હોટેલ ઉદ્યોગમાં મજબૂત પ્રથમ ક્વાર્ટરના પગલે CBREએ 2022નો નફાકીય અંદાજ સુધાર્યો

રિસર્ચ ફર્મની આગાહી છે કે 2022માં એડીઆરમાં અને 2023માં માંગ અને RevPARમાં ફુલ રિકવરી જોવા મળશે

0
630
CBRE હોટેલ્સ રિસર્ચની આગાહી છે કે 2022માં એડીઆર અને 2023માં માંગ અને RevPARમાં વૃદ્ધિ જોવા મળશે

યુએસ હોટેલ્સ દ્વારા  2022 ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન મજબૂત કામગીરી નોંધાવવામાં આવી છે, CBRE હોટેલ્સ રિસર્ચે અન્ય પરિબળોને ધ્યાનમાં રાખીને વર્ષના બાકીના સમયગાળાને ધ્યાનમાં રાખી તેની નફાકીય વૃદ્ધિનો અંદાજ વધાર્યો છે. રિસર્ચ ફર્મ હવે 2022માં ADR અને  2023માં માંગ અને RevPAR માં સંપૂર્ણ રિકવરીની અપેક્ષા રાખે છે.

CBREના જણાવ્યા મુજબ, COVID-19 ઓમાઇક્રોન વેરિઅન્ટમાંથી ઉછાળો હોવા છતાં, પ્રથમ ત્રિમાસિક ગાળાનો RevPAR $72.20 પર પહોંચ્યો, જે અગાઉના વર્ષ કરતાં 61 ટકા વધારે છે. RevPAR વૃદ્ધિ એડીઆરમાં 39 ટકાના વધારા અને ઓક્યુપન્સીમાં 16 ટકાના વધારાના લીધે હતી.

ADR 2019 ના સ્તરો કરતા 5 ટકા વધારે હતુ,  જે સતત ત્રીજા ત્રિમાસિક ગાળામાં 2019ના સમાન સમયગાળાના સ્તર કરતાં વધારો દર્શાવે છે. આ વધતા દરો દર્શાવે છે કે   ઘણા પીક-ડિમાન્ડ માર્કેટમાં  પ્રવાસીઓ
ભાવ-સંવેદનશીલ નથી.

બાંધકામ  સતત ધીમી પ્રવૃતિ,  ઊંચો ફુગાવો અને રોજગાર અને આર્થિક વૃદ્ધિ અંગે સતત આશાવાદે પણ નવી આગાહી માટે CBREને તેની વૃદ્ધિની આગાહી બદલવાની ફરજ પાડી. 2021ના અંત પછી આવેલા કેટલાક મહત્વના મુદ્દાઓ જેવા કે રશિયા-યુક્રેન યુદ્ધ, ગેસના ઊંચા ભાવો અને S&P 500માં 19 ટકા પુલબેકે સંભવિત મંદીનું જોખમ વધાર્યું છે. જો કે, CBRE ઇકોનોમેટ્રિક એડવાઇઝર્સ હજુ પણ હકારાત્મક GDP અને રોજગાર વૃદ્ધિની આગાહી કરે છે અને 2023 સુધી કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ સુધી સતત ઊંચો રહેવાનું જારી રાખશે આગાહી કરે છે.

CBRE ના હોટેલ રિસર્ચ અને ડેટા એનાલિટિક્સ હેડ રશેલ રોથમેને જણાવ્યું હતું કે, “આજની તારીખ સુધી ગેસના ભાવમાં 50 ટકાથી વધુનો વધારો થયો નથી અને શેરબજાર મંદીની ગર્તામાં પ્રવેશી ચૂક્યુ હોવાના કોઈ સંકેત નથી, જેથી હોટેલની માંગ પર અસર થાય તેવા કોઈ ચિન્હો નથી.” “જો કે, ભૂતકાળમાં, S&P 500 માં તીવ્ર ઘટાડો થયો છે અને ગેસના ઊંચા ભાવને કારણે વારંવાર RevPAR વૃદ્ધિમાં ઘટાડો થયો છે, જે આ વર્ષના અંતમાં RevPAR માં પુલબેકની સંભાવનાને વધારે છે. આ સંભાવના હોવા છતાં, અમારું માનવું તો એ જ છે કે બજારમાં રિકવરી જારી રહેશે.”

ડ્રાઇવ-ટુ લેઝર ડેસ્ટિનેશન લોકપ્રિય બનવાનું ચાલુ રાખવાની અપેક્ષા છે, તેમા પણ ખાસ કરીને હાઇ-એન્ડ પ્રોપર્ટીઝમાં જ્યાં ગ્રાહકો ઓછા ભાવ સંવેદનશીલ હોય છે અને ફુગાવાની અસર ઓછી ગંભીર હોય શકે છે. તે જ સમયે, ગેસના ઊંચા ભાવો, ખાદ્યપદાર્થોના ખર્ચ અને મોર્ગેજના દરો ભાવસંવેદી વિચારધારા ધરાવતા ગ્રાહકોની મુસાફરી યોજના ઘટાડી શકે છે, જે કદાચ આંતરરાજ્ય હોટલોનો ઉપયોગ કરી શકે છે.

ફુગાવો લાંબા ગાળાની અને પુરવઠામાં સ્થિર દરે વૃદ્ધિની સાથે નફાકીય વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખી શકે છે. જો કે, ફુગાવો વધતા વેતન, ઉપયોગિતાઓ, ખાદ્યપદાર્થો, ખાદ્યપદાર્થોના ખર્ચ, વીમા અને મૂડી ખર્ચમાં વધારો થવાથી માર્જિન વિસ્તરણના મોરચે દબાણ આવી શકે છે.

CBREએ માર્ચમાં તેણે મૂકેલા અંદાજમાં સુધારો કર્યો છે.