બન્યને ફ્લોરિડામાં ફોર્ટ લોડેરેબલની કિમ્પ્ટન હોટેલ વેચી

3.53 કરોડ ડોલરના ડીલ દ્વારા રોકાણકારોને 49.4 ટકા વળતર મળવાની આશા

0
681
બન્યન ઇન્વેસ્ટમેન્ટ ગ્રુપે ફ્લોરિડામાં ફોર્ટ લોડરેબલ બીચની 96 રૂમની કિમ્પટન ગૂડલેન્ડ હોટેલ ડાયમંડરોક હોસ્પિટાલિટી કંપનીને 3.53 કરોડ ડોલરમાં વેચી

બન્યન ઇન્વેસ્ટમેન્ટ ગ્રુપે તાજેતરમાં ફ્લોરિડા ખાતે લોડરેબલ બીચ પર આવેલી કિમ્પ્ટન ગૂડલેન્ડ હોટેલ ડાયમંડરોક હોસ્પિટાલિટીને 3.53 કરોડ ડોલરમાં વેચી છે. આ વેચાણના લીધે મેનેજિંગ પાર્ટનર તરીકેની એન્ડી ચોપરાની આગેવાની હેઠળની એટલાન્ટા સ્થિત કંપનીના રોકાણકારોને નોંધપાત્ર વળતર પૂરું પાડશે તેમ મનાય છે.

96 રૂમની આ હોટેલ લાસ ઓલાસ અને સેબાસ્ટિયન સ્ટ્રીટ બીચ પાર્ક, બોનેટ હાઉસ મ્યુઝિયમ અને ગાર્ડન્સ, સી ટર્ટલ ઓપી હેડક્વાર્ટર્સ અને અનેકવિધ શોપ અને ઇટરીઝની નજીક છે. હોટેલની સગવડોમાં આઉટડોર, હીટેડ પૂલ, ફિટનેસ સેન્ટર, લોનર બીચ ક્રુઇઝર્સ અને બીચ આઇટેમ્સનો સમાવેશ થાય છે, તેમા બોગી બોર્ડથી લઈને ફોલ્ડિંગ ચેરનો સમાવેસ થાય છે. ફૂડ એન્ડ બેવરેજીસના વિકલ્પોમાં જોઈએ તો ફૂડ એન્ડ ટિકી થીમ્ડ કોકટેઇલ ગૂડલેન્ડમાં બોટનિક ખાતે અપાય છે અથવા પૂલસાઇડ ડ્રિન્ક્સ અને ગૂડ બાર ખાતે નાસ્તો પૂરો પડાય છે.

સામાન્ય રીતે કંપની લાંબા ગાળા માટે ડીલ હોલ્ડ કરવાનું આયોજન ધરાવતી હોય છે, એમ ચોપરાએ જણાવ્યું હતું. પણ બદલાયેલી શરતોના લીધે બન્યનના રોકાણકારોને 49.4 ટકાના આંતરિક દરે વળતર મળતું હોવાથી આ ડીલ કરવામાં આવ્યું છે.

ચોપરાએ જણાવ્યું હતું કે વ્યાપક માર્કેટ અભ્યાસના લીધે અમે તે માનવા પ્રેરાયા છે કે સાઉથ ફ્લોરિડા ટ્રાવેલમાં ઝડપથી રિબાઉન્ડ થશે અને અમે ગણતરીપૂર્વકનું જોખમ લઈને 2020ના ચોથા ક્વાર્ટરમાં આ પ્રોપર્ટી ખરીદી હતી, ટ્રાવેલ વોલ્યુમ ઓછા હતા અને રસીકરણ પણ થયું ન હતું ત્યારે આ પ્રોપર્ટી ખરીદવામાં આવી હતી. અમારું રિસર્ચ ચોકસાઈવાળુ પુરવાર થયુ, આ હકીકતનો પુરાવો તેના પરથી જ મળે છે જ્યારે અમે અમારા મૂળ ખરીદભાવથી ઉપરના ભાવે હોટેલ વેચવા ડાયમંડરોકનો સંપર્ક સાધ્યો હતો. અમે સામાન્ય રીતે હોસ્પિટાલિટી એસેટ્સની વાત આવે છે ત્યારે લાંબા ગાળા માટે હોલ્ડિંગ કરવા પર ધ્યાન આપીએ છીએ. અમે અમારી મિલકતોના તકવાદી વેચાણ કરવાની ઇચ્છામાં સંતુલન રાખીએ છીએ.

ગયા વર્ષના અંતે બન્યને બે કરોડ ડોલરના બન્યન લોજિંગ એન્હાન્સ્ડ વેલ્યુ ફંડના ક્લોઝિંગની જાહેરાત કરી હતી આ ફંડ બીએલઇવી કે બીલિવ તરીકે પણ જાણીતું છે. આ ફંડ રોકાણકારોને કોવિડ-19ના સમયગાળામાં અસર પામેલી હોટેલ ખરીદવાની તક પૂરી પાડે છે. ગ્રુપે જણાવ્યું હતું કે ફર્સ્ટ ક્લોઝિંગમા જ અમે રોગચાળા દરમિયાન હસ્તગત કરેલી હોટેલોમાં રોકેલી મૂડીની અડધા ઉપરાંતની મૂડી મેળવી લીધી છે.