ઇવીપાસપોર્ટે ખાસ હોટેલ્સ માટે ક્લાઉડ આધારિત સર્વિસ લોન્ચ કરી

આ પ્લેટફોર્મ દર્શાવ્યું છે કે ઇવી ડ્રાઇવર્સ હોટેલ્સની સર્વિસિસ સાથે ઓનલાઇન જોડાઈ શકે છે

0
726
હૂમેન શાહિદીના સહસ્થાપક અને ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ હાર્ડવેર અને સોફ્ટવેર પ્રોડ્યુસર ઇવીપાસપોર્ટના પ્રમુખે જણાવ્યું હતું કે કંપનીનો નવો ઇવીપાસપપોર્ટ હોટેલ ક્લાઉડ ઇવી ડ્રાઇવર્સને તેઓ જે હોટેલ્સમાં રહેવાના હશે તેની સાથે જોડશે.

સમગ્ર અમેરિકામાં હોટેલ્સમાં હવે ઇલેક્ટ્રિકલ વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન્સને ફિક્સ્ચર કરવાનું પ્રમાણ વધી રહ્યુ છે. ઇવી ચાર્જિંગ હાર્ડવેર અને સોફ્ટવેર પ્રોડ્યુસર ઇવીપાસપોર્ટે તાજેતરમાં નવી ક્લાઉડ આધારિત સિસ્ટમ જારી કરે છે જે યુઝર્સને હોટેલ્સ ગેસ્ટ સર્વિસિસ પ્લેટફોર્મ સાથે જોડે છે.

ઇવી પાસપોર્ટ હોટેલ ક્લાઉડ કંપનીના ક્લાઉડ પ્લેટફોર્મનું વેરિયેશન છે. તેને ખાસ હોસ્પિટાલિટી ઉદ્યોગ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તે સરળ ચાર્જ ઉપરાંત બીજા કેટલાક વિકલ્પ પૂરા પાડે છે. મહેમાનો તેનો ઉપયોગ ઇવી ચાર્જિંગ લોકેશન મેપ્સ અને એપ્સ ધરાવતી હોટેલ શોધવા કરી શકે છે. તેના દ્વારા માલિકોને ચાર્જિંગ પ્રાઇસીસ નક્કી કરવામાં મદદ મળે છે, તેના દ્વારા તેઓ ઊર્જા ઉપયોગની વિગતો મેળવી શકે છે તથા અર્નિંગ હિસ્ટરી જાણીને કાર્બન ઓફસેટ મેળવી શકે છે.

ઇવીપાસપોર્ટ હોટેલ ક્લાઉડ સ્કેન એન્ડ ચાર્જની ક્યુઆર કોડ ટેકનોલોજી ગ્રાહકોને ફોબ્સ, એપ્સ કે કાર્ડની જરૂરિયાત વગર ચૂકવણીની છૂટ આપે છે. હોટેલ્સને પણ તેના દ્વારા તેના સ્ટેશનોથી વધારાની આવક થાય છે, જેમાં તે હોટેલનું નામ, લોગો અને કલર્સ લગાવી શકે છે.

તમારી હોટેલનું ઇવી ચાર્જર બધી જ વસ્તુ ઓટોમેટિકલી કરવા લાગે તો કેવુ લાગે, તેની મદદથી તમને રૂમમાં ગેસ્ટ છે તે ચેક કરી શકો, તમારા ખાતામાં કેટલાક વધારાના લોયલ્ટી પોઇન્ટ મેળવી શકો, સ્પા માટે ડિસ્કાઉન્ટ મેળવી શકો અથવા તો કાર્બન ઓફસેટની ગણતરી કરી શકો, આ બધુ તમારા સ્માર્ટફોન પર ઉપલબ્ધ હોય અને તે પણ ઇવીને ચાર્જ કરવા દરમિયાન જ મળી જાય?  એમ ઇવીપાસપોર્ટના સહસ્થાપક અને પ્રેસિડેન્ટ હૂમેન શાહિદીએ જણાવ્યું હતું. હોટેલ ક્લાઉડ આ જ કરે છે. તેની સાથે રોમાંચક હકીકત એ છે કે આ ટેકનોલોજી ક્લાઉડ દ્વારા અપડેટે થયેલી હોવાથી તેના પર આવનારી નવી એપ્લિકેશન્સ અને ટેકનોલોજીઓથી તમને અપડેટ રાખશે. તેની સાથે તમારી હોટેલ્સ અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ રહે તે સુનિશ્ચિત કરશે.

શાહિદીએ જણાવ્યું હતુ કે તેમને આશા છે કે હોટેલ ઉદ્યોગ નવી ટેકનોલોજીને અપનાવશે. ઇવીપાસોર્ટની એડવાઇઝરી બોર્ડ મેમ્બર તથા માર્કસ હોટેલ્સ એન્ડ રિઝોર્ટ્સના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ એન્ડ્રીય ફોસ્ટરે જણાવ્યું હતું કે હોટેલ ઉદ્યોગમાં ટેકનોલોજી એડોપ્શન ટ્રેન્ડ જારી રહેશે અને વેગ પામતો રહેશે. છેલ્લા કેટલાક વર્ષોથી આ ટ્રેન્ડ જોવા મળ્યો છે. આ અમારી તક છે. હોટેલિયરો ઇવીપાસપોર્ટ ક્લાઉડ સાથે જોડાતા તેમને ઇવી માર્કેટની સ્પર્ધાત્મકતાનો ફાયદો મળશે, એટલું જ નહી આ સોફ્ટવેર પૂરી ક્ષમતા આપશે તથા ઉદ્યોગ ભવિષ્યમાં પણ વૃદ્ધિ વેગ પરશે.

યુ.એસ. ટ્રાવેલ એસોસિયેશને જણાવ્યું હતું કે બાઇડેન વહીવટીતંત્ર નેશનલ ઇલેક્ટ્રિક વ્હીકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોગ્રામ હેઠળ નેશનલ ઇવી ચાર્જિંગ નેટવર્કમાં ફાઉન્ડેશનલ રોકાણ કરશે.