હિલ્ટન દ્વારા મેરીલેન્ડ, કોલમ્બિયા ખાતેની બેવૂડ હોટેલ્સ દ્વારા નવા હોમ2 સ્યુટ્સનું ફોર્ટ માયર્સ એરપોર્ટ, ફોર્ટ માયર્સ, ફ્લોરિડા ખાતે પોતાની 500મી હોટેલ બ્રાન્ડ માટે ખુલ્લી મુકવામાં આવી છે. હિલ્ટન દ્વારા હોમ2 સ્યુટ્સની શરૂઆત 2011માં કરવામાં આવી હતી.

બેવૂડ હોટેલ્સ દ્વારા નવા હોમ2 સ્યુટ્સ બાય હિલ્ટન ફોર્ટ માયર્સ એરપોર્ટ, ફોર્ટ માયર્સ, ફ્લોરિડા ખાતે કંપનીના પોર્ટફોલિયામાં સામેલ કરાયેલની શરૂઆત કરવામાં આવી છે. તેની દસ વર્ષ જૂની બ્રાન્ડની આ 500મી હોટેલ છે.

123 બેવૂડની મહત્વની 123મી અને હોમ2ની 19મી તથા હિલ્ટન બ્રાન્ડની 60મી હોટેલ હોવાનું હિલ્ટન દ્વારા એક નિદેવનમાં જણાવાયું હતું. મેરીલેન્ડના કોલમ્બિયાસ્થિત બેવૂડના પ્રેસિડેન્ટ એ આઈ પટેલે કહ્યું હતું કે બ્રાન્ડની રજુઆત થયા પછી તેને સારો આવકાર મળી રહ્યો છે અને આવનારા દિવસોમાં પણ વિસ્તરણની સંભાવના છે.

‘પહેલા દિવસથી, હોમ2 સ્યુટ્સ દ્વારા તેના એક્સટેન્ડેડ સ્ટે મોડેલ જેવી મજબૂતાઈ દર્શાવી છે. ડેવલપ, ઓપરેટ તથા ઇન્વેસ્ટ કરવા માટે તે એક શ્રેષ્ઠ બ્રાન્ડ છે’, તેમ પટેલે જણાવ્યું હતું. વર્તમાન સમયે આ બ્રાન્ડમાં વિકાસની સારી શક્યતા જોવા મળી રહી છે.

હિલ્ટન દ્વારા હોમ2 સ્યુટ્સની શરૂઆત 2011માં કરવામાં આવી હતી, જેનો હેતુ મિડસ્કેલ એક્સટેન્ડેડ સ્ટે બ્રાન્ડ જેવી આરામદાયક અને ઘર જેવી સુવિધા આપી શકે તે હતો, તેમ કંપનીએ કહ્યું હતું. એક્સટેન્ડેડ-સ્ટે સેગમેન્ટની જેમ હોમ2 સ્યુટ્સ દ્વારા કોવિડ-19 મહામારીમાં પણ સારો દેખાવ કર્યો હતો તેમ બ્રાન્ડના ગ્લોબલ હેડ લીઓનાર્ડ ગૂઝે કહ્યું હતું.

પાછલા સમય પર નજર કરીએ તો જણાશે કે હિલ્ટનના વિકાસમાં હોમ2 સ્યુટ્સનો પણ સારો હિસ્સો રહ્યો છે અને આવનારા દિવસોમાં તેને સારો આવકાર મળી શકે છે, અમારી ઘણી યોજનાઓ હાથ પર છે.

હિલ્ટનના જણાવ્યા અનુસાર 400થી વધારે હોમ2 હોટેલ્સનું કામ પ્રગતિ હેઠળ છે. તાજેતરમાં ચાઇનીઝ રીયલ એસ્ટેટ કંપની ફનીયાર્ડ હોટેલ્સ એન્ડ રીસોર્ટ સાથે ચીનમાં 1000થી વધારે હોમ2 સ્યુટ્સનું નિર્માણ કરવા માટે ભાગીદારી કરવામાં આવી છે. આ પાનખરમાં હોમ2 સ્યુટ્સ ખુલ્લી મુકવાનું આયોજન છે.

બેવૂડ દ્વારા અન્ડ બ્રાન્ડની સરખામણીએ સારો દેખાવ કરાયો છે. 2019માં કંપની દ્વારા ડેનવરમાં 1000મી ફેરફિલ્ડ બાય મેરીયટ ખુલ્લી મુકાઇ હતી. મહામારી દરમિયાન ગત વર્ષે તેની 97 રૂમવાળી ડેનવર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે તેની એવિડ હોટેલ ડેનવર એરપોર્ટ એરીયા શરૂ કરવામાં આવી હતી.

બેવૂડ હોટેલ્સ ખાતે અમે માનીએ છીએ કે બન્ને બીઝનેસ અને લેઇઝર ટ્રાવેલમાં રોગચાળાના સમયગાળા દરમિયાન પણ સારી કામગીરી કરવામાં આવી છે. ભવિષ્યમાં ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડેનવર ખાતેની હોટેલ શરૂ કરાઇ છે, તેમ બેવૂડના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ચેત પટેલે જણાવ્યું હતું.