એલ્ડરમાને રેડિસન અમેરિકાનું સીઈઓ પદ છોડ્યું

કંપની જ્યાં સુધી આ તેમના બદલે નવી વ્યક્તિને ના શોધી લે ત્યાં સુધી કંપનીના ચીફ કોમર્શિયલ ઓફિસર વચગાળાના સીઈઓ તરીકે કામ કરશે

0
1330
જીમ એલ્ડરમાન, ડાબે, તેમણે રેડિસન હોટેલ ગ્રુપના અમેરિકા ખાતેનું સીઈઓ પદ વધુ સારી તક માટે છોડ્યું છે તેમ કંપની દ્વારા એક નિવેદનમાં જણાવાયું છે. રેડિસનના ચીફ કમર્શિયલ ઓફિસર ટોમ બોય, જમણે, હવે એલ્ડરમાનના બદલે કંપનીમાં વચગાળાના સીઈઓ તરીકે કામગીરી સંભાળશે.

જીમ એલ્ડરમાને રેડિસન હોટેલ ગ્રુપ અમેરિકાના સીઈઓ પદેથી રાજીનામુ આપ્યું છે. કંપની દ્વારા આ અંગે એક નિવેદનમાં જણાવાયું છે કે વધુ સારી તક માટે તેમણે આ પદ છોડ્યું છે. રેડિસનના ચીફ કોમર્શિયલ ઓફિસર ટોમ બોય હવે કંપનીના વગચાળાના સીઇઓ તરીકે જવાબદારી સંભાળશે.

જોકે એલ્ડરમાન હવે કઇ નવી જગ્યાએ જઇ રહ્યાં છે તે અંગે કંપની દ્વારા કોઇ માહિતી જાહેર કરવામાં આવી નથી.

બોય દ્વારા જણાવાયું હતું કે કંપની આગળ વધવા મક્કમ છે. તેન લઇને બોર્ડ અને એક્ઝિક્યુટિવ ટીમ વધારે મહેનત કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે અમારી પાસે રેડિશન હોટેલ ગ્રુપ અમેરિકાસ માટે અસાધારણ ટીમ છે. જેથી કંપની તેના માલિકો, ફ્રેન્ચાઈઝી, ટીમ મેમ્બર્સ અને રોકાણકારો સહિતને વિશ્વાસ છે કે 2022માં કંપની વધુ સફળતા હાંસલ કરશે.

એલ્ડરમાનની સીઈઓ તરીકે માર્ચ 2020માં નિમણૂંક કરવામાં આવી હતી. તેઓ કીન ગ્રીનીના સ્થાને આવ્યા હતા. અંગત કારણોસર કેને કંપનીના અમેરિકા ખાતેના પ્રેસિડેન્ટ તરીકે જવાબદારી છોડી હતી. ગ્રીની હવે આહોઆના સીઈઓ અને પ્રેસિડેન્ટ છે.

કંપની અનુસાર અગાઉ તેઓ એક્સટેન્ડેડ સ્ટે અમેરિકા ખાતે એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે જવાબદારી સંભાળતા હતા. તે અગાઉ ઈએસએ, એલ્ડમાન કિમ્પટન હોટેલ્સ ખાતે ચીફ ડેવલપમેન્ટ ઓફિસર હતા. તેમણે આ સિવાય વિન્ધમ, સ્ટારવૂડ કેપિટલ, ઇન્ટરકોન્ટીનેન્ટલ હોટેલ્સ ગ્રુપ અને એર્ન્સ્ટ એન્ડ યંગ સહિતની કંપનીઓ ખાતે પણ મહત્વની જવાબદારીઓ સંભાળી છે. તેઓ ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીની બેચલરની ડિગ્રી ધરાવે છે. તેઓ ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીના સેન્ટર ઓફ રીયલ એસ્ટેટ એજ્યુકેશનલ એન્ડ રીસર્ચ ખાતેના એક્ઝિક્યુટિવ બોર્ડ મેમ્બર પણ છે.

ડિસેમ્બર, 2020માં એલ્ડરમાનની અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશનમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તરીકે પણ નિમણૂક કરવામાં આવી હતી.

બોય પણ રેડિસનની એક્ઝિક્યુટિવ કમીટીના સભ્ય છે. રેડિસન સાથે જોડાયા અગાઉ તેઓ પોતાની જ કોમર્શિયલ કન્સ્ટલ્ટીંગ અને એડવાઇઝરી બિઝનેસના પ્રેસિડેન્ટ અને સીઈઓ હતા. તેમણે  મોર્ગન્સ હોટેલ ગ્રુપ સાથે સંકળાયેલા હતા અને મહત્વની જવાબદારી સંભાળતા હતા.

સીઈઓ તરીકેના કાર્યકાળ દરમિયાન એન્ડરમાન તેમણે કોરોનાકાળમાંથી રેડિસનને બહાર કાઢીને હાલની સ્થિતિએ પહોંચાડી છે.

આ અંગે રેડિસન હોટેલ ગ્રુપના ગ્લોબલ સ્ટીયરિંગ કમિટીના ચેરમેન ફેડરિકોએ કહ્યું હતું કે કોવિડ-19 મહામારી દરમિયાન જીમે અમેરિકામાં વેપાર માટે જરૂરી માર્ગદર્શન અને સહકાર પૂરો પાડ્યો હતો.

સપ્ટેમ્બરમાં મિનેટોન્કા, મિનેસોટાથી સેન્ટ લુઇઝ પાર્ક, મિનેસોટાના વેસ્ટ એન્ડ તરફ જવાના રેડિસન અમેરિકાસ ગ્રુપના નિર્ણયને પણ સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. 35000 સ્કેવર ફિટમાં પથરાયેલી આ નવી જગ્યાએ કામ કરવાની સાથે જમવાની અને કામના કલાકો પછી સહકર્મીઓ સાથે સમય પસાર કરવા સહિતની સુવિધા હોવાનું કંપની દ્વારા જણાવાયું હતું.