આહોઆકોન 2021માં નવું પ્રોટોટાઇપ્સ અને રીનોવેશન પ્રોગ્રામ ખુલ્લું મુકાયું

બે એક્સટેન્ડેડ-સ્ટે બ્રાન્ડને નવી ડિઝાઇન મળી, વિન્ધમની માઇક્રોટેલ અને લા ક્યુઇન્ટાને નવો દેખાવ મળ્યો

0
415
રેડ રૂફ ઈન્સની નવી હોમ ટાઉન સ્ટુડિયો પ્રોટોટાઇપ્સ, ડાબે, ગત સપ્તાહે ડલ્લાસમાં યોજાયેલ 2021 આહોઆ કન્વેન્શન એન્ડ ટ્રેડ શો દરમિયાન રજુ કરાયું. જે ઓછા ખર્ચમાં સારો અને આકર્ષક દેખાવ સહિતની વિશેષતા ધરાવે છે. જી6 હોસ્પિટાલિટી દ્વારા પણ પોતાના સ્ટુડિયો 6 સ્યુટ્સ ડિઝાઇનની રજુઆત થઇ હતી. બન્ને ડિઝાઇન એક્સટેન્ડેડ-સ્ટે હોટેલ્સ માટે છે.

ગત સપ્તાહે ડલ્લાસ ખાતેના કે બેઇલી હત્ચીસન કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયેલ 2021 આહોઆ કન્વેન્શન એન્ડ ટ્રેડ શોનો મોખરાની ત્રણ હોટેલ કંપનીઓએ સારો લાભ મેળવ્યો છે. તેમણે નવા બ્રાન્ડ પ્રોટોટાઇપ્સ અને નવીનીકરણ અંગેની જાહેરાત કરી છે. જેમાં બે નવી એક્સટેન્ડેડ-સ્ટે માટે વર્તમાન મિડસ્કેલ બ્રાન્ડમાં નવા મૂડીરોકાણ સહિતની બાબતનો સમાવેશ થાય છે.

રેડ રૂફ ઈન દ્વારા તેના નવા હોમટાઉન સ્ટુડિયો પ્રોટોટાઇપની રજુઆત કરવામાં આવી હતી. જે અંગે કંપનીએ જણાવ્યું કે તેમાં ઓછા ખર્ચમાં સારો આકર્ષક દેખાવ મેળવી શકાય તેમ છે. તેનાથી બ્રાન્ડની કાર્યક્ષમતામાં પણ અસર જોવા મળશે. ઉપરાંત, જી6 હોસ્પિટાલિટી કે જે મોટેલ 6 અને સ્ટુડિયો 6ની પેરેન્ટ કંપની છે, તેણે પણ તેના સ્ટુડિયો 6 સ્યુટ્સની જાહેરાત કરી છે જે એક્સટેન્ડેડ-સ્ટે બ્રાન્ડની તેની માંગમાં વધારો સૂચવે છે.

વિન્ધમ હોટેલ્સ એન્ડ રીસોર્ટસ દ્વારા પણ એવી જાહેરાત કરવામાં આવી હતી કે તે આવનારા ત્રણ વર્ષ દરમિયાન તેની વિન્ધમ બ્રાન્ડ માઇક્રોટેલ અને લા ક્યુઇન્ટામાં 40 મિલિયન ડોલર કરતાં વધારેનું મૂડીરોકાણ કરશે.

એક્સટેન્ડેડ-સ્ટેનો વધતો પ્રભાવ

હોટેલ માલિકો, લાંબાગાળાની ફ્રેન્ચાઇઝીસ અને મહેમાનો દ્વારા રેડ રૂફના નવા હોમટાઉન સ્ટુડિયો માટેની ડિઝાઇન અંગે પોતાના મંતવ્યો રજૂ કરવામાં આવ્યા હતા. મહામારી દરમિયાન પણ હોટેલ કંપની દ્વારા સારો વેપાર અને સંચાલન સહિતની કામગીરી કરવામાં આવી હોવાની નોંધ લેવામાં આવી હતી.

