NJ ફ્રેન્ચાઇઝ રિફોર્મ બિલ એસેમ્બલીથી સેનેટમાં જશે

AAHOA રિફોર્મ બિલને સમર્થન આપે છે, AHLA વિરોધ કરે છે

0
522
AAHOA supports the proposed legislation but AHLA opposes it કેપ્શન્સઃ ન્યુજર્સી એસેમ્બલી બિલ A1958ના સ્પોન્સર ન્યુજર્સી એસેમ્બલી મેમ્બર રાજ મુખરજી (જમણેથી ત્રીજા)એ રજૂ કરેલું બિલ ન્યૂ જર્સી ફ્રેન્ચાઇઝ પ્રેક્ટિસ એક્ટમાં ફેરફાર કરશે. AAHOAના સભ્યો . (ડાબેથી જમણે) દુષ્યંત પટેલ, રાજ પરીખ, સીઝેડ પટેલ, પ્રકાશ શાહ, મૌલેશ પટેલ અને રાજેશ પટેલ તેના સમર્થનમાં છે. આમ AAHOA બિલને સમર્થન આપે છે જ્યારે અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશન (AHLA) તેના વિરોધમાં બહાર આવ્યું છે અને કહ્યું કે તે "હોટેલ ફ્રેન્ચાઇઝીંગના પાયાને નબળું પાડશે." AHLAના પ્રેસિડેન્ટ અને સીઈઓ ચિપ રોજર્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે A19558 હોટેલ ફ્રેન્ચાઇઝર્સ પર ઘણા બધા નિયંત્રણો લાદશે અને તેમને રાજ્યમાંથી ભગાડી દેશે.

રાજ્યમાં ફ્રેન્ચાઇઝ બિઝનેસ મોડલમાં સુધારો કરનારું ન્યુજર્સી બિલ તે મેના અંતમાં એક બીજું પગલું આગળ વધ્યું. એસેમ્બલીથી સેનેટ તરફ આગળ વધ્યું અને AAHOA સહિતના સમર્થકો આ વર્ષે કાયદો બનવાની અપેક્ષા રાખે છે. જો કે, અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશન કાયદાના વિરોધમાં બહાર આવ્યું છે અને કહ્યું છે કે તે “હોટેલ ફ્રેન્ચાઇઝીંગના પાયાને નબળું પાડશે.”

ન્યૂ જર્સી એસેમ્બલી બિલ A1958 કે જે ન્યૂ જર્સી ફ્રેન્ચાઇઝ પ્રેક્ટિસ એક્ટમાં ફેરફારો કરશે તે 26 મેના રોજ એસેમ્બલીએ પસાર કર્યું અને હવે તે રાજ્યની સેનેટમાં જશે. AAHOA બિલને સમર્થન આપી રહ્યું છે,  કહે છે કે તે તેના 12 પોઈન્ટ્સ ઓફ ફેર ફ્રેન્ચાઈઝીંગમાં સમાવિષ્ટ અનેક ચિંતાઓને પ્રતિબિંબિત કરે છે. ખાસ કરીને,  તે રિટેલરો માટે ફરજિયાત  રિબેટ્સ, લોયલ્ટી પ્રોગ્રામ્સ અને નવી ફી માટેના નિયમોમાં સુધારો કરશે, એમ AAHOA એ એક નિવેદનમાં જણાવ્યું હતું.

AAHOAના ચેરમેન ભરત પટેલે જણાવ્યું હતું કે, “ન્યુ જર્સી લાંબા સમયથી મજબૂત ઉદ્યોગસાહસિક સંસ્કૃતિ ધરાવતું રાજ્ય રહ્યું છે જે ઘણા AAHOA સભ્યો સહિત ઇમિગ્રન્ટ્સનું સ્વાગત કરે છે.” “રાજ્યની એસેમ્બલીએ તેને માન્યતા આપી અને ફેર ફ્રેન્ચાઇઝીંગ સિદ્ધાંતોને આગળ વધારવા માટે મત સાથે ન્યુજર્સીને નાના વ્યવસાયો માટે વધુ સારું સ્થાન બનાવવા તરફની દિશામાં એક પગલું ભર્યું છે. ન્યુજર્સી ફેર ફ્રેન્ચાઇઝીંગ પ્રેક્ટિસને ટેકો આપવા માટે રાષ્ટ્ર માટે એક ઉદાહરણ બની શકે છે, જે હોટલના માલિકોને અમેરિકન સ્વપ્નને હાંસલ કરવા દે છે.”

