Skip to content

Search

Latest Stories

હોટેલ્સે એપ્રિલમાં મજૂરોની અછત વચ્ચે 1,200 નોકરીઓ ઉમેરી: સર્વે

રોજગારમાં થયેલી વૃદ્ધિ છતાં પણ તે કોરોના પૂર્વેના સ્તર હોટેલ્સની 193,600 નોકરીઓથી પાછળ છે, AHLA સરકારને આ મુદ્દે ઉકેલ માટે હાકલ કરી છે

હોટેલ્સે એપ્રિલમાં મજૂરોની અછત વચ્ચે 1,200 નોકરીઓ ઉમેરી: સર્વે

અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશનના જણાવ્યા અનુસાર, યુ.એસ. હોટેલ્સમાં એપ્રિલમાં 1,200 નોકરીઓ ઉમેરવામાં આવી, તાજેતરના સરકારી આંકડા દર્શાવે છે, તેમ છતાં ઉદ્યોગમાં રોજગારનું સ્તર હજુ પણ પૂર્વ રોગચાળાના સ્તરોથી નોંધપાત્ર રીતે પાછળ છે. બ્યુરો ઓફ લેબર સ્ટેટિસ્ટિક્સે એ પણ નોંધ્યું છે કે હાલમાં હોટલોમાં લગભગ 1.92 મિલિયન લોકો કાર્યરત છે, જે ફેબ્રુઆરી 2020 ની સરખામણીમાં 193,600 નો ઘટાડો દર્શાવે છે. એસોસિએશન હોસ્પિટાલિટી ઉદ્યોગની શ્રમ અછતને પહોંચી વળવા નીતિમાં ફેરફારની હિમાયત કરી રહ્યું છે.

AHLAએ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીને અનુરોધ કર્યો હતો કે તેઓ લગભગ 65,000 વધારાના H-2B અસ્થાયી બિન-કૃષિ કાર્યકર વિઝા ઇશ્યૂ કરે, જેમ કે કોંગ્રેસ દ્વારા વધુ એકીકૃત એપ્રોપ્રિયેશન એક્ટમાં અધિકૃત કરવામાં આવ્યા છે.


AHLA ના વચગાળાના પ્રમુખ અને CEO કેવિન કેરીએ જણાવ્યું હતું કે,"હોટલો કામદારોને આકર્ષવા અને જાળવી રાખવા માટે તેઓ બનતું તમામ પ્રયાસો કરી રહી છે, પરંતુ રાષ્ટ્રવ્યાપી શ્રમબળની અછત અમારા ઉદ્યોગને તેની સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચતા અટકાવી રહી છે." “AHLA સભ્યોને ખુલ્લી નોકરીઓ ભરવામાં મદદની જરૂર છે જેથી તેઓ કામગીરી જાળવી શકે અને વિસ્તૃત કરી શકે. DHS લગભગ 65,000 વધારાના H-2B વિઝા ઉપલબ્ધ કરાવીને મહત્વપૂર્ણ સહાય પૂરી પાડી શકે છે. દરમિયાન, અમે અમારા દેશના શ્રમબળને વધારવામાં મદદ કરવા માટે કોંગ્રેસને ત્રણ મહત્વપૂર્ણ બિલ એસાયલમ સીકર વર્ક ઓથોરાઇઝેશન એક્ટ, ધ એચ-2 ઇમ્પ્રૂવમેન્ટ્સ ટુ રિલીવ એમ્પ્લોયર્સ એક્ટ અને ક્લોઝિંગ ધ વર્કફોર્સ ગેપ એક્ટ પસાર કરવા વિનંતી કરી રહ્યા છીએ.

AHLAએ જણાવ્યું હતું કે, હોટેલો રાષ્ટ્રવ્યાપી શ્રમિકોની તંગીનો સામનો કરવા માટે વેતન, લાભો અને સુગમતામાં વધારો કરી રહી છે. રોગચાળા પછી, હોટલના વેતનમાં 26.7 ટકાનો વધારો થયો છે, જે અર્થતંત્રના 21.5 ટકાના વધારાને વટાવી ગયો છે. જોબ પોર્ટલ Indeed.com પર ખાલી જગ્યાઓ ટાંકીને એસોસિએશને જણાવ્યું હતું કે આ પ્રયાસો છતાં, યુ.એસ.માં હજારો હોટલની નોકરીઓ અધૂરી છે.

યુ.એસ.એ માર્ચ સુધીમાં 8.5 મિલિયન જોબ ઓપનિંગની જાણ કરી, જેમાં માત્ર 6.4 મિલિયન બેરોજગાર વ્યક્તિઓ તેમને ભરવા માટે ઉપલબ્ધ છે, એમ BLSએ જણાવ્યું હતું.

AHLAએ કોંગ્રેસને હોટેલીયર્સની કામગીરીને ટેકો આપવા માટે કર્મચારીઓના વિસ્તરણ માટેના બિલ પસાર કરવા વિનંતી કરી, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:

  • સાયલમ સીકર વર્ક ઓથોરાઈઝેશન એક્ટ, જો તેઓની અરજીઓ માન્ય હોય, તો અરજી કર્યાના 30 દિવસ પછી એન્ટ્રીના બંદરો પર આશ્રય શોધનારાઓને કાર્ય અધિકૃતતા આપવાનો પ્રસ્તાવ છે. આનાથી હોટલોને વર્તમાન કાયદા મુજબ છ મહિના રાહ જોવાને બદલે, લાયક આશ્રય શોધનારાઓને વહેલા કામ કરવાની મંજૂરી આપીને સ્ટાફની અછતને દૂર કરવામાં મદદ મળશે, સ્થાનિક સમર્થન પર તેમની નિર્ભરતાને સરળ બનાવશે.
  • HIRE એક્ટ H-2A/H-2B લેબર સર્ટિફિકેશનને ત્રણ વર્ષ સુધી લંબાવવાની અને પરત આવતા કામદારો માટે વ્યક્તિગત ઇન્ટરવ્યુને કાયમી ધોરણે માફ કરવાની દરખાસ્ત કરે છે. આ બિલનો હેતુ હોટેલ્સ જેવા સ્ટાફિંગ પડકારોનો સામનો કરી રહેલા સેક્ટરમાં નોકરીની ભરતીને સરળ બનાવવાનો છે.
  • ક્લોઝિંગ ધ વર્કફોર્સ ગેપ એક્ટ 2024, 66,000 H-2B ગેસ્ટ વર્કર વિઝાની વર્તમાન વાર્ષિક મર્યાદાને જરૂરિયાત-આધારિત ફાળવણી સિસ્ટમ સાથે બદલવાની દરખાસ્ત કરે છે.

AHLA ફાઉન્ડેશને તાજેતરમાં હયાત રિજન્સી મેકકોર્મિક પ્લેસ ખાતે વાર્ષિક ફોરવર્ડ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જેમાં "રાઈટ ધ નેરેટિવ" થીમ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, આ કોન્ફરન્સ હોટેલ ઇન્ડસ્ટ્રીની સફળ ગાથાઓની વાત કરે છે અને મહિલાઓના તક આપે છે. ઈવેન્ટમાં ઈન્ડસ્ટ્રીમાંથી લગભગ 1,000 લોકો જોડાયા હતા.

More for you

IAAC Seeks FBI Probe on Hate Speech Against Indians
Photo Credit: iStock

IAAC seeks FBI action on hate speech

Summary:

  • IAAC urged the FBI to investigate rising hate speech and violent rhetoric targeting Indians.
  • Right-wing SM accounts have called for “mass violence against Indians,” the council said.
  • The council also praised those defending the Indian American community.

THE INDIAN AMERICAN Advocacy Council urged the Federal Bureau of Investigation to investigate a rise in hate speech and violent rhetoric targeting Indians. Indian Americans fear rising online threats that advocacy leaders say could endanger lives.

With Indians holding more than 70 percent of work visas, social media has seen a rise in racist posts, with users telling Indians to “return home” and blaming them for “taking” American jobs, according to Hindustan Times.

Keep ReadingShow less