રેડ રૂફના કાર્યકારી પ્રેસિડેન્ટ જ્યોર્જ લીમબર્ટે કહ્યું હતું કે ફ્રેન્ચાઇઝી સમુદાય અને ભાગીદારોની માંગણીઓ તથા જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સેંકડો કલાકોની મહેનત પછી હોમટાઉન સ્ટુડિયોનું પ્રોટોટાઇપ તૈયાર કરવામાં આવ્યું છે.

નવી ડિઝાઇનમાં તેના પારંપરિક દેખાવની સાથે ગેસ્ટ રૂમમાં નવા ફર્નિચર અને ફિક્સચરનો સમાવેશ થાય છે. નવી ડિઝાઇનમાં પબ્લીક એરીયા કે જેમાં ઓનસાઇટ ઓફિસ અને ગેસ્ટરૂમની નજીકની લોન્ડ્રી સહિતના લેઆઉટનો સમાવેશ ડિઝાઇનમાં કરી લેવાયો છે. રૂમ ફ્લોરની ડિઝાઇન એ પ્રકારે તૈયાર કરાઈ છે કે જેમાં વધારેમાં વધારે મોકળાશ મળી રહે.

નવા પ્રોટોટાઇપને કારણે ફ્રેન્ચાઇઝ મૂલ્યોમાં વધારો થયો છે, તેમ રેડ રૂફના ચીફ ડેવલપમેન્ટ ઓફિસર મેટ્ટ હોસ્ટેટલરે કહ્યું હતું. તે એક લાંબા ગાળાની વ્યૂહાત્મક રણનીતિનો ભાગ છે.

જી6નું નવું સ્ટુડિયો 6 સ્યુટ્સ એ ગ્રાહકોની બદલાતી માંગણીઓ અને અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયો છે.

નવી બ્રાન્ડ ઇકોનોમી સેગમેન્ટમાં સ્યુટનો અનુભવ પૂરો પાડી શકે તે પ્રકારે તૈયાર કરવામાં આવી છે. જેમાં ત્રણ થી સાત દિવસનો રોકાણ કરનારા બિઝનેસ અને લેઝર ટ્રાવેલર્સને સારો અનુભવ મળી રહેશે.

બહોળા નફા માટે નાણાંનો ખર્ચ

અન્ય નવું પ્રોટોટાઇપ વિન્ધમના માઇક્રોટેલ લિફ્ટ ઇન્સેન્ટિવ પ્રોગ્રામને આગળ વધારે છે. આ પ્રોગ્રામ કંપનીના એલક્યુયુપી રીનોવેશન પહેલ કાર્યક્રમને અનુલક્ષી છે જે લા ક્યુઇન્ટા માટે 2020માં રજુ થયો હતો. તે ફ્રેન્ચાઇઝીને નવી બ્રાન્ડ માટે નવીનીકરણ માટે ઓછા ખર્ચમાં પોષાય તેવા બ્રાન્ડના નવા મોડા પ્રોટોટાઇપ સાથેછે.

એલક્યુયુપી સાથે 80 કરતાં વધારે પ્રોપર્ટીઝ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો, જેમાં સરેરાશ રેવપારમાં વધારો જોવા મળ્યો હતો. આ કાર્યક્રમ હેઠળ 100 કરતાં વધારે હોટેલોનું નવીનીકરણ કામગીરી ચાલી રહી છે.

અમારી પાસે ઘણા ફ્રેન્ચાઇઝી માલિકો આવી રહ્યાં છે અને આવનારા સમયના વેપાર માટે પોતાને સજ્જ કરવા માટે સહકાર ઇચ્છી રહ્યાં છે, તેમ વિન્ધમના લા ક્યુઇન્ટાના પ્રેસિડેન્ટ અને હેડ ઓફ આર્કિટેકચર ક્રિષ્ના પાલીવાલે કહ્યું હતું. અમે એ બાબતનું ખાસ ધ્યાન રાખ્યું છે કે હાલની અમારી હોટેલોને નવા પ્રોટોટાઇપનો પૂરુપુરો લાભ મળી રહે.