હોટસ્ટેટ્સઃ હાઉસકિપિંગ બાબતે બ્રાન્ડ્સની મુશ્કેલીઓમાં વધારો

એક સમયે પ્રમાણભૂત સેવા ગણાતી તે હવે અનુકૂળ સુવિધા બની છે

0
757
કોવિડ-19 વાઇરસના સંક્રમણને અટકાવવાના ભાગરૂપે હોટેલોમાં હાઉસકિપિંગ પર અપાયેલા ધ્યાનને પગલે હવે આ એક કાયમી વ્યવસ્થા બની ગઇ છે. કામદારોની અછતનો સામનો કરનાર હોટેલ ઉદ્યોગમાં આ કાયમી સેવા હવે સુવિધાનો ભાગ બની છે તેમ હોટસ્ટેટ્સના બ્લોગ પર જણાવાયું છે.

હાઉસકિપિંગ એ હવે પ્રમાણભૂત સેવાને બદલે જરૂરિયાતવાળી સુવિધા બની છે તેમ હોટસ્ટેટ્સ જણાવે છે. મોખરાની બ્રાન્ડ્સ દ્વારા મળી રહેલા સંકેતને ધ્યાનમાં રાખીને હોટેલ ઇન્ડસ્ટ્રીએ આવનારા સમય માટેની તૈયારી કરવી પડશે.

સમગ્ર વિશ્વમાં હાલના સમયે તો ઉપલબ્ધ પ્રતિ ઓરડાદીઠ હાઉસકિપિંગ લેબરમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો પરંતુ હવે તેની માંગ વધી છે તેમ હોટસ્ટેટ્સ દ્વારા એક બ્લોગ પોસ્ટમાં જણાવાયું છે. કોવિડ-19 સામે રક્ષણાત્મક પગલાંના ભાગ રૂપે દરરોજ હાઉસકિપિંગની રણનીતિથી નિયંત્રિત મહેમાનોની સંખ્યાને ધ્યાને હતી પરંતુ તેમના કામના કલાકો નિયંત્રિત કરવાને પગલે નાણાંની બચત થતી હોવાનું મનાય છે.

હાલના સમયે અનેક હોટેલવાળા દરરોજની સફાઇ દૂર કરી રહી છે. કેટલીક બ્રાન્ડ જેવી કે ઓમની હોટેલ એન્ડ રીસોર્ટ હજુ પણ વિનંતી આધારિત સંપૂર્ણ સફાઇ પૂરી પાડી રહી છે કે આંશિક સફાઇ કરાવે છે, જેમાં નવા ટાવેલ અને ટ્રેશ દૂર કરવાનો સમાવેશ થાય છે તેમ બ્લોગ જણાવે છે.

એસેટમેનેજર સીએચએમવાર્નિક ખાતેના મેનેજિંગ ડિરેક્ટર અને એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ માઇકલ ડોઇલ કહે છે કે રોકાણ દરમિયાન સફાઇમાં કાપ મુકવાથી કંઇક અંશે લાભ પણ મળી શકે તેમ છે.

જો આપણે હાઉસકિપિંગના કલાકો અને તેને પ્રોડક્ટિવીટી મેટ્રિક સાથે સરખાવીએ તો જણાશે કે કુલ 14 ટકાનો લાભ મળી શકે છે. જો ટૂંકાગાળાની પ્રોડક્ટિવિટી હોય તો લાંબા ગાળે તે લાભદાયી નહીં થાય. કારણ કે તેમાં કામના કલાકો વધાવાની સાથે વેતનમાં પણ વધારો થઇ રહ્યો છે.

જોકે ડોયલે ગેસ્ટ ટોલરન્સને ધ્યાને લેવાનું જણાવ્યું હતું.

ઘણા લેઝર પ્રવાસીઓ હોશિંયાર હોય છે અને તેઓ વિવિધ સ્તરની સહનશીલતા કોર્પોરેટ ગેસ્ટની સરખામણીએ ધરાવતા હોય છે. તેઓ મહામારી અગાઉના સમયની જેવું બધુ ઇચ્છે છે. તેઓ બાંધછોડ કરવા  તૈયાર થતા નથી.

એડવાઇઝરી ફર્મ હોટેલએવે ખાતેના હોટેલ ઓપરેશન્સ અને મેનેજમેન્ટ કન્સલ્ટીંગ વીપી જોર્ડન બેલ ધ્યાન દોરે છે કે સાત પ્રોપર્ટીઓ ખાતે ઓન-ડિમાન્ડ હાઉસકિપિંગની રજુઆત કરવામાં આવી છે, જેને કારણે બે વર્ષ અગાઉના સમયગાળાની સરખામણીએ હાલના નાણાકીય વર્ષમાં સારી કામગીરી જોવા મળી છે.

છેલ્લાં એક વર્ષ દરમિયાન કામદારોની અછતનો અમે સામનો કર્યો છે અને ઘણા સ્થળે તો પગારદાર મેનેજરો અને કર્મચારીઓને પણ વ્યસ્ત દિવસોમાં ઓરડાઓની સફાઈ કરવાની ફરજ પડી હતી, તેમ પણ તેમણે જણાવ્યું હતું.

આ મહિને હોટસ્ટેટ્સ દ્વારા જણાવાયું હતું કે યુ.એસ. હોટેલોમાં હાલના સમયે કોવિડ-19ના  ડેલ્ટા વરિયન્ટના ઓછા કેસથી રાહત મળી રહી છે.