નવી કંપની દ્વારા બહુહેતુક કોન્ટેક્ટલેસ દરબાન કાર્યક્રમ રજૂ કરાયો

નવી સિસ્ટમ દ્વારા હોટેલમાં ચેક-ઈનની સાથે પેમેન્ટ નિયંત્રણ અને આઈડી ચકાસણી કરી શકવામાં સરળતા અને સુરક્ષા વધશે.

0
679
સર્વિસ કંપની વિરડી દ્વારા નવો સોફ્ટવેર કાર્યક્રમ લોન્ચ કરાયો છે. જેને દરબાન કે ચોકિદાર પ્રોગ્રામ એવું નામ આપવામાં આવ્યું છે. નવા કાર્યક્રમ દ્વારા કોઇપણ હોટેલમાં સંપર્કમાં આવ્યા વગર ચેક-ઈનના વિકલ્પ આપવામાં આવ્યા છે. જે મોબાઇલ એપનો ઉપયોગ કરીને ઈન લોગીંગ ડિવાઇસ તરીકે ઉપયોગ કરી શકાશે. આઈઓએસ/ એન્ડ્રોઇડ વોલેટ અને વર્ચ્યુઅલ એજન્ટની કામગીરી પણ કરી શકશે. આ કંપનીના ચેરમેન તરીકે રાજીવ ત્રિવેદી છે, જેઓ વિન્ધમ હોટેલ એન્ડ રીસોર્ટ આઈએનસીની લો ક્યૂઇન્ટાઈનના ભૂતપૂર્વ બ્રાન્ડ પ્રેસિડેન્ટ છે.

આ સોફ્ટવેર કંપનીના અધ્યક્ષસ્થાને તેની પ્રથમ પ્રોડક્ટ સત્તાવાર રીતે માર્કેટમાં રજૂ કરવામાં આવી છે. જેને વિરડીની દરબાન એવું નામ આપવામાં આવ્યું છે. જેના દ્વારા વર્ચ્યુઅલ રીસેપ્શન જેમાં કોન્ટેક્ટલેસ ચેક-ઈનની ક્ષમતા અને પેમેન્ટ પ્રક્રિયા તથા આઈડી વેરીફિકેશનની સુવિધા પણ આપવામાં આવી છે.

વિરડી કે જેના દ્વારા ત્રિવેદી સહિતના મૂડીરોકાણકારો પાસેથી બીજમૂડી રૂપે બે મિલિયન ડોલર એકત્ર કરવામાં આવ્યા છે. તેના દ્વારા તૈયાર કરાયેલ દરબાન કાર્યક્રમ દ્વારા ઘરોમાં અને હોટેલોમાં મલ્ટીફેમિલી-બહુપરિવારો દ્વારા પણ તેનો ઉપયોગ થઇ શકે છે. ટેક્સાસના ઓસ્ટીનસ્થિત આ કંપનીએ જણાવ્યું કે ગેસ્ટ દરબાન સિસ્ટમનો ઉપયોગ કંપનીના મોબાઇલ એપ દ્વારા કરી શકે છે. જેમાં ઈન-લોબી ડિવાઇસ ઉપરાંત આઈઓએસ/ એન્ડ્રોઇડ વોલેટ અને વર્ચ્યુઅલ એજન્ટની સુવિધા પણ આપવામાં આવી છે.

નવી સિસ્ટમ દ્વારા સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા આરએફઆઈડી અને બીએલઈ સ્માર્ટલોકને પણ એકિકૃત કરી શકાય છે. ઉપરાંત મોબાઇલ પેમેન્ટ પ્લેટફોર્મ અને પીએમએફ સીસ્ટમ સાથે પણ જોડી શકાય છે. વિરડી દ્વારા એવો દાવો કરવામાં આવ્યો કે દરબાન કાર્યક્રમ દ્વારા દરવર્ષે ટિપિકલ પ્રોપર્ટી માટે વપરાશમાં લેવાતા કલાકોમાં અંદાજે પાંચ હજારથી લઇને દસ હજાર કલાકોની બચત થઇ શકે છે. આ ઉપરાંત તેની આઈડી વેરિફિકેશનની ક્ષમતા ક્રેડિટકાર્ડ ફ્રોડ અને ચાર્જીસને ઘટાડવામાં ઉપયોગી નિવડે છે. અર્થાત આ સિસ્ટમથી ક્રેડિટકાર્ડ ફ્રોડની શક્યતા ઘટી જાય છે.

