HFTPએ AHLAની મર્જર ઓફર નકારી

ધ ગ્લોબલ ફાઇનાન્સ એન્ડ ટેકનોલોજી એસોસિયેશને જણાવ્યું હતું કે મર્જર કરતાં MOU વધુ યોગ્ય રહેશે

0
674
દુબઈમાં 24થી 26મેના રોજ HITEC અને 27થી 30 જુન ઓર્લેન્ડો ખાતે HITEC નું આયોજન કરનારા ધ હોસ્પિટાલિટી ફાઇનાન્સિયલ એન્ડ ટેકનોલોજી પ્રોફેશનલ્સે અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિયેશનની બે સંગઠનોને ભેગા કરી એક એકમ બનાવવાની ઓફર નકારી કાઢી હતી. તેના બદલે બોર્ડે AHLA સાથે MOU કરવાની ઓફર કરી હતી.

સોમવારે ધ હોસ્પિટાલિટી ફાઇનાન્સિયલ એન્ડ ટેકનોલોજી પ્રોફેશનલ્સ એસોસિયેશને (HFTP) અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિયેશનની બે સંગઠનો વચ્ચેના મર્જરની વાત વિનમ્રતાપૂર્વક નકારી કાઢી હતી. તેના બદલે HFTPના બોર્ડ ઓફ ડિરેક્ટરે AHLAની સાથે મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ (MOU) કરવાની ઓફર કરી હતી જે AAHOA સાથે કરવામાં આવ્યું છે.

HFTPએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે વૈશ્વિક સંગઠન તરીકે તેના સભ્યો સમગ્ર હોસ્પિટાલિટી સ્પેકટ્રમમાં ફેલાયેલા છે. હવે સ્થાનિક સ્તરે પ્રતિનિધિત્વ ધરાવતા AHLA સાથેના મર્જરના લીધે તેના સભ્યોને કશો ફાયદો નહી થાય. તેના બદલે તેમણે HFTPના AAHOA, કેરેબિયન હોટેલ એન્ડ ટુરિઝમ એસોસિયેશન, હોસ્પિટાલિટી સેલ્સ એન્ડ માર્કેટિંગ એસોસિયેશન, હોટેલ એસેટ મેનેજર્સ એસોસિયેશન, મિડલ ઇસ્ટ, હોટેલ કંટ્રોલર્સ એન્ડ એકાઉન્ટ્સ એસોસિયેશન ઓફ હોંગકોંગ, નેશનલ ક્લબ એસોસિયેશન અને ધ એસોસિયેશન ઓફ પ્રાઇવેટ ક્લબ ડિરેક્ટર્સનો સમાવેશ થાય છે.

HFTPના સીઇઓ ફ્રાન્ક વોલ્ફે જણાવ્યું હતું કે AHLAના ભૂતપૂર્વ ડિરેક્ટર તરીકે હું જાણું છું કે તેઓએ ઉદ્યોગ માટે સારુ કામ કર્યુ છે અ તેમણે તાજેતરમાં HTNG અને HAMAને ટેકઓવર કરતા નાના એસોસિયેશનોને ચોક્કસ મદદ મળશે. પરંતુ HFTP ગ્લોબલ બ્રાન્ડ્સ સાથેનું ગ્લોબલ એસોસિયેશન છે. તેની સાથે : HITEC, પાઇનેપલસર્ચ ડોટ કોમ જેવી બ્રાન્ડ્સ છે. તેથી લોજિંગ ઉદ્યોગની યુનિફોર્મ એકાઉન્ટ્સ સિસ્ટમ અને ગ્લોબલ સર્ટિફિકેશન્સ કે સર્ટિફિકેટ્સને તાલમેળ બેસાડવો અશક્ય છે. અમે અમારા સભ્યોને નોન-હોટેલ સેગમેન્ટ્સ અંગે કહી ન શકીએ. અમારું મિશન ઉદ્યોગને પ્રશિક્ષિત કરવાનું છે સમર્થન કરવાનું નથી.

HFTP દુબઈમાં 24થી 26 મેના રોજ અને ઓર્લેન્ડો ખાતે 27થી 30 ના રોજ HITECનું આયોજન કરશે. આ ઉપરાંત જુનમાં HITEC યુરોપના આયોજનની પણ જાહેરાત કરવાનું આયોજન છે અને HFTP તેના ડીએમજી ઇવેન્ટ્સની પાર્ટનર્સની સાથે ભારતમાં 2024 HITECનું આયોજન કરવા ડ્યુ ડિલિજન્સ કરી રહી છે. KPIs ની સાથે ગ્લોબલ ક્લબ એકાઉન્ટ્સ ડિક્શનરી અને લોજિંગ ઉદ્યોગ માટે યુનિફોર્મ એકાઉન્ટસ સિસ્ટમની સુધારેલી આવૃત્તિ પ્રકાશિત થવાની સાથે આ વર્ષે બે મોટા પ્રોજેક્ટ પૂરા થશે. હાલમાં તેને AHLA અને કેટલાક સભ્યોની મદદથી વિકસાવાઈ રહ્યા છે.

HFTP ગ્લોબલના તાજેતરના ભૂતપૂર્વ પ્રમુખ અને સિટિઝનએમ હોટેલ્સના સીઓઓ માઇકલ લેવીએ જણાવ્યું હતું કે HFTP ગુડ કોર્પોરેટ એસોસિયેશન પાર્ટનર બનવા માંગે છે. છેવટે તો આપણા બધા હોસ્પિટાલિટી ઉદ્યોગના બ્રાન્ડ એમ્બેસેડર છે અને ગાઢ સહયોગથી આપણે નોંધપાત્ર સિદ્ધિ મેળવી શકીએ છીએ.

AHLAની મહિલા પ્રવક્તાએ જણાવ્યું હતું કે તે HFTPના નિર્ણય પર કોઈ ટિપ્પણી નહી કરે.

માર્ચમાં એટલાન્ટામાં હન્ટર હોટેલ કોન્ફરન્સ દરમિયાન AHLAની ચેરિટી વિંગ AHLA ફાઉન્ડેશને હોસ્પિટાલિટીમાં મહિલાઓના સ્તરને ઉચકવાની ઉદ્યોગની પ્રતિબદ્ધતાને વધુ જડપી અને મજબૂત બનાવવા કેસ્ટેલ પ્રોજેક્ટ સાથે મર્જરની જાહેરાત કરી હતી. કેસ્ટેલ પ્રોજેક્ટ હોસ્પિટાલિટી ઉદ્યોગમાં મહિલાઓને ઉચ્ચ સ્તરે લઈ જવાનો પ્રયત્ન કરતો સમર્પિત સ્વૈચ્છિક પ્રયત્ન છે.

ગયા વર્ષે AHLA અને AAHOAએ અમેરિકન હોસ્પિટાલિટી જોડાણ રચ્યુ હતુ, તેનું ધ્યેય રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે હોટેલ ઉદ્યોગના પ્રશ્નો માટે સરકારને રજૂઆતનુ હતુ. આ જોડાણનો હેતુ એકબીજાના સહયોગ દ્વારા સંસાધનો મેળવવા અને પ્રયત્નોને વધુ સુચાલિત કરવાનો છે, એમ એસોસિયેશને જણાવ્યું હતું. આ ઉપરાંત તે રાજ્યના હોટેલો એસોસિયેશનો માટે પણ કામ કરશે.