કોવિડ-19 પછી હોટેલ્સમાં ફેરફાર અંગે હોટસ્ટેટ્સનું અનુમાન

નવી ટેકનોલોજી, સ્વચ્છતાના કડક નિયમો કાયમી બનશે

0
949
જોકે, હોટલોને કોવિડ-19 પછીની સ્થિતિમાં સામાન્ય ફેરફારો કરવાની જરૂર પડશે, હોટસ્ટેટ્સના બ્લોગના જણાવ્યા અનુસાર, દરેક માટે એક સરખો અભિગમ પણ જોવા મળશે. આ લેખમાં સ્પર્શ વગરની ટેકનોલોજીનો વધુ ઉપયોગ અને અન્ય વસ્તુઓમાં સઘન સફાઇના નિયમોનું અનુમાન કરવામાં આવ્યું છે.

કોવિડ-19 મહામારી પછી હોટેલ ઇન્ડસ્ટ્રીમાં હંમેશા માટે ફેરફારો આવશે. હોટસ્ટેટ્સના બ્લોગમાં અનુમાન કરવામાં આવ્યું છે કે, નવી ટેકનોલોજીના ઉપયોગથી બીજા વિકલ્પો અને નોન-રૂમ સુવિધાથી કોવિડ પછી હોટેલ્સની પરિસ્થિતિ કેવી હશે.

હોટસ્ટેટ્સના બ્લોગમાં ‘ન્યૂ નોર્મલ’ માહોલમાં હોટેલ્સમાં નવા મોટા પાંચ ફેરફારો અંગે વિગતવાર માહિતી આપવામાં આવી છે. તેમાંથી મોટાભાગના જરૂરી વ્યાપારિક મોડેલમાં કાયમી ફેરફારો કરવા માટે મહામારી માટે થતાં પરિવર્તનો જરૂરી છે.

અપેક્ષિત ફેરફારોઃ સ્પર્શ વગરની વધુ ટેકનોલોજી હોટેલિયર્સની મુલાકાતીઓ અંગેની ચિંતા હળવી કરી શકે છે. તેમાં સ્પર્શ વગરના સાધનો જેવા કે દરવાજા, ડિસ્પેન્સર્સ અને સેનિટેશન સ્ટેશન્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મોબાઇલ એપ્સથી પણ વ્યક્તિથી વ્યક્તિનો સંપર્ક ઓછો થઇ શકે છે. તેમાં વધુ ચેક ઇન અને રૂમ સર્વિસ એપ્સનો પણ સમાવેશ થઇ શકે, જેમાં ગ્રાહક કોઇ કર્મચારીની રૂબરૂ મદદ વગર પોતાનું કામ પૂર્ણ કરી શકે છે. સ્વચ્છતાની નવી વ્યાખ્યામાં હવે કેટલીક હોટેલ્સે દરવાજાને બંધ કરવાની નવી વ્યવસ્થા, સેનિટેશન સ્ટેશન્સ અને રૂમ ક્લિનિંગ રોબોટ્સનો સમાવેશ કર્યો છે. તમામ કેસમાં નવી માર્ગદર્શિકા અને લોકોના ડરને કારણે હોટલ્સને તેમની સફાઇની કામગીરી આગળ વધારવા માટે પ્રોત્સાહિત કરે છે.

એફ એન્ડ બી કામગીરીમાં ફેરફારથી મહેમાનોના મનમાં જંતુઓના ડરથી મોટાભાગના હોટેલિયર્સ બફેટની ઓફરથી દૂર રહેશે. ઓછામાં ઓછું તેઓ વાસણો ઘટાડવાનું કામ કરશે અથવા ફેલાવવા બાબતે બેઠક અને ફૂડ સ્ટેશનોમાં સાવચેતી રાખશે. જે લોકો રસ્તામાં જતી વખતે ભોજન લેવા ઇચ્છે છે તેવા મહેમાનો પાસે હોટેલિયર્સ વધુ માગની અપેક્ષા રાખી શકે છે. આનો અર્થ એ થઈ શકે છે કે હોટલની એફએન્ડબી સેવાઓ વધુ ટેઇકઆઉટ, વધુ વિકલ્પો અને વધુ સંપૂર્ણ રૂમ સર્વિસ પર ભાર મૂકે છે.

રૂમમાં ફેરફાર કરીને હોટેલિયર્સ મુસાફરોને વધુ માનસિક શાંતિ આપવા ઇચ્છે છે, તે રૂમમાં વધુ લોકો ઉપયોગ કરી શકે તેવા સાધનોની સંખ્યા ઘટાડશે. રૂમમાં મહેમાનોને સ્વીચને સ્પર્શ ન કરવો પડે તે માટે લાઇટ, ટીવી અને એરકંડીશનિંગના સંચાલન માટે અવાજથી તેનું નિયંત્રણ થાય તેવા સાધનોનો સમાવેશ કરવામાં આવશે.

રૂમ બહારની સુવિધાઓ અને રૂમ સિવાયના આકર્ષણો જેવા કે ગોલ્ફ કોર્સીસ, પૂલ્સ અને કોન્ફરન્સીઝ સેન્ટર્સ કોવિડ-19 પછીની વિશ્વની સ્થિતિમાં જુદા દેખાશે તેવી સંભાવના છે. સોશિયલ ડિસ્ટન્સિંગ અને આ વિસ્તારમાં જંતુઓને દૂર કરવા માટે સઘન શારીરિક અભિયાન ચલાવાશે. અત્યારની સ્થિતિ પ્રમાણે હોટેલ્સ પૂલ લોન્જની ખુરશીઓ રાખવાનું શરૂ કરી શકે છે અને જ્યારે મહેમાનો ત્યાંથી બીજે જાય છે ત્યારે તે વિસ્તારને સ્વચ્છ કરવા માટે વધારાના કર્મચારીઓની નિયુક્તિ કરી શકે છે.

અન્ય બ્લોકની પોસ્ટમાં હોટસ્ટેટ્સે વર્ણન કરેલ વૈકલ્પિક ઉપયોગો અંગે હોટલ માલિકો નિયમિત મહેમાનો પાછા આવવાનું શરૂ ન કરે ત્યાં સુધી તેને ધ્યાનમાં લેવાનું વિચારી શકે છે.