ત્રિવેદીએ એશિયન હોસ્પિટાલિટીને જણાવ્યું કે પર્યાવરણને ધ્યાનમાં રાખ્યા વગર તેમના મતે આ સિસ્ટમ એક ભવિષ્ય છે. ગ્રાહકો અન્ય સુવિધાઓની સાથે સ્વતંત્ર રીતે તેનો ઉપયોગ કરી શકે છે. જેમ કે એરપોર્ટ, રીટેલ સ્ટોર વગેરેમાં પણ તેનો ઉપયોગ થઈ શકે છે. તેમણે એમપણ કહ્યું કે કેટલીક સિસ્ટમમાં અમારી હોટેલ ઇન્ડસ્ટ્રી હજુ પણ પાછળ છે અને સંપૂર્ણ નથી. જે આપણને આ સિસ્ટમનો ઉપયોગ કરવાથી વંચિત રાખે છે પરંતુ હવે આ નવી સિસ્ટમ તેમને ઉપયોગી નિવડશે.

વિરડી દરબાન પ્રોગ્રામ હોટેલમાં હાલમાં કાર્યરત સિસ્ટમ સાથે જોડીને તેનો ઉપયોગ કરી શકાય એ રીતે તૈયાર કરવામાં આવી છે એમ વિરડીના સ્થાપક બ્રાનીગન મુલકેહી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

તેમણે એમ પણ કહ્યું કે તમામ સર્વગ્રાહી સિસ્ટમ પ્રોગ્રામ તૈયાર કરવા માટે કઠોર પરિશ્રમ આઈટી ટીમ દ્વારા ઈનહાઉસ કરવામાં આવે છે. જે કોઇ મજબૂત ઉકેલ લાવવામાં અને નિભાવવામાં સફળ થતા નથી. આમ છતાં જ્યારે વિરડીનું નિર્માણ કરવામાં આવ્યું કે જે ચાવીરૂપ સર્વગ્રાહી અને અનોખા પ્રકારની હોવાથી તેનો ઉપયોગ ઓરેકલના ઓપેરા ટીએમએક્સ સાથે પણ થઇ શકે છે. તેનો ઉપયોગ વિરડીનો કોઇપણ ગ્રાહક કરી શકે છે. એટલે કે તેનો અર્થ એવો કરી શકાય કે દરેક સર્વગ્રાહી વિરડી દ્વારા એક સૌથી મોટું આરઓઆઈ જનરેટ એટલે કે સર્જન થાય છે. જે કોઇ બ્રાન્ડ અથવા મેનેજમેન્ટ કંપનીના ટીપીકલ અને વ્યક્તિગત કરતાં અલગ પડે છે.

વિરડીના અન્ય સ્થાપક અને મુખ્ય ટેકનોલોજીસ્ટ નાદવ કોર્નબર્ગ દ્વારા જણાવવામાં આવ્યું કે દરબાન કાર્યક્રમ મહેમાનોના ઉપયોગ માટે કસ્ટમાઇઝેશનની સુવિધા પણ પૂરી પાડે છે.

તેમણે એમ પણ કહ્યું કે દરેક અંતિમ ઉપયોગ કરતાં સમાન ટેકનોલોજી ઉપયોગ કરી શકતા નથી. તેથી સંપૂર્ણ ઉકેલ સુવિધા પૂરી પાડવા માટે અમે અંતિમ વપરાશકારને જે ઓફર કરીએ છીએ તેમાં મોબાઇલ દ્વારા, વેબ દ્વારા એકબીજા સાથે સંપર્ક, ઇનલોબી ઉપકરણ અને અથવા વર્ચ્યુઅલ એજન્ટ તરીકે કામગીરી બજાવશે. તેમણે એમ પણ કહ્યું કે અમે અલગ અલગ કામગીરી સતત સાતત્યપૂર્ણ ચાલુ રાખીશું.