Skip to content

Search

Latest Stories

પીચટ્રી હોટેલ ગ્રુપે ફ્લોરિડાની બે હોટેલ હસ્તગત કરી

કંપની દ્વારા આ વર્ષે અંદાજે બે બિલિયન ડોલરથી વધુની હોટેલ અકસ્કયામતોની ખરીદી કરવામાં આવી છે

પીચટ્રી હોટેલ ગ્રુપે ફ્લોરિડાની બે હોટેલ હસ્તગત કરી

પીચટ્રી હોટેલ ગ્રુપ દ્વારા તાજેતરમાં ફ્લોરિડા ખાતે બે અપસ્કેલ હોટેલની ખરીદી કરવામાં આવી છે. જેમાં 207-કી એસી હોટેલ માયામી એવેન્ચ્યુરા અને 233-કી એલોફ્ટ માયામી એવેન્ચ્યુરા, કે જે એવેન્ચ્યુરા, ફ્લોરિડા ખાતે માયામીથી બહાર આવેલી છે તેનો સમાવેશ થાય છે.

બિમલ પટેલ, હિતેન સુરજ અને રૂપેશ પટેશની ભાગીદારીવાળી આ એટલાન્ટા ખાતે આવેલી પીચટ્રી દ્વારા આ વર્ષે અંદાજે બે બિલયન ડોલરથી વધુની હોટેલ અસ્કયામત હાંસલ કરવામાં આવી છે. હાલના સમયે સર્જાયેલી પરિસ્થિતિમાં હોસ્પિટાલિટી રિકવરી સાઇકલ વચ્ચે કંપની આવનારા સમયમાં વધુમાં વધુ આ પ્રકારની અસ્કયામતો હાંસલ કરવાનું આયોજન ધરાવે છે.


આ અંગે પીચટ્રીના સીઈઓ ગ્રેગ ફ્રાઇડમેન કહે છે કે પીચટ્રી દ્વારા સાઇકલ સ્પેસિફિક ઓપોર્ચ્યુનિટીઝમાં રોકાણ કરવાની શરૂઆતને ધ્યાને રાખીને આ કામગીરી કરવામાં આવી છે. હાલના સમયે અમે લોકો હોટેલો હાંસલ કરવા માટે વધારે સારી તકોને નિહાળી રહ્યાં છીએ. આવી તક છેલ્લાં 15 મહિના દરમિયાન નહોતી. હાલના સમયે જે પ્રકારની પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે તેને ધ્યાને રાખીએ તો  રીયલ એસ્ટેટની સાથે હોટેલ સંપત્તિમાં રોકાણ કરવું એ સૌથી વધારે હિતાવહ છે.

આ બંને હોટેલ એક જ સ્ટ્રીટમાં એકબીજાની ખૂબ નજીક છે, જ્યાં 2.4 મિલિયન સ્કેવર ફૂટમાં ફેલાયેલ એવેન્ચ્યુરા મોલ, એવનચ્યુરા આર્ટ્સ એન્ડ કલ્ચરલ સેન્ટર, એવેન્ચ્યુરા હોસ્પિટલ એન્ડ મેડિકલ સેન્ટર અને ગલ્ફસ્ટ્રીમ પાર્ક રેસિંગ અને કેસિનો આવેલા છે. એસી હોટેલની આસપાસના વિસ્તારમાં ઓફિસ કેમ્પસ આવેલા છે જ્યાં નવી ઓફિસોની સાથે આવનારા સમયમાં મનોરંજન માટેના સ્થળ પણ નિર્માણ પામી શકસે.

આ સોદા અંગેની શરતો અને વિગતો જાહેર કરવામાં આવી નથી. કેલિફોર્નિયાના પાસો રોબલેસ ખાતે આવેલી 81-કી હેમ્પ્ટન ઇન એન્ડ સ્યુટ્સ તથા 60-કી લા બેલાસેરા હોટેલ એન્ડ સ્યુટ્સના સંપાદન પછી ફ્લોરિડા ખાતેની સંપત્તિની ખરીદી કરવામાં આવી છે.

આ અંગે પીચટ્રીના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ ફોર ઇન્વેસ્ટમેન્ટ બ્રાયન વાલ્ડમાન કહે છે કે આ નવા સોદાને કારણે ગ્રેટર માયામી અને માયામી બીચ આસપાસના મોકાના સ્થળોએ મહત્વની સંપત્તિઓ મેળવવાનું સરળ બની શકાશે. આ સ્થળ એવા છે કે જ્યાં કોર્પોરેટ અને ટુરિઝમ ટ્રાવેલનો સમન્વય થાય છે.

More for you

યુ.એસ. હોટેલ ઉદ્યોગ નુકસાન

શટડાઉનને કારણે ટ્રાવેલને $1.8 બિલિયનનું નુકસાનઃ USTA

યુ.એસ. ટ્રાવેલ એસોસિએશન વેબસાઇટ પર રીઅલ-ટાઇમ કોસ્ટ ટિકર અનુસાર, 1 ઓક્ટોબરથી શરૂ થયેલા સરકારી શટડાઉનને કારણે યુ.એસ.એ સ્થાનિક મુસાફરીમાં $1.8 બિલિયનથી વધુનું નુકસાન કર્યું. દરમિયાન, ટ્રમ્પ વહીવટીતંત્રે બજેટ મડાગાંઠ ચાલુ રહેતાં 4,000 થી વધુ ફેડરલ કર્મચારીઓને છટણી કરવાનું શરૂ કર્યું હોવાના અહેવાલ છે.

યુ.એસ.ટી.એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 8 ઓક્ટોબરે એસોસિએશનનું ટિકર $1 બિલિયનને વટાવી ગયું હતું અને નુકસાન દર સેકન્ડે વધી રહ્યું છે.

Keep ReadingShow less