LE: U.S. હોટેલ કન્સ્ટ્રકશન પાઇપલાઇનની વૃદ્ધિ સળંગ બીજા ક્વાર્ટરમાં પણ જારી રહી

નવી પ્રોજેક્ટ જાહેરાત બમણા કરતાં પણ વધારે છે, જ્યારે અપસ્કેલ અને અપર-મિડસ્કેલ 68 ટકા પ્રોજેક્ટ સાથે સૌથી આગળ છે

0
1206
લોજિંગ ઇકોનોમેટ્રિક્સ જણાવે છે કે કુલ અમેરિકન કન્સ્ટ્રકશન પાઇપાઇન વાર્ષિક ધોરણે પ્રોજેક્ટ મુજબ 9 ટકા અને રૂમ મુજબ ચાર ટકાના દરે વૃદ્ધિ પામી છે.

યુ.એસ. હોટેલ્સ પાઇપલાઇને પ્રવાસન ક્ષેત્રએ વેગ પકડતા 2022ના બીજા ક્વાર્ટરના અંતે વૃદ્ધિ દર્શાવી હતી, એમ લોજિંગ ઇકોનોમેટ્રિક્સનું કહેવું છે. અપસ્કેલ અને અપરમિડસ્કેલ સેગમેન્ટ્સે પાઇપલાઇન હેઠળના પ્રોજેક્ટ્સમાં 68 ટકાના દરે વૃદ્ધિ દર્શાવી છે.

કુલ યુ.એસ. કન્સ્ટ્રકશન પાઇપલાઇન 5,220 પ્રોજેક્ટની સાથે 6,21,268 રૂમ બીજા કવાર્ટરમાં ઉમેર્યા છે. તેમા પ્રોજેક્ટના ધોરણે નવ ટકા અને રૂમના ધોરણે ચાર ટકા વૃદ્ધિ દર્શાવી છે, એમ LEના યુ.એસ. કન્સ્ટ્રકશન પાઇપલાઇન ટ્રેન્ડ રિપોર્ટે જણાવ્યું હતું.

બીજા ક્વાર્ટરમાં 965 પ્રોજેક્ટની સાથે 1,30,914 રૂમ અંડરકન્સ્ટ્રકશન હતા, જે પ્રોજેક્ટની સંખ્યાની રીતે 17 ટકા અને રૂમની રીતે 18 ટકા ઘટાડો દર્શાવે છે. કુલ 2009 પ્રોજેક્ટની સાથે આગામી 12 મહિનામાં 2,32,163 રૂમ ઉમેરાશે જે ગયા વર્ષની તુલનાએ પ્રોજેક્ટના સંદર્ભમાં 9 ટકા અને રૂમના સંદર્ભમાં 9 ટકા વૃદ્ધિ દર્શાવે છે.

અહેવાલ મુજબ પ્રોજેક્ટ અને રૂમોનું આગોતરુ આયોજન 2,246 પ્રોજેક્ટની સાથે 2,58,191 રૂમ સુધી પહોંચ્યુ છે, જે ગયા વર્ષની તુલનાએ પ્રોજેક્ટની રીતે 26 ટકા અને રૂમોના પ્રમાણમાં 15 ટકા વૃદ્ધિ દર્શાવે છે. અહેવાલે જણાવ્યું હતું કે માંગમાં સુધારા અને ગ્રાહક માનસમાં વૃદ્ધિ તથા પ્રવાસના ઊંચા દરના લીધે ખર્ચ ઊંચા સ્તરે પહોંચતા છેલ્લા કેટલાક મહિનાઓથી હોટેલની આવક વધી છે. આના લીધે ઉદ્યોગની ભાવિ હકારાત્મક છે અને આ વૃદ્ધિ 2022માં પણ જારી રહે તેમ મનાય છે સિવાય કે પ્રારંભમાં અપેક્ષિત ઝડપ કરતા તેમા ઘટાડો થાય, ” એમ અહેવાલે જણાવ્યું હતું.

2022ના બીજા ક્વાર્ટરમાં 428 નવા પ્રોજેક્ટની સાથે 40,034 રૂમોના લોન્ચિંગની સાથે નવી પ્રોજેક્ટ જાહેરાતો બમણી થઈ છે, જયારે ગયા વર્ષે આ ગાળા દરમિયાન નવા 202 હોટેલ પ્રોજેક્ટની અને 25,653 રૂમની જાહેરાતો થઈ હતી.

LEએ જણાવ્યું હતું કે અમેરિકામાં આ સમયગાળા દરમિયાન કુલ 1,889 પ્રોજેક્ટની સાથે 2,37,420 રૂમોનું ક્યાં તો રિનોવેશન થઈ રહ્યુ છે અથવા તો કન્વર્ઝન થઈ રહ્યુ છે. આમ પ્રોજેક્ટ અને રૂમ કન્વર્ઝન ગયા વર્ષની તુલનાએ 66 ટકા અને 35 ટકાના સર્વોત્તમ સ્તરે પહોંચ્યું છે.

2022ના પ્રથમ અને બીજા ક્વાર્ટરમાં અમેરિકામાં 247 નવી હોટેલ્સ ખુલી છે અને તેમા 28,116 હોટેલ્સ રૂમો છે. LEની આગાહી છે કે કુલ 428 પ્રોજેક્ટની સાથે 50,322 રૂમો આ વર્ષે ખુલ્લા મૂકવામાં આવશે અને 675 પ્રોજેક્ટની સાથે 78,438 રૂમો ઉપરાંત તેમા નવા પુરવઠામાં 1.4 ટકા વધારો જોવા મળશે.

અહેવાલે વધુમાં જણાવ્યું હતું કે 733 પ્રોજેક્ટની સાથે 87,253 રૂમો 2023માં ખુલે તેમ માનવામાં આવે છે અને તેના લીધે નવા પુરવઠામાં 1.5 ટકાનો વધારો જોવા મળશે. LEએ જણાવ્યું હતું કે 2024માં 848 પ્રોજેક્ટની સાથે 93,581 રૂમો ખુલ્લા મૂકાયા છે અને તેના પુરવઠામાં 1.6 ટકાનો વધારો થયો છે. અગાઉ LEએ જણાવ્યું હતું કે પ્રથમ ક્વાર્ટરના અંતે યુ.એસ. કન્સ્ટ્રકશન પાઇપલાઇન થોડી જ વૃદ્ધિ પામી છે.