હોટસ્ટેટ્સઃ ઓમિક્રોન વરિયન્ટનને કારણે હોટેલ ઇન્ડસ્ટ્રીને અસર

સરકારના મુસાફરી સંબંધી નિયંત્રણોને કારણે બૂકિંગ અને મીટીંગ્સને અસર પહોંચશે

0
1530
કોવિડ-19ના નવા ઓમિક્રોન વરિયન્ટના વધતા સંક્રમણને ધ્યાને લઇને સરકાર દ્વારા પ્રવાસ પર મુકાયેલા નિયંત્રણોને કારણે તેની અસર હોટેલ બૂકિંગને અસર થવાની સંભાવના વધી છે. મહામારીની અસરમાંથી બહાર આવી રહેલી હોટેલ ઇન્ડસ્ટ્રીને ફરી તેની અસર પહોંચી શકે છે તેમ હોટસ્ટેટ્સના બ્લોગમાં જણાવાયું છે. યુ.એસ. હોટેલ માટેના ઓક્ટોબરના ગોપપારમાં 37 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે, જે 2019ની સરખામણીએ નીચો છે, તેમ હોટસ્ટેટ્સ કહે છે.

કોવિડ-19ના નવા ઓમિક્રોન વરિયન્ટને કારણે હોટેલ ઈન્ડસ્ટ્રીને પણ અસર પહોંચી છે. હાલના સમયે જ્યારે અમેરિકા સહિતના દેશો મહામારીની માઠી અસરમાંથી બહાર આવી રહ્યાં છે ત્યારે આ નવા વરિયન્ટને કારણે ટેસ્ટિંગ સહિતમાં વધારો થવાની નીતિ આગળ વધશે તેમ હોટસ્ટેટ્સ કહે છે. આવનારા દિવસો માટેની હોટેલ બૂકિંગ, મીટીગ્સઅને અન્ય હોટેલ સંબંધી પ્રવૃત્તિઓને પણ પ્રવાસ નિયંત્રણોને કારણે અસર પહોંચી શકે છે તેમ જણાયું છે. સરકાર દ્વારા નવા નિયંત્રણો જાહેર કરાયા છે.

અમેરિકામાં, મોટાભાગના ઇન્ડિક્સ ઘટીને ઓકટોબર 2021માં બે આંકડામાં પહોંચ્યો છે, હોટસ્ટેટ્સના બ્લોગની પોસ્ટ અનુસાર આ સ્થિતિ બે વર્ષ અગાઉની સ્થિતિની સરખામણીએ ગંભીર બની છે.

હોટસ્ટેટ્સનું જણાવવું છે કે આ વર્ષની શરૂઆતમાં ઓક્યુપન્સીમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો, ઉનાળા પછી જૂલાઈ સુધી તેમાં સકારાત્મક વધારો હતો. ઓક્ટોબરના આંકડા દર્શાવે છે કે કોર્પોરેટ એડીઆર 2019ની સરખામણીએ ઓક્ટોબરમાં સાત ડોલર વધારે રહ્યો હતો અને અગાઉના મહિનાની સરખામણીએ તેમાં 35 ડોલર વધારો નોંધાયો છે. કુલ વેચાયેલા રૂમ્સની સરખામણીએ સરેરાશ રૂમના વેચાણને લઇને તેમાં સકારાત્મક વધારો અને સુધારો જોવા મળ્યો છે.

સરેરાશ રીતે જોઇએ તો પરિસ્થિતિને કારણે ઓક્ટોબરમાં ટ્રેવપાર 30 ટકા ઘટ્યો છે અને તે 2019ના સમાન ગાળાની સરખામણીએ છે. ગોપપાર 68.97 ડોલરના સ્તરે તેના 2019ના સમાન ગાળાની સરખામણીએ 37 ટકા ઘટીને રહ્યો હતો.

ટ્રાવેલ અને ટુરિઝમ રીસર્ચ ફર્મ ચેક-ઈન એશિયાના ડિરેક્ટર ગેરી બોવરમેન કહે છે કે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી સામેની સમસ્યાએ ભય છે, ભલે પછી તે વિજ્ઞાન દ્વારા પ્રમાણિત હોય કે નહીં.

વૈશ્વિક સુધારો

બ્લોગમાં જણાવ્યા અનુસાર યુરોપમાં રેવપાર, ટ્રેવપાર અને ગોપપાર ઓક્ટોબરમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે.

હોટસ્ટેટ્સ અનુસાર, પર્ફોરમન્સ મેટ્રિક્સમાં ઘટાડો દર્શાવે છે કે તાજેતરના કોવિડ અસરને કારણે તથા નવા ઓમિક્રોનને કારણે મોટાભાગના દેશોમાં નિયંત્રણો ફરીથી વધારવામાં આવી રહ્યાં છે.

ઓસ્ટ્રિયામાં નવેમ્બર 22થી ફરીથી લોકડાઉન લદાયું અને તેને ડિસેમ્બર 11 સુધી અમલમાં રખાશે. યુરોપમાં કોવિડ-19ના વધતા સંક્રમણને અંકુશમાં રાખવા માટેના આવા પગલાં લેનાર તે યુરોપિય યુનિયનનો પહેલો દેશ છે.

જ્યારથી ઓમિક્રોનનું સંક્રમણ સામે આવ્યું છે ત્યારથી એશિયા – પેસિફિકમાં પણ સ્થિતિ ફરી ગંભીર બની છે. રિજીયનમાં ગોપપાર ઓક્ટોબરમાં નોંધપાત્ર 43 ડોલરના સ્તરે રહ્યું, જે 2019ના સમાન મહિનાની સરખામણીએ 38 ટકાનો ઘટાડો નોંધાયો છે, જોકે સપ્ટેમ્બર 2019ની સરખામણીએ તેમાં 126 ટકાનો વધારો થયો હોવાનું પણ હોટસ્ટેટ્સે જણાવ્યું હતું.