હોટેલમાલિકોની પ્રવાસ નિયંત્રણોમાં રસી લેનારા મુસાફરોને છુટછાટ આપવા માંગણી

નવેમ્બરથી અમલી નવી નીતિમાં પ્રવાસનને લાભ થાય તેવા નિર્ણય લેવાઇ શકવાની સંભાવના નિહાળતા ઉદ્યોગ સંગઠનો

0
459
વ્હાઇટ હાઉસ ખાતે સોમવારે સંપૂર્ણ રસીકરણવાળા આંતરરાષ્ટ્રીય મુસાફરોને નવેમ્બરથી અમેરિકામાં પ્રવાસ કરવા અંગેની છુટછાટ આપવાની ચર્ચા કરી રહેલા વ્હાઇટ હાઉસ પ્રેસ સેક્રેટરી જેન સાકી. તેણીએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય મુસાફરીને લઇને કેટલાક વર્કિંગ ગ્રુપ દ્વારા આ પ્રકારના નિયંત્રણોના અમલને લઇને રજુઆતો કરવામાં આવી રહી છે. તસવીર એલેક્સ વોન્ગ/ગેટ્ટી ઇમેજીસી દ્વારા.

અમેરિકામાં સોમવારે જાહેરાત કરવામાં આવી હતી કે જેમણે સંપૂર્ણ રસીકરણ કરાવ્યું છે તેવા આંતરરાષ્ટ્રીય મુસાફરો ટેસ્ટિંગ અને કોન્ટેક્ટ ટ્રેસિંગ હેઠળ અમેરિકામાં મુસાફરી કરી શકશે. અમેરિકાએ આવા મુસાફરો સામેના કોવિડ પ્રવાસ નિયંત્રણો હટાવી લેવાનું જાહેર કર્યું છે. નિયંત્રણ દૂર કરવાના નિર્ણયને હોટેલ અને ટ્રાવેલ એસોસિએશન્સ દ્વારા આવકારવામાં આવ્યું છે. આ નિયંત્રણથી હોસ્પિટાલિટી ઉદ્યોગ સામે અનેક પડકારો સર્જાયા હતા.

મહામારીને કારણે આ અમલમાં મુકાયેલા નિયંત્રણોને કારણે અનેક લોકો અમેરિકાથી બહાર રહેનારા પોતાના સંબંધીઓ, મિત્રો અને બિઝનેસ ટ્રાવેલ્સને મહિનાઓ સુધી દૂર રહેવું પડ્યું હતું. જુલાઈમાં પ્રેસિડેન્ટ જો બાઇડને કહ્યું હતું કે રસીકરણ કરાવનારા લોકો પરથી ખાસ કરીને અમેરિકા અને યુરોપ વચ્ચેના લોકો પરથી પ્રતિબંધ દૂર કરાશે.

સોમવારે વ્હાઇટ હાઉસ પ્રેસ સેક્રેટરી જેન સાકીએ પ્રેસ બ્રિફિંગ દરમિયાન કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય મુસાફર પર મુકવામાં આવેલા આવા કોવિડ સંબંધી નિયંત્રણો હળવા કે દૂર કરવા અંગે કેટલાક જૂથો દ્વારા માંગણી થઇ રહી હતી.

આહોઆ હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં રસીકરણને પ્રોત્સાહન આપવા માટે બાઇડન તંત્ર સાથે મળીને કામ કરી રહ્યું છે તેમ એક નિવેદનમાં જણાવાયું છે.

એક વર્ષ કરતા લાંબા સમયગાળા પછી હવે સરહદો પહેલી વખત ખુલવા જઇ રહી છે. આ નિર્ણયથી ટ્રાવેલ અને હોટેલ ઇન્ડસ્ટ્રીને ખૂબ મદદ મળી શકશે તેમ કેન ગ્રીની, આહોઆના કાર્યકારી પ્રેસિડેન્ટ અને સીઇઓ દ્વારા જણાવાયું હતું.

ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીનો અભ્યાસ દર્શાવે છે કે 2020 દરમિયાન અમેરિકામાં આવનારા આંતરરાષ્ટ્રીય મુસાફરોની સંખ્યામાં ભારે ઘટાડો થયો હતો. ડોમેસ્ટિક ટ્રાવેલની સરખામણીએ 76 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

આહોઆના પ્રમુખ વિનય પટેલે કહ્યું હતું કે કોવિડ-19 નિયંત્રણો દૂર થવાને પગલે અર્થતંત્રને પણ બેઠા થવામાં મદદ મળી શકશે. બાઇડન તંત્રની નવી નીતિથી અમારી માંગણીઓને પણ પૂરી થયેલી ગણાશે.

18 મહિના અગાઉ તત્કાલિન પ્રેસિડેન્ટ ટ્રમ દ્વારા લદાયેલા પ્રવાસ નિયંત્રણો હળવા થવાથી યુરોપ સહિતના દેશો દ્વારા થઇ રહેલી માંગણીઓ તથા રાજદ્વારી સંબંધો વધારે અનુકૂળ થઇ શકશે.

યુ.એસ. ટ્રાવેલ એસોસિએશનના પ્રેસિડેન્ટ અને સીઈઓ રોજર ડોવે કહ્યું હતું કે સંપૂર્ણ રસીકરણવાળા મુસાફરો પરના પ્રવાસ નિયંત્રણ હળવા કરવાના આ નિર્ણયથી અમેરિકન અર્થતંત્રને મદદ મળી શકશે.

વાયરસ સંક્રમણને અટકાવવાના પગલાંનો અમલ કરવાનું આયોજન વધારે મજબૂત બની શકશે અને તથા પ્રવાસન ક્ષેત્રે લોકોને ગુમાવવી પડેલી નોકરીઓ હવે ગુમાવવી નહીં પડે તેમ તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું.