Skip to content

Search

Latest Stories

AAHOAએ ‘ElevateHER’ની અનોખી પહેલ લોન્ચ કરી

આ કાર્યક્રમ મહિલા હોટેલિયરો અને એક્ઝિક્યુટિવ્સ માટે નેટવર્કિંગ અને શૈક્ષણિક તકો પ્રદાન કરશે

AAHOAએ ‘ElevateHER’ની અનોખી પહેલ લોન્ચ કરી

AAHOA ની "એલિવેટહર વિમેન્સ ઇનિશિયેટિવ ટુ વુમન હોટેલિયર્સ અને લીડર્સ ઇન ધ ઇન્ડસ્ટ્રીને હાઇલાઇટ અને સપોર્ટ કરવા માટે," મંગળવારે લોન્ચ કરવામાં આવી છે, જે મહિલા હોટેલીયર્સ અને હોસ્પિટાલિટી ઉદ્યોગના વ્યાવસાયિકો માટે નેટવર્કિંગ અને શૈક્ષણિક તકો પ્રદાન કરશે.

મહિલાઓને હોસ્પિટાલિટી સેક્ટરમાં પ્રોત્સાહિત કરવાના હેતુથી AAHOAએ હાથ ધરેલો નવો પ્રોજેક્ટ એલિવેટર વીમેન્સ ઇનિશિયેટિવ ઉદ્યોગમાં મહિલા હોટેલિયર્સ અને લીડર્સને હાઇલાટ કરવાની સાથે સપોર્ટ પૂરો પાડશે. મંગળવારે શરૂ કરાયેલી આ પહેલ મહિલા હોટેલિયર્સ અને હોસ્પિટાલિટી ઉદ્યોગના વ્યવસાયિકો માટે નેટવર્કિંગ અને શૈક્ષણિક તકો પ્રદાન કરશે.


ElevateHER ના ભાગ રૂપે, AAHOA સિનસિનાટીમાં 26 થી 27 ઓક્ટોબરના રોજ મહિલા હોટેલીયર્સ એલિવેટહર કોન્ફરન્સનું આયોજન કરી રહ્યું છે. આ પરિષદ શિક્ષણ, પ્રેરણા અને સશક્તિકરણ માટે AAHOA ના મહિલા હોટેલીયર્સ સમુદાયને એકસાથે લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

AAHOA ના મેમાં નીમાયેલા પ્રથમ પૂર્ણકાલીન મહિલા પ્રમુખ અને સીઇઓ લૌરા લી બ્લેકે જણાવ્યું હતું કે, “આતિથ્યના દરેક સ્તરે મહિલાઓ જે મહત્વપૂર્ણ કાર્ય કરી રહી છે તેની ઉજવણી કરવા માટે AAHOA ગર્વ અનુભવે છે, અને આ પહેલ AAHOAની મહિલાઓ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા અને ઉદ્યોગમાં તેમના યોગદાન પર વધુ ભાર આપે છે.“હજુ પણ ઘણું કામ કરવાનું બાકી છે, ત્યારે AAHOAએ મહિલાઓને ઉદ્યોગની ઇવેન્ટ્સમાં કરેલીનોંધપાત્ર પ્રગતિ જુએ છે, બોર્ડરૂમમાં મહિલાઓને સાંભળવામાં આવે છે અને કાર્યસ્થળે તેમની ઉપયોગિતા મૂલ્યવાન છે. ElevateHER  મહિલાઓની આ સિદ્ધિઓની ઉજવણી કરે છે અને ઉદ્યોગમાં મહિલાઓને ઉન્નત અને સહાયક બનાવવા માટે અમારા સંગઠનના કાર્યને આગળ વધારશે.”

ElevateHER  મહિલાઓને હોસ્પિટાલિટી ઉદ્યોગમાં નામના કરે તે રીતે ડિઝાઇન કરવામાં આવી છે, એમ AAHOAએ જણાવ્યું હતું.

"મહિલાઓ હોસ્પિટાલીના તમામ ક્ષેત્રોમાં સક્રિય ભૂમિકા ભજવે છે. ફ્રન્ટ ડેસ્ક પર મહેમાનોને આવકારવાથી લઈને હોટેલ પ્રોપર્ટીની માલિકી તથા સંચાલન સુધી તેમની મહત્વની ભૂમિકાઓ છે. ફક્ત એટલું જ નહી હાઉસકીપિંગની સેવાઓમાં પણ મહિલાઓ સારી કામગીરી બજાવી રહી છે. આમ મહિલા હોટેલિયર્સ ઉદ્યોગમાં તેમની છાપ છોડવાનું જારી રાખશે, એમ AAHOAના સીએચઓ તથા ઇસ્ટર્ન ડિવિઝનના ફિમેલ ડિરેક્ટર લીના પટેલે જણાવ્યું હતું.

આ પહેલ છેવટે આ ક્ષેત્રની તમામ મહિલાઓના પ્રયાસને વધારે સમર્થન આપશે અVે આગામી પેઢીઓ માટે વધુ સ્થિરતા અને તકો સુનિશ્ચિત કરશે, એમ એસોસિયેશને તેના નિવેદનમાં જણાવ્યું હતું.

AAHOAના અધ્યક્ષ નીલ પટેલે જણાવ્યું હતું કે મહિલાઓ ઉદ્યોગની કરોડરજ્જુ છે. AAHOAએ જાણે છે કે હોસ્પિટાલિટી ઉદ્યોગમાં મહિલાઓને આગળ વધારવાની પહેલનું કેટલું મહત્વ છે. મને એસોસિયેશનમાં અને ઉદ્યોગમાં મોટાપાયા પર વધુને મહિલા હોટેલિયર્સને ટોચના નેતૃત્વના હોદ્દા પર જોવાનો ગર્વ છે.

નવી પહેલ એ AAHOAના ઉદ્યોગમાં મહિલાઓના અવાજનો વ્યાપક બનાવવાના લાંબા ઇતિહાસનો ભાગ છે, એમ AAHOAના પશ્ચિમ વિભાગના મહિલા નિયામક તેજસ પટેલે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે AAHOAનો આ એકદમ નવો ElevateHER પ્રોગ્રામ વધુને વધુ મહિલાઓને આતિથ્યના ભાવિને આકાર આપવા અને તેમની કારકિર્દીને આગળ વધારવા માટે આમંત્રિત કરે છે. 2022માં મહિલા હોટેલિયર્સ એલિવેટહર કોન્ફરન્સનો હેતુ મહિલા હોટેલિયર્સનો વ્યાપ વધારવાનો અને આતિથ્યમાં વ્યવસાયિક અને વ્યક્તિગત રીતે શું શક્ય છે તે જોવાનો રહેશે.

More for you

Small Hotels Struggle With Guest Acquisition

Study: Guest acquisition lags at small hotels

Summary:

  • 16 percent of small accommodation businesses focus on attracting guests, SiteMinder finds.
  • 40 percent cite knowledge gaps as a barrier to adopting booking technology.
  • Next-gen Little Hotelier adds tools once limited to larger properties.

ONLY 16 PERCENT of small accommodations worldwide spend more time attracting guests, while 49 percent focus on daily operations, according to a SiteMinder study. Although 53 percent would prefer to focus on guest acquisition, they remain occupied with property management tasks.

Keep ReadingShow less