આઈએચજી દ્વારા સ્પ્રિટ ઓફ ટ્રુ હોસ્પિટાલિટી એવોર્ડ્સની જાહેરાત

અમેરિકામાંથી 400થી વધુની પસંદગી કરવામાં આવી

0
665
કાન્સાસ ખાતેની જંકશન સિટી ખાતે આવેલ ધી કેન્ડલવૂડ સ્યુટ્સ જંકશન સિટીના માલિક રાજ બાલ અને નિક નાગરાને તાજેતરમાં સ્પિરિટ ઓફ ટ્રુ હોસ્પિટાલિટી એવોર્ડ ઈન્ટરકોન્ટીનેન્ટલ હોટેલ્સ ગ્રુપ દ્વારા એનાયત કરાયા. સન્માનિતોની પસંદગી ત્રણ વિશિષ્ટ ક્ષેત્રોમાંથી થઈ છે: એકંદર અતિથિ સંતોષ, અતિથિ ખંડની સફાઇ અને COVID-19 સંબંધિત સલામતીનાં પગલાં.

હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી માટે મુશ્કેલીભર્યું વર્ષ રહ્યું, પરંતુ ઘણી ઈન્ટરકોન્ટીનેન્ટલ હોટેલ્સ ગ્રુપ ફ્રેન્ચાઇઝીસ હજુ પણ સ્વાગત માટે પડકારભર્યાં સમયમાં પણ ટકી રહીને એક ઉદાહરણ પૂરું પાડે છે. સમગ્ર અમેરિકામાં ફેલાયેલ 4000 આઈએચજી બ્રાન્ડેડ હોટેલ્સમાંથી 400થી વધારેની પસંદગી તેમના આવા અથાગ પ્રયાસોના આધારે કરીને તેમને સ્પિરીટ ઓફ ટ્રુ હોસ્પિટાલિટી એવોર્ડસથી સન્માનિત કરાયા છે.

સન્માનિત થનારાઓ પૈકીના એક કેન્ડલવૂડ સ્યુટ્સ જંકશન સિટી, કાન્સાસના માલિક રાજ બાલ અને નિક નાગરા પણ છે. તેઓ કંપની પાસેથી સતત કોઇકને કોઇ એવોર્ડથી સન્માનિત થતા રહે છે. બાલ કહે છે કે છેલ્લાં 13 વર્ષ દરમિયાન નવ ટોર્ચબેયરર અને ક્વોલિટી એક્સલન્સ એવોર્ડ તેમણે હાંસલ કર્યા છે.

પાછલું વર્ષ સંઘર્ષપૂર્ણ રહ્યું છે પરંતુ અમે અમારા ગ્રાહકોને અગાઉ જેવો જ સમાન અનુભવ અને ઉત્પાદન પૂરું પાડવાનો પ્રયાસ કર્યો છે, જેમાં વધારાના કોવિડ-19 પ્રોટોકોલ પણ સામેલ છે. જેથી ગ્રાહકોને પણ આવા અનિશ્ચિત સમયે મુસાફરી કરવા દરમિયાન સલામતીનો અનુભવ મળી રહે, તેમ બાલ કહે છે. તેઓ ઉમેરે છે કે અમારી સફળતા અમારી શ્રેષ્ઠ હોટેલ ટીમને આભારી છે જે માટે અમે ગર્વ અનુભવીએ છીએ કે જેને કારણે અમને મૂડી, સાધન અને સ્રોત મળી શક્યા અને અમે અમારો લક્ષ્યાંક હાંસલ કરી શકયા.

સન્માનિતોની પસંદગી ત્રણ વિશિષ્ટ ક્ષેત્રોમાંથી થઈ છે: એકંદર અતિથિ સંતોષ, અતિથિ ખંડની સફાઇ અને COVID-19 સંબંધિત સલામતીનાં પગલાં.

“ઇન્ડસ્ટ્રીને છેલ્લાં વર્ષ દરમિયાન અનેક પડકારોનો સામનો કરવો પડ્યો છે. અમારી હોટેલ ટીમ દ્વારા પણ આ સમયગાળા દરમિયાન સલામતીના પગલાં સાથે અપવાદરૂપ રીતે ગ્રાહકોને સંતોષ થાય તે પ્રકારની સંતોષકારક કામગીરી કરવામાં આવી, અનેક પડકારો છતાં કામગીરી થઇ, તેમ આઈએચજીના અમેરિકા ખાતેના સીઈઓ એલી માલોઉફે કહ્યું હતું. ગ્રાહકોને આઈએચજીની હોટલો તરફ પાછા વળે તે પ્રકારની કામગીરી કરવાની હતી. મને વર્ષના સહુ વિજેતાઓને અભિનંદન આપતા આનંદ થાય છે. આવા કપરા સમયે પણ તેમણે આટલી સારી કામગીરી કરી છે.

કોવિડ-19 પ્રતિબંધ તબક્કાવાર હળવા કરાઈ રહ્યાં હોવાને પગલે આઈએચજીને આશા છે કે મુસાફરીમાં ઉછાળો આવશે. કંપની દ્વારા ફેબ્રુઆરીમાં હાથ ધરવામાં આવેલા એક સર્વેક્ષણમાં સમગ્ર અમેરિકા, યુ.કે. અને ઓસ્ટ્રેલિયામાંથી 6000 લોકોને આવરી લેવામાં આવ્યા હતા. જેમાંથી 60 ટકાએ જણાવ્યું હતું કે કોવિડ-19 રોગચાળાને પગલે તેમને પોતાની મુસાફરીનું આયોજન રદ કરવાની ફરજ પડી હતી. અનેકે આશા વ્યક્ત કરી હતી કે નિયંત્રણો હળવા થઇ રહ્યાં હોવાથી હવે તેઓ મુસાફરીનું આયોજન કરવા આતુર છે.