AAHOA ખુશ

AAHOA બિલના ચાર મહત્વના મુદ્દાને સમર્થન આપે છે:

જો કોઈ ફ્રેન્ચાઈઝર અથવા બ્રાન્ડ પાર્ટનર ફ્રેન્ચાઈઝી દ્વારા ખરીદીના આધારે રિટેલર પાસેથી કમિશન અથવા રિબેટ મેળવે છે, તો તે સંપૂર્ણ રીતે જાહેર કરવું જોઈએ અને ફ્રેન્ચાઈઝી અને ફ્રેન્ચાઈઝી સિસ્ટમને સોંપવું જોઈએ.

જ્યાં સુધી રિટેલર્સ સ્પર્ધાત્મક કિંમતો માટે ફ્રેન્ચાઇઝીઓને આ ફરજિયાત ઉત્પાદનો અને સેવાઓ પ્રદાન કરે ત્યાં સુધી AAHOA  રિટેલર્સની વિશિષ્ટતા સામે વાંધો ઉઠાવશે નહીં.

AAHOA નફા માટે બ્રાન્ડ પાર્ટનર અથવા ફ્રેન્ચાઇઝર દ્વારા લોયલ્ટી પોઈન્ટના વેચાણને સમર્થન આપશે નહીં.

AAHOA અગાઉથી મંજૂરી વિના ફ્રેન્ચાઇઝી ડિસ્ક્લોઝર દસ્તાવેજમાં અગાઉ જાહેર કરવામાં આવી ન હોય તેવી ફ્રેન્ચાઇઝ ફી ઉમેરવામાં આવશે તેને સમર્થન આપશે નહીં.

AAHOA ફ્રેન્ચાઇઝ બિઝનેસ મોડલ માટે ફરજિયાત અને પસંદગીના રિટેલરો તરીકે સેવા આપવા માટે પ્રમાણિત મહિલા-માલિકીના, લઘુમતી-માલિકીના અને અનુભવી-માલિકીના વ્યવસાયોની પસંદગીને સમર્થન આપે છે.

AAHOAના પ્રમુખ અને CEO લૌરા લી બ્લેકે જણાવ્યું હતું કે, “આજે અમે ન્યુ જર્સીમાં અમારા હોટેલીયર ફ્રેન્ચાઇઝી સભ્યોના સાચા અને એકમાત્ર અવાજ તરીકે સેવા આપવાનો દિવસ ઉજવીએ છીએ.” “આ પ્રયાસોને ચેમ્પિયન બનાવવા માટે એસેમ્બલી મેમ્બર રાજ મુખરજીનો અને એ 1958ની તરફેણમાં મતદાન કરનાર એસેમ્બલીના 40 વધારાના સભ્યોમાંથી પ્રત્યેકનો અમારો નિષ્ઠાપૂર્વક આભાર માનીએ છીએ. અમારા ન્યુજર્સીના નેતાઓ અને સભ્યોને આ માટે વિધાનસભા સ્તરે સતત અથાક પ્રયાસો બદલ અભિનંદનને પાત્ર છે.

તાજેતરના મહિનાઓમાં, મેરિયોટ ઈન્ટરનેશનલ અને ચોઈસ હોટેલ્સ ઈન્ટરનેશનલ ન્યૂ જર્સીના કાયદા પર AAHOAના વલણની સામે ખુલ્લેઆમ બહાર આવ્યા હતા. બંને કંપનીઓએ તાજેતરમાં લોસ એન્જલસમાં 2023 AAHOA કન્વેન્શન અને ટ્રેડ શોનો બહિષ્કાર કર્યો હતો.

