મુસાફરીને પ્રોત્સાહન આપવા AHLA ઝુંબેશ ફરી શરૂ કરી

‘હોસ્પિટાલિટી ઇઝ વર્કિંગ’ હેઠળ હોટલના સામુદાયિક લાભોને પ્રોત્સાહન આપવામાં આવશે

0
897
ધ અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશન દ્વારા શરૂ કરવામાં આવેલ “હોસ્પિટાલિટી ઇઝ વર્કિંગ” ઝુંબેશ દેશભરની હોટેલો દ્વારા આપવામાં આવતા આર્થિક અને સામુદાયિક લાભો દર્શાવે છે.

અમેરિકન હોટેલ અને લોજિંગ એસોસિએશને કરેલ એક નિવેદન મુજબ હોટેલ્સના કર્મચારીઓ, મહેમાનો અને સમુદાયો પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરવા માટે તેમણે “હોસ્પિટાલિટી ઇઝ વર્કિંગ” અભિયાન ફરીથી શરૂ કર્યું. આ ઝુંબેશનો ઉદેશ્ય પ્રવાસીઓને ફરી સાથે જોડવાનો અને સમગ્ર યુ.એસ.માં પડોશમાં હોટલ દ્વારા આપવામાં આવતા આર્થિક અને સામુદાયિક લાભોનું પ્રદર્શન કરવાનો છે.

જેમ જેમ વધુ અમેરિકનો મુસાફરી કરવાનું શરૂ કરે છે, તેમ આ પહેલ હોટેલ્સ દ્વારા તેઓ જે સમુદાયોને સેવા આપે છે તે લાભોની વ્યાપક શ્રેણીને પ્રકાશિત કરશે અને તેના કર્મચારીઓમાં રોકાણ કરવા, ગુણવત્તાયુક્ત કારકિર્દીની તકો પ્રદાન કરવા અને કર્મચારીઓ અને મહેમાનોનું રક્ષણ કરવા માટે ઉદ્યોગની મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવશે, તેમ AHLA એ જણાવ્યું હતું.

AHLA ના પ્રમુખ અને સીઈઓ ચિપ રોજર્સે જણાવ્યું હતું કે, “આ રીતે દરેક અમેરિકન શહેરના હોટલ કમર્ચારીઓ અને તેમના પરીવારોને ટેકો આપશે અને અમારા સમુદાયોને સેવા આપે છે.” “હોટલો સ્થાનિક અર્થતંત્રને શકિત આપતી સારી નોકરીઓનું સર્જન કરવા માટે અમારા કર્મચારીઓમાં રોકાણ કરી રહી છે. અમે મહેમાનો અને કર્મચારીઓને સુરક્ષિત રાખવા ઈચ્છીએ છીએ. 10માંથી છ હોટલ નાના વ્યવસાયો કરે છે અને તેઓ અન્ય નાની કંપનીઓ માટે વિકાસની સાથે વિકાસની તકો પણ ઊભી કરી રહ્યાં છે. હોટેલો સ્થાનિક, રાજ્ય અને સંઘીય કર દ્વારા મહત્વપૂર્ણ સરકારી સેવાઓને ભંડોળ પૂરું પાડવામાં પણ મદદ કરે છે. કેટલાક એવા સમુદાયો જેમને અમે સેવા આપીએ છીએ તેમના માટે હોટેલ્સ નિશ્ચિતપણે વધુ લાભકારક છે, અને અમે મુસાફરીને પુનર્જીવિત કરવા માંગીએ છીએ, આ માટે અમે સાથે મળીને વિકાસ કરવા આતુર છીએ.”

આ ઝુંબેશના ભાગરૂપે, એસોસિએશન ટેલિવિઝન અને ડિજિટલ જાહેરાત ઉપરાંત સ્થાનિક હોટેલીયર્સ, આર્થિક વિકાસ સંસ્થાઓ અને સમુદાય જૂથો સાથે મળીને દેશભરમાં કાર્યક્રમોનું આયોજન કરશે. હાલમાં હોટેલો 200થી વધુ હોટલ કારકિર્દીના માર્ગો માટે 100,000 થી વધુ કામદારોની ભરતી કરવા માટેની તકો વધારી છે, AHLA અનુસાર.

ઓક્સફોર્ડ ઇકોનોમિક્સ દ્વારા 2019ના વિશ્લેષણમાં જાણવા મળ્યા મુજબ હોટેલોએ વાર્ષિક ધોરણે ફેડરલ, રાજ્ય અને સ્થાનિક ટેક્સમાં $186 બિલિયનનું ઉત્પાદન કર્યું હતું. મહેમાનોએ રોગચાળા પહેલા, તેમના રોકાણ દરમિયાન સ્થાનિક વ્યવસાયો પર પરિવહન, ભોજન, ખરીદી અને અન્ય પ્રવૃત્તિઓ પર દર વર્ષે $278  બિલિયન જેટલો ખર્ચ કર્યો હતો.

એ બાબત પણ ફલિત થાય છે કે જે હોટેલો 100 રૂમ ધરાવતી હોય તેવી હોટલે લગભગ 250 સ્થાનિક નોકરીઓને ટેકો આપ્યો હોવાનું કહી શકાય જ્યારે મહેમાનોએ $18.4 મિલિયન જેટલો ખર્ચ કર્યો હોવાનો અંદાજ છે.

તાજેતરના વિકાસમાં, હોસ્પિટાલિટી ફાયનાન્સિયલ એન્ડ ટેકનોલોજી પ્રોફેશનલ્સ એસોસિએશને બંને સંસ્થાઓને મર્જ કરવાની AHLA દ્વારા કરવામાં આવેલ ઓફરને નમ્રતાપૂર્વક નકારી કાઢી હતી.