એસોસિયેશન્સે સ્ટીમ્યુલસ માટે કોંગ્રેસ પર દબાણ વધાર્યું

AAHOAના સભ્યોએ સાંસદોને સેંકડો પત્ર મોકલ્યા

0
877
AAHOAએ કોંગ્રેસ અને ટ્રમ્પ વહીવટીતંત્રને 24 કલાકમાં 10,000થી વધુ પત્રો મોકવાના “10,000 લેટર્સ, વન પર્પેઝ” અભિયાનને માત્ર હાંસલ કર્યું ન હતું, પરંતુ તેનાથી વધુ પત્રો પાઠવ્યા હતા તથા સમર્થન માટે વધુ પત્રોને આમંત્રિત કર્યાં હતા.. અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિયેશન અને યુએસ ટ્રાવેલ એસોસિયેશન પણ દબાણમાં વધારો કરી રહ્યું છે.

બીજા રાઉન્ડના કેન્દ્રીય સ્ટીમ્યુલસ પેકેજ અંગેની મંત્રણા નબળી પડી રહી છે ત્યારે ઇન્ડસ્ટ્રી એસોસિયેશને કોંગ્રેસ પર પગલાં લેવાનું દબાણ વધારવા તેના પ્રયાસોને બમણા કર્યાં છે. આ પ્રયાસમાં મોટી સંખ્યામાં પત્રો મોકવાના અભિયાનનો સમાવેશ થાય છે.

પ્રોત્સાહન પેકેજ અંગે રવિવાર સુધી ડેમોક્રેટ્સ અને રિપબ્લિકેશન્સ વચ્ચેની મંત્રણામાં ભાગ્યે જ કોઇ પ્રગતિ થઈ હતી. નાણાપ્રધાન સ્ટિવન મ્યુનિચે પ્રેસિડન્ટ ટ્રમ્પની પરવાનગી સાથે 1.9 ટ્રિલિયન ડોલરની સહાય માટે વહીવટીતંત્ર તરફ નવી દરખાસ્ત મોકલી હતી.

દરમિયાન AAHOAએ 24 કલાકમાં કોંગ્રેસ અને ટ્રમ્પ વહીવટીતંત્રને 10,000થી વધુ લેટર્સ મોકલવાના “10,000 લેટર્સ, વન પર્પેઝ” અભિયાનને હાંસલ કર્યું હતું. આ ઝુંબેશ ચાલુ કરવામાં આવ્યાના ગણતરીના કલાકમાં પ્રારંભિક હેતુ હાંસલ કરવામાં આવ્યો હતો અને એસોસિયેશનને વધુ સભ્યોને લેટર્સ લખવાનો અનુરોધ કર્યો હતો.

AAHOAના પ્રેસિડન્ટ અને સીઇઓ સેસિલ સ્ટેટોને જણાવ્યું હતું કે “આ મહામારીને કારણે અમેરિકાની અડધો-અડધ હોટેલને તાળાં લાગી જવાનું જોખમ છે. વોશિંગ્ટનના રાજકીય નેતાઓ મહત્ત્વના ફંડિંગ અંગે રમત રમી રહ્યા છે, ત્યારે હોટેલિયર્સ મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.”

પોતાના પત્રોમાં AAHOAના સભ્યો અને આ કેમ્પેઇન માટે સામેલ કરવામાં આવેલા લોકોએ નવા સ્ટીમ્યુલસના સૌથી વધુ મહત્ત્વના પાંચ મુદ્દા પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. આ મુદ્દામાં નાના બિઝનેસ માટે પે-ચેક પ્રોટેક્શન પ્રોગ્રામ લોનના બીજા રાઉન્ડ, ઇકોનોમિક ઇન્જરી ડિઝાસ્ટર પ્રોગ્રામ માટે વધુ સંસાધનો, લોનધારકો પરના દબાણમાં ઘટાડા માટે પહેલી જાન્યુઆરી 2023 સુધી મુશ્કેલ ડેટ રિસ્ટ્રક્ચરિંગમાં હંગામી રાહત, કોમર્શિયલ મોર્ગેજ આધારિત સિક્યોરિટી લોન કટોકટીના ઉકેલ, મેઇલ સ્ટ્રીટ લેન્ડિંગ પ્રોગ્રામનો લાભ લેવાની હોટેલિટર્સને પરવાનગીનો સમાવેશ થાય છે.

યુએસ ટ્રાવેલ એસોસિયેશને આ સપ્તાહમાં સેનેટમાં રજૂ કરવામાં આવેલા નવા બિલ હોસ્પિટાલિટી એન્ડ કોમર્સ જોબ રિકવરી એક્ટ, 2020ને પોતાનું સમર્થન આપ્યું હતું. આ બિલમાં ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીને સૌથી વધુ જરૂર છે તેવી રાહત પર લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, એમ USTAના પબ્લિક અફેર્સ એન્ડ પોલિસીના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ ટોરી ઇમર્સન બર્નીએ જણાવ્યું હતું.

બર્નીએ જણાવ્યું હતું કે “આમાં (HCJR એક્ટ)માં ઘણી જરૂરી છે તેવી આર્થિક સહાયના સંખ્યાબંધ મહત્ત્વના પગલાં સામેલ છે.”

કોંગ્રેસના સભ્યોએ ધ્યાનમાં રાખવુ જોઇએ કે દબાણગ્રસ્ત નાના બિઝનેસ અને કર્મચારીને સપોર્ટ કરતા સ્ટીમ્યુલસ પેકેજને મંજૂરી મળે તેવું અમેરિકાના 90 ટકા મતદાતા ઇચ્છે છે, એમ અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિયેશનના સરવેમાં જણાવાયું છે. મોર્નિંગ કન્સલ્ટે કરેલા સરવેમાં જણાયું છે કે 89 ટકા મતદાતા માને છે કે સમજૂતી ન થાય ત્યાં સુધી કોંગ્રેસનું સત્ર ચાલુ રહેવું જોઇએ.

AHLAના પ્રેસિડન્ટ અને સીઇઓ ચિપ રોજર્સે જણાવ્યું હતું કે “મિલિયન ઓફ અમેરિકન બેરોજગાર થયા છે અને હજારો નાના બિઝનેસ મરણપથારીએ છે.”

સાતથી નવ ઓક્ટોબરે 1,994 રજિસ્ટ્રર્ડ મતદાતાને આવરી લઇને કરવામાં આવેલા આ સર્વેના બીજા તારણો

· 50 ટકા મતદાતાએ સૌથી વધુ અસરગ્રસ્ત બે ઇન્ડસ્ટ્રીઝ તરીકે ટ્રાવેલ એન્ડ ટુરિઝમને પસંદ કરી હતી.

· 90 ટકા મતદાતા માને છે કે કોવિડ-19 મહામારીને કારણે આવેલી આર્થિક નરમાઇથી અસર થઈ છે તેવા નાના બિઝનેસને સહાય અપવા અને રોજગારીના રક્ષણ માટે કોંગ્રેસે આર્થિક સ્ટીમ્યુલસ બિઝનેસને મંજૂરી આપવી જોઇએ.

· 92 ટકા ડેમોક્રેટ્સ, 87 ટકા અપક્ષ અને 89 ટકા રિપબ્લિકન્સે બીજા આર્થિક સ્ટીમ્યુલસ બિલને સપોર્ટ કરે છે.

· 48 ટકા મતદાતાએ જણાવે છે કે કોંગ્રેસે હાલમાં ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ તેવો સૌથી વધુ મહત્ત્વનો મુદ્દો કોવિડ-19 મહામારી છે.