AAHOA ટ્રેઝરર કમલેશ પટેલે જણાવ્યું હતું કે, “મોટા કોર્પોરેટ ફ્રેન્ચાઇઝર્સ અને AHLA જેવા તેમના એજન્ટોએ હોસ્પિટાલિટી ઉદ્યોગની આગળની હરોળ પરના મહેનતુ પુરુષો અને મહિલાઓના ખર્ચે બ્રાન્ડને સુરક્ષિત રાખવા માટે આ કાયદાનો વિરોધ કરવા માટે સમય અને નાણાં ખર્ચ્યા હતા.” “અમે પ્રશંસા કરીએ છીએ કે રાજ્યની એસેમ્બલીએ આ જોયું અને ફેર ફ્રેન્ચાઇઝીંગ પ્રેક્ટિસની તરફેણમાં સ્ટેન્ડ લીધો જે નાના વ્યવસાયો અને ન્યુ જર્સીના હોસ્પિટાલિટી ઉદ્યોગને ટેકો આપે છે.”

AHLAની ચેતવણી

A1958 પસાર થવું એ અત્યંત ચિંતાજનક બાબત છે, એમ AHLA એ તેના નિવેદનમાં જણાવ્યું હતું. સંગઠને તેને “હાનિકારક કાયદો” કહ્યો.

“વર્તમાન હોટેલ ફ્રેન્ચાઇઝી મોડલ હોટેલ ઉદ્યોગની કરોડરજ્જુ છે. તે દેશભરમાં લાખો નોકરીઓને ટેકો આપે છે અને અસંખ્ય હોટેલિયર્સ અને કર્મચારીઓ માટે અમેરિકન સ્વપ્ન સાકાર કરવાનો માર્ગ મોકળો કર્યો છે. કમનસીબે, ન્યુ જર્સીની જનરલ એસેમ્બલીના સભ્યોએ આજે તે સફળ મોડલને નષ્ટ કરવા માટે મત આપ્યો હતો,” AHLAના પ્રમુખ અને સીઇઓ ચિપ રોજર્સે જણાવ્યું હતું. ન્યુજર્સી એસેમ્બલીએ પસાર કરેલો કાયદો અતિથિઓ જાણે છે અને વિશ્વાસ કરે છે તે ગુણવત્તાના ધોરણોને લાગુ કરવાની બ્રાન્ડની ક્ષમતાને મર્યાદિત કરીને હોટેલ ફ્રેન્ચાઇઝીંગના પાયાને સંપૂર્ણપણે નબળી પાડશે.

તે હોટેલ લોયલ્ટી પ્રોગ્રામ માટે નોંધપાત્ર અવરોધો પણ ઊભા કરશે, જે મહેમાનો માટે ન્યુ જર્સીની હોટલોમાં રોકાઈને લોયલ્ટી પોઈન્ટનો ઉપયોગ કરવા અથવા તેને મેળવવાનું મુશ્કેલ બનાવે છે. આખરે, આ કાયદો હોટલોને રાજ્યની બહાર લઈ જશે અને નવા વિકાસને મર્યાદિત કરશે. ન્યૂ જર્સીની હોટેલ મહેમાનો માટે ઓછા વિકલ્પો અને હલકી ગુણવત્તાવાળા અનુભવોની શ્રેણી સર્જશે. આ બિલ સમગ્ર ગાર્ડન સ્ટેટમાં પ્રવાસનને નોંધપાત્ર રીતે નુકસાન પહોંચાડશે, જે ન્યુજર્સીના $13.4 બિલિયનના હોટેલ ઉદ્યોગને જોખમમાં મૂકશે. હોટેલ ગેસ્ટ દર વર્ષે આટલી રકમ ન્યુજર્સીની હોટેલોમાં ખર્ચે છે. તેની સાથે 1,180 હોટેલો કુલ 45,500 હોટેલ નોકરિયાતોને સમર્થન પૂરુ પાડે છે. આથી AHLA આ ખરડાને કાયદો બનતા અટકાવવા પૂરેપૂરી લડત આપશે.