ટરનેશનલ હોસ્પિટાલિટી ઇન્વેસ્ટમેન્ટ ફોરમ (આઇએચઆઇએફ) પણ યોજશે અને કેટલાક સ્પેશ્યાલિટી ક્યુરેટેડ બાયર-સેલર ઇવેન્ટ્સ જેવી હોટેક ડિઝાઇન પણ યોજશે. AHLA ફાઉન્ડેશને તાજેતરમાં હોટેલ ઉદ્યોગ માટે ટ્રાફિકિંગ પ્રીવેન્શન કાર્યક્રમ લોન્ચ કર્યો હતો.