Skip to content

Search

Latest Stories

વિન્ધામની ચોખ્ખી આવક, નિષ્ફળ ચોઇસ બિડ પછી પાઇપલાઇન વૃદ્ધિનું પુનરાગમન

ડેવલપમેન્ટ પાઈપલાઈન ક્રમિક રીતે 1 ટકા અને 7 ટકા વાર્ષિક વૃદ્ધિ સાથે રેકોર્ડ 245,000 રૂમ થઈ

વિન્ધામની ચોખ્ખી આવક, નિષ્ફળ ચોઇસ બિડ પછી પાઇપલાઇન વૃદ્ધિનું પુનરાગમન

ચોઈસ હોટેલ્સ ઈન્ટરનેશનલના નિષ્ફળ ટેકઓવર બિડ પછી વિન્ધામ હોટેલ્સ અને રિસોર્ટ્સ પુનરાગમન કર્યુ છે. કંપનીએ 30 જૂનના રોજ પૂરા થતા બીજા ક્વાર્ટરમાં $86 મિલિયનની ચોખ્ખી આવક નોંધાવી હતી, જે અગાઉના વર્ષના $70 મિલિયન કરતાં 22.8 ટકાનો વધારો દર્શાવે છે.

વિન્ધામની વૈશ્વિક પાઈપલાઈનમાં જોઈએ તો એકલા અમેરિકામાં જ 5 ટકાના વધારા સાથે વાર્ષિક ધોરણે 7 ટકાના દરે વૃદ્ધિ પામી છે. તેની ચોખ્ખી આવકમાં વધારો ઉચ્ચ સમાયોજિત EBITDA દ્વારા કરવામાં આવ્યો હતો, તેમા એક પરિબળ સ્પિન-ઓફ મેટરનું રિવર્સલ અને નીચા અસરકારક ટેક્સ દરનો લાભ પણ હતુ, જે વિન્ધામે એક નિવેદનમાં જણાવ્યું હતું.


વિન્ધામના પ્રેસિડેન્ટ અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જ્યોફ બેલોટીએ જણાવ્યું હતું કે, "અમારા બિઝનેસ મોડલની સ્થિતિસ્થાપકતા અને અત્યંત રોકડ જનરેટિવ પ્રકૃતિ આ ક્વાર્ટરમાં ફરી એકવાર જોવા મળી હતી." "સામાન્ય થતા ઘરેલું RevPAR વાતાવરણ વચ્ચે, અમે નેટ રૂમ અને આનુષંગિક ફી વૃદ્ધિ દ્વારા સંચાલિત મજબૂત એડજસ્ટેડ EBITDA મેળવવામાં સફળતા મેળવી છે. અમે સ્થાનિક સ્તરે 33 ટકા વધુ હોટેલ કોન્ટ્રાક્ટ્સ આપ્યા, જેણે અમારી ડેવલપમેન્ટ પાઇપલાઇનને રેકોર્ડ 245,000 રૂમ સુધી પહોંચાડી, અને અમારા અમેરિકાના, આંતરરાષ્ટ્રીય અને વૈશ્વિક રોયલ્ટી દરોમાં ઊંચે લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી. અમે શેરધારકોને $250 મિલિયનથી વધુ પરત કર્યા છે, જે આ વર્ષે અમારી શરૂઆતના માર્કેટ કેપિટલાઇઝેશનના 4 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે."

માર્ચમાં, ચોઈસ હોટેલ્સે વિન્ડહામને હસ્તગત કરવાની તેની બિડ સમાપ્ત કરી, અને બંને કંપનીઓએ જાહેરાત કરી કે તેઓ હવે તેમની એકલા આગળ વધવાની વ્યૂહરચના પર ધ્યાન કેન્દ્રિત કરશે.

આવકના પ્રવાહો

ENEWS 07 17 24 First ECHO opening ribbon cutting  1

ક્વાર્ટર માટે વિન્ધામની એડજસ્ટેડ ચોખ્ખી આવક $91 મિલિયન હતી, જે 2023ના બીજા ક્વાર્ટર કરતાં 14 ટકા વધારે છે, એમ કંપનીના નિવેદનમાં જણાવાયું છે. એડજસ્ટેડ EBITDA 13 ટકા વધીને $178 મિલિયન થયો છે, જેમાં માર્કેટિંગ ફંડ વેરીએબિલિટીથી $10 મિલિયનની અનુકૂળ અસરનો સમાવેશ થાય છે. આ અસરને બાદ કરતાં, એડજસ્ટેડ EBITDAમાં 6 ટકાનો વધારો થયો છે, જે ઊંચી ફી-સંબંધિત અને અન્ય આવક, શિસ્તબદ્ધ ખર્ચ વ્યવસ્થાપન અને વીમા વસૂલાતને કારણે છે.

