એક્ઝિક્યુટિવ સરવેઃ ટૂંકાગાળાના બિઝનેસ ટ્રાવેલનો ખર્ચ બચાવી લાંબા ગાળા માટે ખર્ચો

સ્થાનિક બિઝનેસ ટ્રાવેલ 2022માં મજબૂત વૃદ્ધિ નોંધાવે તેવી સંભાવના છે

0
711
મોટી કંપનીઓના બે તૃતિયાંશ જેટલા એક્ઝિક્યુટિવ માને છે કે તેમની કંપની 2019ની તુલનાએ આગામી છ મહિના માટે બિઝનેસ ટ્રાવેલ પર ઓછો ખર્ચ કરશે, એમ યુએસટીએનો સરવે કહે છે.

મોટી કંપનીઓના અડધા ઉપરાંતના સીઇઓ માને છે કે બિઝનેસ ટ્રાવેલમાં ઘટાડો કરવાના લીધે ટૂંકાગાળાની બચત થઈ શકે, પરંતુ તેની અસર લાંબા ગાળાના આવકપ્રવાહ પર પડશે, એમ સરવેનું કહેવું છે. કંપનીના બે તૃતિયાંશ એક્ઝિક્યુટિવ્સ કંપનીઓ આગામી છ મહિનામાં 2019ની તુલનાએ બિઝનેસ ટ્રાવેલ પર ઓછો ખર્ચ કરશે તેમ માને છે.

આ જ સમયે અડધા ઉપરાંતની કંપનીઓમાં પણ બિઝનેસ ટ્રાવેલ મર્યાદિત કરી દેવાયું છે. આ સરવે ક્વાર્ટરલી બિઝનેસ ટ્રાવેલ ટ્રેકરનો હિસ્સો છે, તેને એપ્રિલમાં યુ.એસ.. ટ્રાવેલ એસોસિયેશન, જે.ડી. પાવર અને ટુરિઝમ ઇકોનોમિક્સના સહયોગમાં લોન્ચ કરવામાં આવ્યો હતો.

આ સરવેના પગલે યુએસટીએ કંપનીઓને વિનંતી કરી છે કે તેઓ સામાન્ય બિઝનેસ ટ્રાવેલ ઓપરેશન્સ પર પરત ફરે.

બિઝનેસ ટ્રાવેલ ઇન્ડેક્સનો ત્રીજા ક્વાર્ટરનો આઉટલુક પોઝિટિવ છે અને તે બીજા ક્વાર્ટરના 81થી વધીને 84 થાય છે તેમ મનાય છે. બિઝનેસ કંડિશન્સે નોંધપાત્ર સુધારો દર્શાવ્યુ છે અને ત્રીજા ક્વાર્ટરમાં તે બીજા ક્વાર્ટરના 102થી વધીને 103 થયો હતો.

યુએસટીએની તાજેતરની આગાહી જણાવે છે કે 2022માં સ્થાનિક પ્રવાસ નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવશે અને પછી તેમા આગામી વર્ષોમાં ઘટાડો થઈ શકે.

સરવેએ જણાવ્યું હતું કે આગામી ક્વાર્ટરોમાં કંપનીઓ ફુગાવાના દરમાં વધારો અને ફુગાવાના ઊંચા દરની સાથે શ્રમિકોની અછત તથા પુરવઠા મોરચે પડકારોની સાથે ધંધાકીય વાતાવરણની સ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રવાસ અંગે નિર્ણય લેશે. મંદીને લગતા જોખમોને ધ્યાનમાં રાખતા કોર્પોરેટ ડિસિઝન મેકર્સ બિઝનેસ ટ્રાવેલના મોરચે અત્યંત સાવચેતીપૂર્વક આગળ વધી શકે છે. આ ઉપરાંત કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવાના આક્રમક ધ્યેય તરીકે કંપનીઓ નેટ ઝીરો એમિશન્સ હાંસલ કરવા બિઝનેસ ટ્રાવેલમાં ઘટાડો કરવાનું પણ પસંદ કરી શકે છે.

તાજેતરમાં યુ.એસ.ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલનને પાઠવેલા પત્રમાં યુએસટીએએ એજન્સીને તેના ટેક્સ એક્સ્ટેન્ડર્સ પેકેજનો વ્યાપ વિસ્તારીને તેમા એન્ટરટેઇનમેન્ટ બિઝનેસ એક્સ્પેન્સ ડિડકશનનો કામચલાઉ ધોરણે સમાવેશ કરવા અને બિઝનેસ મીલ્સ પરના સંપૂર્ણ ખર્ચાને રાહત આપવા જણાવ્યું હતું.

યુએસટીએ જણાવ્યા મુજબ સરકારે કર્મચારીઓને ઓફિસે પરત બોલાવવા જોઈએ અને બિઝનેસ ટ્રાવેલ માટે પ્રોત્સાહન આપવું જોઈએ. આ ઉપરાંત મોટી, આંતરરાષ્ટ્રીય મીટિંગ્સ અને અમેરિકાની ઘટનાક્રમોમાં સરકારે મોટી ભૂમિકા યોજવી જોઈએ.

અગાઉના જુનમા યુએસટીએએ સંઘીય સત્તાવાળાઓ અને બાઇડેનના વહીવટીતંત્રને વિનંતી કરી હતી કે અમેરિકા આવતા વેક્સિનેટેડ આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરોના કોરોના અંગેના નિયમો હળવા કરવાં આવે. સરકારે તેની વિનંતી માન્ય રાખીને 12 જુનથી આ પ્રતિબંધો દૂર કર્યા હતા.