સાન ડિએગોની એસી હોટેલ માટે પીચટ્રીએ $40 મિલિયન CPACE ધિરાણ મંજૂર કર્યુ

BLG સાન ડિએગો LLC એ માર્ચ 2023માં 147 રૂમની હોટેલ ખોલી

0
92
પીચટ્રી ગ્રૂપે તાજેતરમાં BLG સાન ડિએગો LLCને નવી 147-રૂમ AC હોટેલ સાન ડિએગો ડાઉનટાઉન ગેસલેમ્પ ક્વાર્ટર માટે $40-મિલિયન રેટ્રોએક્ટિવ CPACE લોન જારી કરી છે.

પીચટ્રી ગ્રૂપે તાજેતરમાં BLG સાન ડિએગો LLC ને 147 રૂમની AC હોટેલ સાન ડિએગો ડાઉનટાઉન ગેસલેમ્પ ક્વાર્ટર માટે $40-મિલિયન રેટ્રોએક્ટિવ કોમર્શિયલ પ્રોપર્ટી એસેસ્ડ ક્લીન એનર્જી લોન જારી કરી છે. પીચટ્રીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ધિરાણના લીધે BLGને કેલિફોર્નિયા સ્થિત પ્રિફર્ડ બેંક અને E.Sun કોમર્શિયલ બેંક સાથેની તેની લોનને $20 મિલિયનથી ઓછી કરવામાં સફળતા મળી છે, જેનાથી બેંકોના એક્સપોઝરમાં ઘટાડો થયો છે.

પીચટ્રી ગ્રૂપના મેનેજિંગ પ્રિન્સિપાલ/સીઈઓ ગ્રેગ ફ્રાઈડમેને જણાવ્યું હતું કે, “આ નવીન મૂડીરચનાએ તાત્કાલિક નાણાકીય દબાણોને નોંધપાત્ર રીતે દૂર કર્યા છે, જે હોટલને તેના પ્રારંભિક વર્ષોના ઓપરેશન દરમિયાન નક્કર રોકડ પ્રવાહ પાયો સ્થાપિત કરવામાં સક્ષમ બનાવે છે.”

પીચટ્રીના આગેવાન ફ્રીડમેન છે, જેમાં જતીન દેસાઈ મેનેજિંગ પ્રિન્સિપાલ અને ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર અને મિતુલ પટેલ પ્રિન્સિપાલ છે.

CPACE ધિરાણ 30 કરતાં વધુ વર્ષોમાં ઋણમુક્તિ કરવામાં આવે છે, જેમાં પ્રથમ વર્ષ માટે કોઈ ચૂકવણીની જરૂર નથી, ત્યારબાદ પાંચ વર્ષ માટે માત્ર વ્યાજની ચૂકવણી કરવામાં આવે છે.

“જ્યારે અમે માર્ચ 2023 માં એસી હોટેલ સાન ડિએગો ડાઉનટાઉન ગેસલેમ્પ ક્વાર્ટર ખોલ્યું, ત્યારે હોસ્પિટાલિટી ફંડામેન્ટલ્સ વચ્ચે નોંધપાત્ર ડિસ્કનેક્ટ હતું, જે મજબૂત છે, ખાસ કરીને સાન ડિએગોમાં, જ્યારે ડેટ માર્કેટ્સ અર્થપૂર્ણ રીતે કથળી રહ્યા હતા,” એમ ન્યૂજર્સીમાં બ્રાઈડ ગ્રુપના સ્થાપક, ચેરમેન અને સહ-સીઈઓ બ્રાડ હોનિગફેલ્ડે જણાવ્યું હતું. “ફેડની કડક પ્રક્રિયા અને વધતા ભંડોળના દરોએ ઋણ મેળવવાના ખર્ચમાં નોંધપાત્ર વધારો કર્યો છે.”

નવી હોટેલ ડાઉનટાઉન સાન ડિએગોના ગેસલેમ્પ ક્વાર્ટરમાં છે, જે તેની રેસ્ટોરાં, દુકાનો અને નાઇટલાઇફ માટે જાણીતી છે.

હોનિગફેલ્ડે જણાવ્યું હતું કે, “અમારી હોટેલને તેના સ્થાનથી ફાયદો થઈ રહ્યો હતો અને તેના મૂળ અન્ડરરાઈટિંગ પ્રમાણે કામગીરી બજાવી રહી હતી, પરંતુ ઋમખર્ચ રોકડપ્રવાહને અસર કરી રહ્યો હતો,” એમ હોનિગફેલ્ડે જણાવ્યું હતું.

પીચટ્રીએ જણાવ્યું હતું કે રેટ્રોએક્ટિવ CPACE ફંડિંગ મિલકતના માલિકો માટે લાભો પૂરા પાડે છે. તે પ્રમાણભૂત પ્રી-પ્રોજેક્ટ ફંડિંગની જેમ કાર્ય કરે છે, પરંતુ લોનની 100 ટકા રકમ માલિકોને અગાઉ કરવામાં આવેલા ખર્ચ માટે ભરપાઈ કરી શકે છે. આનાથી વધુ સારી લોનની શરતો અને પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી રોકડ પ્રવાહમાં સુધારો થાય છે.

“તે જે નાણાકીય રાહત આપે છે તે માત્ર હોટલની સફળતાને સુનિશ્ચિત કરતું નથી પણ તેને લાંબા ગાળાની સ્થિરતા માટે પણ સ્થાન આપે છે,” એમ ફ્રિડમેને જણાવ્યું હતું. “પ્રારંભિક વર્ષોમાં નાણાકીય બોજ ઘટાડીને, માલિકો અસાધારણ મહેમાન અનુભવો આપવા અને ઓપરેશનલ શ્રેષ્ઠતા હાંસલ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.”

2024 સુધીમાં, JLL રિસર્ચને ટાંકીને પીચટ્રીના જણાવ્યા અનુસાર યુએસ હોટલ-સિક્યોરિટાઇઝ્ડ લોનમાં $5.8 બિલિયનને પુનઃચુકવણી, પુનઃધિરાણ, વિસ્તરણ અથવા વેચાણની જરૂર પડશે. આ મુશ્કેલ ધિરાણ બજારમાં, CPACE ધિરાણ એક પ્રવાહિતા સ્ત્રોત બની ગયું છે, કારણ કે માલિકો આગામી ડેટ મેચ્યોરિટીઝ અને મર્યાદિત પુનર્ધિરાણ વિકલ્પોનો સામનો કરે છે. પેસનેશન અનુસાર, તેણે કોમર્સિયલ રિયલ એસ્ટેટમાં ઝડપથી આકર્ષણ મેળવ્યું છે, જે માત્ર એક દાયકામાં યુ.એસ.માં $7.2 બિલિયન સુધી પહોંચી ગયું છે.

ડિસેમ્બરમાં, પીચટ્રી ગ્રૂપે વ્યાપારી PACE ધિરાણમાં $150 મિલિયન સુરક્ષિત કર્યા, જેના પગલે 2019ના પ્રારંભથી અત્યાર સુધી કરેલા સોદાની કુલ રકમ લગભગ $750 મિલિયન પર પહોંચાડી. કંપનીએ 2023 માં યુ.એસ.માં 23 CPACE ધિરાણ સોદા પૂરા કરવા સાથે કુલ $250 મિલિયન સીધા ઉદ્ભવેલા અને બેલેન્સ-શીટ-ફંડેડ વ્યવહારો કર્યા હતા.