કંપનીની ફ્રેન્ચાઇઝ ફી-સંબંધિત અને અન્ય આવક 2023 ના બીજા ક્વાર્ટરમાં $358 મિલિયનથી વધીને $366 મિલિયન પર પહોંચી ગઈ છે. આ વધારાને 4 ટકા વૈશ્વિક નેટ રૂમ વૃદ્ધિ અને આનુષંગિક આવકના પ્રવાહમાં 6 ટકાના વધારા દ્વારા સમર્થન મળ્યું હતું, કંપની અમેરિકન મેનેજમેન્ટ બિઝનેસમાંથી કંપનીની બહાર નીકળવાના કારણે મેનેજમેન્ટ ફીમાં $3 મિલિયનના ઘટાડા છતાં કંપનીએ આ વધારો નોંધાવવામાં સફળતા મેળવી હતી.

વિસ્તરણ ટ્રેક પર

વિન્ધામના સિસ્ટમ-વ્યાપી રૂમમાં વાર્ષિક ધોરણે 4 ટકાનો વધારો થયો છે, જેમાં વૈશ્વિક સ્તરે 18,000 થી વધુ રૂમ ખોલવામાં આવ્યા છે, જેમાં યુ.એસ.માં 7,000 થી વધુનો સમાવેશ થાય છે. કંપનીએ સમગ્ર વિશ્વમાં 180થી વધુ નવા ડેવલપમેન્ટ કોન્ટ્રાક્ટ આપ્યા છે, તેમા 96 અમેરિકામાં છે. આમ તે ગયા વર્ષની તુલનાએ થયેલા કુલ વધારામાં 33 ટકાનું પ્રતિનિધઇત્વ કરે છે. બીજું ક્વાર્ટર અમેરિકામાં વિન્ધામે ઇકો સ્યુટ્સ એક્સ્ટેન્ડેડ સ્ટે લોન્ચ કર્યા તેનું સાક્ષી રહ્યું છે.

કંપનીની વૈશ્વિક સિસ્ટમ વૃદ્ધિ તેના બે સર્વોચ્ચ આંતરરાષ્ટ્રીય RevPAR  પ્રાંત EMEA અને લેટિન અમેરિકા, જે અનુક્રમે 12 ટકા અને 11 ટકા વૃદ્ધિ પામી છે તેમાં મજબૂત વૃદ્ધિ સાથે, અમેરિકાના ઊંચા RevPAR મિડસ્કેલ અને તેનાથી ઉપરના સેગમેન્ટ્સમાં 3 ટકાના વધારાથી થઈ છે.

વિન્ધામની ડેવલપમેન્ટ પાઈપલાઈન ક્રમિક રીતે 1 ટકા અને વાર્ષિક ધોરણે 7 ટકા વધીને રેકોર્ડ 245,000 રૂમ સુધી વિસ્તરી છે. વધુમાં, કંપનીએ તેના રીટેન્શન રેટમાં સુધારો કરવાનું ચાલુ રાખ્યું અને વર્ષ 2024 માટે 3 થી 4 ટકાના તેના નેટ રૂમ ગ્રોથ આઉટલૂકને હાંસલ કરવા માટે મજબૂત રીતે ટ્રેક પર છે.

RevPAR વલણો

વિન્ધામના RevPAR બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન સ્થિર ચલણમાં વૈશ્વિક સ્તરે 2 ટકા વધ્યા હતા, યુ.એસ.માં સ્થિર વૃદ્ધિ અને આંતરરાષ્ટ્રીય સ્તરે 7 ટકાના વધારા સાથે આ વધારો થયો હોવાનું નિવેદનમાં જણાવાયું છે. મિડસ્કેલ અને તેનાથી ઉપરના સેગમેન્ટમાં વાર્ષિક ધોરણે અમેરિકાનો RevPAR 2 ટકા વધ્યો છે, જ્યારે ઇકોનોમી સેગમેન્ટ માટે RevPAR 2 ટકા ઘટ્યો છે. એકંદરે U.S. RevPAR પરિણામો ઓક્યુપન્સીમાં 90-બેસિસ પોઈન્ટના વધારા દ્વારા સંચાલિત હતા, ADR માં 50 બેસિસ પોઈન્ટના ઘટાડા દ્વારા આંશિક રીતે સરભર કરવામાં આવ્યા હતા.

બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન અમેરિકામાં RevPAR વૃદ્ધિ ઝડપી બની, તેના અમેરિકન ઇકોનોમી બ્રાન્ડ્સ માટે 560-બેઝિસ પોઈન્ટ સુધારા સાથે ક્રમિક રીતે 520 બેસિસ પોઈન્ટ સુધરી હોવાનું નિવેદનમાં જણાવાયું હતું.

કંપનીએ તેની ઇકોનોમી અને મિડસ્કેલ બ્રાન્ડ્સ માટે 2019ની સરખામણીમાં અનુક્રમે 9 ટકા અને 8 ટકાનો RevPAR વધાર્યો છે, જે COVID પુનઃપ્રાપ્તિ સમયની અસરને તટસ્થ કરે છે. જોકે, RevPAR તેની અપસ્કેલ અને તેનાથી ઉપરની બ્રાન્ડ્સ માટે 2019ના સ્તરથી 2 ટકા પાછળ છે.

દરમિયાન, લેટિન અમેરિકા, EMEA અને કેનેડા સહિત કંપનીની વૈશ્વિક કામગીરી માટે RevPAR એ 15 ટકા વધ્યો છે, જે ADR 13 ટકા અને ઓક્યુપન્સીમાં 2 ટકા વૃદ્ધિ સાથે સતત કિંમત નિર્ધારણ શક્તિ દ્વારા સંચાલિત છે.

2024 માટે આઉટલૂક

વિન્ધામે 2024ના પ્રથમ છ મહિનામાં $102 મિલિયનની ચોખ્ખી આવક નોંધાવી હતી, જે નાણાકીય વર્ષ 2023ના અર્ધવાર્ષિક સમાન સમયગાળામાં $137 મિલિયનથી ઓછી હતી. આ વર્ષના પ્રથમ છ મહિનામાં ચોખ્ખી આવક $671 મિલિયન હતી, જે અગાઉના વર્ષના અર્ધવાર્ષિક સમયગાળાના $674 મિલિયનથી થોડી ઓછી હતી.

2024ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા માટે EPS $1.26 હતું, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં $1.59 હતું, જ્યારે કાર્યકારીઆવક 2023ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં $236 મિલિયનથી ઘટીને $195 મિલિયન થઈ હતી, એમ વિન્ધામે જણાવ્યું હતું.

જો કે, કંપની હવે $338 મિલિયન અને $348 મિલિયનની વચ્ચે એડજસ્ટેડ ચોખ્ખી આવકની અપેક્ષા રાખે છે, જે $341 મિલિયનથી $351 મિલિયનના અગાઉના આઉટલૂકમાં સુધારેલ છે. એડજસ્ટેડ EPS $4.20 અને $4.32 ની વચ્ચે રહેવાની ધારણા છે, જે અગાઉની $4.18 થી $4.30 ની રેન્જથી વધારે છે.

વિન્ધામની પ્રથમ ત્રિમાસિક ગાળાની ચોખ્ખી આવક 2023ના સમાન સમયગાળામાં $67 મિલિયનથી ઘટીને $16 મિલિયન થઈ ગઈ. જો કે, તેની વૈશ્વિક વિકાસ પાઇપલાઇન 8 ટકા વધી, રેકોર્ડ 243,000 રૂમ અને લગભગ 2,000 હોટલ સુધી પહોંચી. કંપનીએ 13,000 રૂમ ખોલ્યા, જે વાર્ષિક ધોરણે 27 ટકાનો વધારો દર્શાવે છે.

More for you

Kabani Hotel Group Wraps 9th Annual Hotel Investment Forum
Photo credit: Kabani Hotel Group

Kabani wraps 9th investment forum

Summary:

  • Kabani Hotel Group concluded its 9th Annual Investment Forum in Miami.
  • Speakers included Peachtree’s Friedman and Wyndham’s Ballotti.
  • The trade show offered collaboration and industry business opportunities.

MORE THAN 300 HOTEL owners, investors, developers, lenders and executives attended Kabani Hotel Group’s 9th Annual Hotel Investment Forum at the JW Marriott Marquis in Miami, Florida. The forum was created to offer collaboration and industry business opportunities.

Speakers included Greg Friedman, CEO of Peachtree Group; Mitch Patel, founder and CEO of Vision Hospitality; and Geoff Ballotti, president and CEO of Wyndham Hotels & Resorts.

Keep ReadingShow less